The Indian Penal Code, 1860 ( ભારતીય દંડ સહિતા 1860),
કલમો 511
પ્રકરણ 23
પસાર 6 ઓક્ટો . 1860
અમલ 1 જાન્યુ .1862
એમ તો ' સુમશિન કે પ્રજાતિયએ વિશ્વનો સૌથી પહેલો ફોજદારી કાયદો ઘડયો હોવાનું કરવામાં આવે છે , પરંતુ ફોજદારી કાયદાઓમા વિશ્વનો સૌથી મોટો અને જટિલ કાયદો એટલે Indian Penal Code . ભારતમાં કાયદોનો ઇતિહાસ પહેલાથી જ તો રોમાંચિત રહ્યો છે .
અંગ્રેજોના પહેલાંની વાત કરીએ તો ભારતમાં ધાર્મિક કાયદાઓનું મહત્વ વધુ જોવા મળતું જેને દૈવિવ્ય કાયદા કહેવામાં આવતાં , , સંપ અને લાલચ જેવી માનસિકતાઓને લીધે ફોજદારી ગુનાઓનું પ્રમાણ વધતું ગયું , અગાઉ આ પ્રકારના કોઈ પણ ફોજદારી ગુનાઓમાં જો ગુનો હાથ દ્વારા કરવામાં આવ્યો હોય તો હાથ અને અન્ય કોઈ અંગ દ્વારા કરવામાં આવ્યો હોય તો તે અંગ કાપી નાખવાની સજા કરવામાં આવતી ,
હિંદુ અને મુસ્લિમ એમ બંને ધર્મો માટે અલગ અલગ કાયદાઓનું અસ્તિત્વ હતું . હિંદુ ધર્મમાં મનુસ્મૃતિમાં ‘ હિંસાચાર ' કરીને એક ભાગ આવેલો છે જેનો ઉપયોગ સજા આપવામાં કરવામાં આવતો અને મુસ્લિમ ધર્મમાં શરિયા કાનૂન ચલણમાં હતો . સમય જતાં મુઘલોનું શાસન આવ્યું અને તેમના શાસનમાં ભારતમાં કાયદાઓનો વિકાસ - વિસ્તાર કરવામાં ઔરંગઝેબે ઘણું યોગદાન આપ્યું .
વેરની વસૂલાત હોય કે દંડ હોય , ફરજમાં ચૂક હોય કે રાજ્ય વિરુદ્ધ બળવો હોય જેવી જુદી - જુદી બાબતો પર કાયદાઓ બન્યાં . ઔરંગઝેબે સૂચના આપીને ભારતના 500 જેટલા વિદ્વાનો દ્વારા ત્રીસ જેટલાં ગ્રંથોમાં વહેંચાયેલો ‘ ફ્તવા - એ - આલમગીર ' તૈયાર કરાવડાવ્યો , જે “ ધર્મજ્ઞાસંગ્રહ ' પણ કહેવાય છે . અદાલતો દારોગા , મુખ્ય કાઝી અને મુફ્તીઓ ચલાવતા .
ઇસ્લામિક કાયદાઓની ભાષામાં હિંદુ ધર્મના લોકોને ઓછી સમજ પડતી , આ કારણસર અવારનવાર ઘર્ષણો જોવા મળતાં , ધીમે ધીમે અંગ્રેજી હકૂમતના પગપેસારા સાથે મુસ્લિમ કાયદાઓનું સ્થાન અંગ્રેજી કાયદાએ લીધું , પરંતુ અદાલતોની આજની કાર્યવાહીઓમાં પણ અમુક ઉર્દુ,ફારસી શબ્દો સાંભળવા મળે છે , જેનું મૂળ કારણ કે અંગ્રેજોના સમયે તેઓએ કરેલું ભારતીય ભાષાઓનું ભાષાંતર .
પ્રકરણ 1 પ્રારંભિક (કલમ 1થી 5)
કલમ 1- કોડની કામગીરીનું શીર્ષક અને હદ.
આ અધિનિયમ “ ભારતનો ફોજદારી ધારો , 1860 "
કહેવાશે જે ( તા . 31-10-2019થી The Jammu and Kashmir Reorganisation bill
, 2019 અમલમાં આવ્યું ) સમગ્ર ભારતમાં લાગું પડશે .
આ કાયદાને અંગ્રેજીમાં
" The Indian Penal Code " કહેવામાં આવશે .
અન્ય નામો : ( 1 ) ભારતીય
દંડ સંહિતા
( 2 ) ભારતીય ફોજદારી અધિનિયમ
ટૂંકી સંજ્ઞા : .P.C . અથવા ઈ.પિ.કો .
આ કાયદો 6 ઓક્ટોબર , 1860
ના રોજ ઘડાયો તથા પસાર થયો છે .
આ કાયદાનું અમલીકરણ 1
જાન્યુઆરી , 1862 થી શરૂ થયું .
કલમ
2- ભારતમાં આચરવામાં આવેલા ગુનાઓની સજા.
આ અધિનિયમમાં જણાવેલ જે
બાબતો ગુનો છે તે બાબત કે તેવો કોઈ કાર્યલોપ ભારતમાં કરવામાં આવશે તો તે વ્યક્તિ આ
અધિનિયમ હેઠળ દોષિત ઠરશે . વિદેશી નાગરિકો ( અમુક અપવાદ સિવાયના ) પણ ભારતમાં આ
અધિનિયમ હેઠળનો કોઈ ગુનો આચરશે તો તે દોષિત થશે .
કલમ 3- આચરવામાં આવેલા ગુનાઓની સજા, પરંતુ જે કાયદા દ્વારા
ભારતમાં અજમાવી શકાય.
ભારત બહાર કરેલા ગુના માટે પણ આ અધિનિયમની
જોગવાઈઓ લાગુ પાડી શકાય છે . જો ભારતનો કોઈ નાગરિક વિદેશ જઈને કે ભારત બહાર કોઈ
ગુનો કરે છે તો આ કાયદાની જોગવાઈઓ તેને લાગુ પડશે . દા.ત. ઘણાં ભારતીયો બહાર ગુનો
કરે છે ત્યાર બાદ ભારતીય સરકાર તેઓનું ભારતમાં પ્રત્યાર્પણ કરાવી લાવે છે .
કલમ 4- એક્સ્ટ્રા-પ્રાદેશિક ગુનાઓ માટે કોડનું વિસ્તરણ.
જ્યારે કોઈ વ્યક્તિ ભારત બહાર ભારતમાં
નોંધાયેલા કોઈ પણ વહાણ ( જહાજ ) કે હવાઈજહાજ ઉપર તથા ભારતના કોઈ પણ કમ્પ્યૂટર
રિસોર્સને નુકસાન પહોંચાડીને ગુનો કરે છે ત્યારે તે આ કલમ મુજબ ગુનો કરે છે , આ
ઉપરાંત ભારતની જળસીમામાં જે ગુનાઓ આચરવામાં આવશે તે પણ આ કાયદા હેઠળ સજાને પાત્ર
છે .
કલમ 5- અમુક કાયદાઓ આ કાયદાથી પ્રભાવિત ન થાય.
સરકારની નોકરીમાં
નિયુક્ત થયેલ અધિકારીઓ , સૈનિકો , નાવિકો કે વિમાનીઓ જો બંડ પોકારે વિદ્રોહ કરે કે
પોતાની ફરજમાંથી નાસી જાય ત્યારે તેઓ પર આ અધિનિયમ અનુસાર કાર્યવાહી થતી નથી . તેઓ
પર તેઓના ખાસ કાયદાઓ જેમ કે , કોર્ટ માર્શલ વગેરે લાગુ પડે છે .
આ ઉપરાંત આ કાયદાની જોગવાઈઓ વિદેશી રાજા - રાણી
, વિદેશી એલચીઓ , વિદેશી રાજનેતાઓ , રાજદૂતો , UN ના જેટલા સંગઠનો છે તેમના
પ્રમુખો તથા સભ્યો વગેરે પર લાગુ પડતી નથી .
રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ ઉપર પણ આ કાયદાની
જોગવાઈઓ તાત્કાલિન ઘોરણે લાગુ પડશે નહીં .
સંસદ સભ્યો
તથા વિધાન સભ્યો પર પણ આ અધિનિયમની
જોગવાઈઓ તત્કાલિન લાગુ પાડી શકાય નહિ.
મહત્વના કાયદાના પુરા નામ જાણવા click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment