header

(૧૭) વાહ બીરબલ, વાહ ,(17) Wow Birbal, wow,

 

(૧૭) વાહ બીરબલ, વાહ ,

 



બીરબલના ઘેર એક હરિજન વાળવા આવતો. એના પર બીરબલને ઘણી લાગણી હતી. એકવાર હરિજને કહ્યું -

 

, ‘બીરબલજી, આખુ શહેર તમારી બુદ્ધિના ચાર મોંઢે વખાણ કરે છે પણ જો તમે મારું કામ કરી દેખાડો તો હું માનું કે તમારામાં અપરંપાર બુદ્ધિ છે....”

 

શું ?' બીરબલે પૂછયું.

 

‘તમે બાદશાહના મહેલમાં મને જમવા લઈ જાવ અને બાદશાહ મારી સાથે બેસીને જમે એવું કરો તો હું માનું, હરિજનબોલ્યો.

 

બીરબલ કહે - “સારું, તને બાદશાહના મહેલમાં બાદશાહની સાથે જમાડું તો મારું નામ બીરબલ....”

 

બીરબલ તો ગયો બાદશાહ પાસે અને કહેવા લાગ્યો ‘નેક નામદાર, મારા ઘેર માળવાનો ગયો આવ્યો છે. એવી સિતાર વગાડે છે કે વાત ન પૂછો, એક જ દિવસ રોકાવાનો છે. એના જેવો સિતાર વાદક મેં આજ સુધી જોયો નથી.”

 

બાદશાહ તો કલાનો શોખિન હતો.તરત બોલ્યો - “સાંજે એને લઈને મહેલે આવજે. આપણે સાથે ભોજન કરીશું...'

 

 

બીરબલ તો ખુશ થતો ઘેર ગયો. હરિજનને વસ્ત્ર પહેરાવ્યા અને બાદશાહ પુછે તો શું જવાબ આપવો એ શીખવી દીધું.

 

સાંજે એ હરિજનને લઈને મહેલે આવ્યો અને હરિજનને બાદશાહની બાજુમાં જ જમવા બેસાડયો. ભોજનના થાળ આવ્યા. બાદશાહે જોયું કે ગવૈયો ખાલી હાથે છે. સિતાર તો લાવ્યો નથી એટલે તરત બાદશાહ બોલ્યા- “તારી સિતાર ક્યાં છે, સાથે કેમ નથી લાવ્યો ?'

 

બીરબલને ખાત્રી હતી કે બાદશાહ આ સવાલ પૂછશે જ. એટલે એણે જવાબ હરિજનને શિખવી દીધો હતો. બીરબલના શિખવ્યા પ્રમાણે હરિજન જરા પણ ખચકાયા વગર બોલ્યો - બીરબલે મને અહીં ખાણામાં સામેલ થવાનું કહ્યું હતું. મારી સિતાર તો કશું જમતી નથી તો પછી એને શા માટે સાથે લાવું?” બાદશાહ આ જવાબથી ખુશ થઈ ગયા.

 

હરિજન પણ બીરબલની બુદ્ધિને માની ગયો.


READ (૧૬) આઠ આઠના બે CLICK HERE

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ