(૧૧) કોણ શું ન કરી શકે
એક દિવસની વાત છે.
દરબારના સર્વ કામ સંપૂર્ણ થયા પછી બાદશાહ નવરા પડયા તો અલક મલકની અને આકાશ પાતાળની
વાતો થવા લાગી. ઘડી ઘડીમાં વિષય બદલાતા. એટલામાં બાદશાહને જુના જમાનાનો એક દોહરો
યાદ આવી ગયો.
બાદશાહે એ દોહરાનો અર્થ
દરબારીઓને પૂછયો. દોહરો આ પ્રમાણે હતો.
“શું ન અબળા કરી શકે,
શું ન સાગર સમાય,
કોને અગ્નિ ન બાળી શકે,
કોને કાળ નવ ખાય.’
દરબારીઓ તો આ દોહરો
સાંભળીને એકબીજાના માં સામે જોવા લાગ્યા. એટલે બાદશાહ સમજી ગયા કે આ લોકો પાસેથી
તો જવાબ મળે તેમ નથી. એટલે બાદશાહે બીરબલ સામે જોયું. બીરબલ તો ચપટી વગાડતા આવા
ઉખાણાના જવાબ આપી દેતો. બીરબલ હસતા હસતા બોલ્યો -
‘પુત્ર ને અબળા ના જણી શકે,
યશ ન સાગર સમાય,
ક્રોધને ન અગ્નિ બાળી શકે.
નામ કાળ નવ ખાય.’
બીરબલ પાસેથી આવો જ સાચો જવાબ સાંભળીને બાદશાહ
અતિ સંતુષ્ટ થયા અને એને અતિ કીમતી રત્નો ઈનામમાં આપ્યા. બધા દરબારીઓ માં તાકતા
રહી ગયા. બધા લોકોએ બીરબલની બુદ્ધિના વખાણ કર્યા.
READ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment