Lalbahadur shashtri,લાલબહાદુર શાસ્ત્રી
લાલ બહાદુર શાસ્ત્રી
જન્મ-2
ઓકટોબર,1904
મૃત્યુ-11
જાન્યુઆરી,1966
પત્નિ-લલિતા
શસ્ત્રી
જન્મ સ્થળ-
મુગલસરાય,ઉત્તરપ્રદેશ
મૃત્યુ
સ્થળ- તાશ્કન્દ
પિતાનુ
નામ-શારદા પ્રસાદ
માતાનુ નામ-
રામદુલારી દેવી
ભારત સરકારામા
પદ- વિદેશ પ્રધાન,1964 / ગૃહ મંત્રી, 1961 થી 1963 / વડાપ્રધાન, 1964 થી 1966
લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ મુગલસરાય, ઉત્તર પ્રદેશ ખાતે થયો હતો. તેમનો ઉછેર લાલ બહાદુર શ્રીવાસ્તવ નામથી થયો હતો . એમના પિતા શિક્ષક હતા , જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે ક્લાર્ક બન્યા હતા . ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ શાસ્ત્રીને ઉત્તર પ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પ્રહરી વિભાગના મંત્રી
થયા બાદ એમણે ભીડને નિયંત્રણમાં રાખવા માટે લાઠી પ્રહારને બદલે પાણી છાંટવાનો
પ્રયોગ કરી તેનો પ્રારંભ કરાવ્યો હતો . ૧૯૫૧ ના વર્ષમાં , જવાહર લાલ નેહરુના
નેતૃત્વમાં તેઓને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
હતા . શાસ્ત્રીએ નવમી જૂન ૧૯૬૪ ના રોજ વડા પ્રધાન
મંત્રી તરીકે પદ ભાર ગ્રહણ કર્યો હતો .
એમનું
શિક્ષણ હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું .અહિંયાથી જ
એમને " શાસ્ત્રી " તરીકેની ઉપાધિ પ્રાપ્ત થઇ જે નામ સાથે જીવનપર્યત
જોડાયેલી રહી .
શાસ્ત્રીના શૈશવકાળમાં જ એમના પિતાનું નિધન થયું
હતું . ઈ . સ . ૧૯૨૮ માં એમના લગ્ન થયા હતા અને એમને છ સંતાનો હતાં . તેઓ આખું
જીવન સાદગીથી રહ્યા અને ગરીબોની સેવામાં પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી .
ભારતીય
સ્વાધીનતા સંગ્રામના દરેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં એમની ભાગીદારી રહી , અને જેલોમાં રહેવું પડ્યું
જેમાં ૧૯૨૧ ની અસહકારની ચળવળ અને ૧૯૪૧ નું સત્યાગ્રહ આંદોલન સૌથી મુખ્ય હતું .
૧૯૨૯
માં ઇલાહાબાદ આવ્યા પછી તેમણે શ્રી ટંડનજીની સાથે ભારત સેવક સંઘના ઇલાહાબાદ એકમના
સચિવના રૂપમાં કામ કર્યું . અહિં તેઓ નેહરૂને મળ્યા . ત્યાર પછી તેમનો હોદો નિરંતર
વધતો ગયો . જેમકે નેહરૂ મંત્રિમંડળમાં ગૃહમંત્રીના હોદા પર તેઓ શામિલ થયા . આ પદ
પર તેઓ ૧૯૫૧ સુધી રહ્યા . શાસ્ત્રીને તેમની સાદગી , દેશભક્તિ અને ઇમાનદારી માટે આખું ભારત
શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે . તેમને વર્ષ ૧૯૯૬ માં ભારત રત્નથી સન્માનિત કરવામાં
આવ્યા હતા .
Download PDF click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment