ટોપીવાળો
ફેરિયો અને વાંદરા
એક ફેરિયો હતો.
તે ગામે ગામે
ફરીને ટોપીઓ વેચતો હતો.
એક દિવસની વાત છે
તે ટોપીઓ વેચીને
ખૂબ થાક્યો હતોઅને એક
ઝાડ નીચે આરામ કરવા
માંડ્યો.
તે ઝાડ ઉપર
કેટલાંક વાંદરા રહેતા હતા.
તેઓએ ફેરિયાને ટોપી પહેરીને
સૂતેલો જોયો અને થેલામાં
ટોપીઓ જોઈ. વાંદરાઓને તેની
નકલ કરવાનું મન થયું.
તેઓ ધીમે રહીને ઝાડ
પરથી ઉતર્યા.
અને થેલામાંથી એક પછી એક
ટોપીઓ લઈને ઝાડ પર ચઢી ગયા.
થોડીવારે ફેરિયો જાગ્યો. તેણે
થેલામાં ટોપીઓ ના જોતા.
આમ તેમ શોધવા
લાગ્યો. પછી તેની નજર
ઝાડ ઉપર પડી. ઝાડ
પર વાંદરા ટોપીઓ
પહેરીના બેઠા હતા.
તેને થયું. આ ટોપીઓ
પાછી કેવી રીતે મેળવવી.
તેને ખબર હતી. વાંદરા
નકલ કરવામાં ભારે હોંશિયાર
હોય છે. તેને પોતાનાં
માથા પરથી ટોપી કાઢીને
ફેંકી દીધી. આ જોઈને
બધા વાંદરાઓએ પણ પોતાના
માથા પરથી ટોપીઓ કાઢી
ફેંકી દીધી. ફેરિયાએ તુરંત
જ બધી ટોપીઓ
વીણી લીધી અને ચાલતો
થયો.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment