header

CrPC ,પ્રકરણ 1 પ્રારંભિક (કલમ 1 થી 5),Chapter 1 Preliminary (Sections 1 to 5)

 
ોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973
criminal procedure code 1973
કુલ પ્રકરણ:- 37
કુલ કલમો :-484
અમલ:- 1 એપ્રિલ, 1974

 


પ્રકરણ 1
પ્રારંભિક
(કલમ 1 થી 5)

CrPC ARTICLE 1.

-આ અધિનિયમ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ - 1973 કહેવાશે અને તે સમગ્ર ભારતને લાગુ પડશે.

CrPC ARTICLE 2.

 

વ્યાખ્યાઓ :

 

[A] જામી ની ગુનો: 

પ્રથમ અનુસૂચિમાં જામીન લઈ શકાય એવા ગુના તરીકે દશર્વિલો અથવા તે સમયે અમલમાં હોય એવા બીજા કોઈ કાયદાની રૂએ જામીન લઈ શકાય તેવો ગુનો. જે ગુનો બિનજામીની નથી તે જામીની ગુનો ગણાશે.

 

[B] તહોમત :

 જ્યાં તહોમતમાં એક કરતાં વધુ સદર હોય ત્યાં તહોમતના કોઈ પણ સદરનો સમાવેશ થાય છે. તહોમતને અંગ્રેજીમાં ‘Charge' કહે છે.

 

[C] પોલીસ અધિકારનો ગુનો :

 આ અધિનિયમની પ્રથમ અનુસૂચિ કે જે તે સમયમાં અમલમાં હોય તે કાયદા હેઠળ, પોલીસી અધિકારી જે ગુનામાં વગર વોરંટે ધરપકડ કરી શકે તેવા ગુનાને પોલીસ અધિકાર ક્ષેત્રનો ગુનો કહે છે. આ ગુનાને ‘નિગૃહણીય ગુનો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને ‘Congnizable offence' કહેવામાં આવે છે. ?

 

[D] ફરિયાદઃ 

એટલે જાણીતી કે અજાણ વ્યક્તિએ અમુક ગુનો કર્યો છે તેવો મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરવામાં આવતો મૌખિકકે લેખિત આક્ષેપ જેથી મેજિસ્ટ્રેટ યોગ્ય પગલાં લઈ શકે.

• ફરિયાદ મૌખિક કે લેખિત બંને હોઈ શકે.

 • ફરિયાદ ઈ. માધ્યમો દ્વારા પણ કરી શકાય છે.

 • ફરિયાદ જ્ઞાત અને અજ્ઞાત એમ બંને વ્યક્તિની વિરુદ્ધ કરી શકાય છે.

 

પોલીસ રિપોટ/અહેવાલ એ ફરિયાદ નથી, પરંતુ પોલીસ તપાસ પછી એવું જણાય કે તે ગુનો પોલીસ અધિકાર ક્ષેત્ર બહારનો છે ત્યારે પોલીસે કરેલ રિપોર્ટ અહેવાલને ફરિયાદ ગણી લેવાની રહેશે અને તે રિપોર્ટ/અહેવાલ કરનાર પોલીસ અધિકારી ફરિયાદી ગણાશે.

 

[E] “ઉચ્ચ ન્યાયાલય' (હાઈકોર્ટ) એટલે....

(1) કોઈ પણ રાજ્યના સંબંધમાં તે રાજ્ય માટેની ઉચ્ચ ન્યાયાલય;

 (2) રાજ્ય માટેની હાઈકોર્ટનીહકુમત કાયદાથી જે સંઘ રાજ્યક્ષેત્ર સુધી વિસ્તારેલ હોય તે રાજ્ય ક્ષેત્રના સંબંધમાંતે હાઈકોર્ટ;

(3) બીજા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના સંબંધમાં ભારતની સર્વોચ્ચ ન્યાયાલય સિવાયની તે રાજ્ય ક્ષેત્ર માટેની ફોજદારી અપીલમાટેની સૌથી ઉપલી અદાલત,

 

[F]ભારત :

આ અધિનિયમ લાગુ પડે છે તે રાજ્યક્ષેત્રો.

[G] તપાસ :

 આ અધિનિયમ હેઠળ કોઈ મેજિસ્ટ્રેટ અથવા કોર્ટ ચલાવેલીઇન્સાફી કાર્યવાહી સિવાયની દરેક તપાસ. આ તપાસને ન્યાયિક તપાસ કહેવામાં આવે છે.

[H] પોલીસ-તપાસ : 

કોઈ પોલીસ અધિકારીએ અથવા (મેજિસ્ટ્રેટ સિવાયની) તે અર્થે મેજિસ્ટ્રેટે જેને અધિકાર આપ્યો હોય તે વ્યક્તિએ આ અધિનિયમ હેઠળ પુરાવા એકઠાં કરવા માટે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે અને પોલીસ અન્વેષણ' કહેવામાં આવે છે. આ તપાસ પૂર્ણ થયા બાદ જ સુનવણી શરૂ થાય છે.

 

[i] ન્યાયિક કાર્યવાહી : 

જે કાર્યવાહી દરમિયાન કાયદેસર રીતે સોગંદ ઉપર પુરાવો લેવામાં આવે અથવા લઈ શકાય તેવી કાર્યવાહીને ન્યાયિક કાર્યવાહી કહે છે,

 

[J] સ્થાનિક હકુમત :

 સ્થાનિક વિસ્તારમાં જે કોર્ટ કે મેજિસ્ટ્રેટ આ અધિનિયમ હેઠળની પોતાની તમામ કે અંશત: સત્તા વાપરીશકે તે સ્થાનિક વિસ્તાર, આ ઉપરાંત રાજ્ય સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરીને કોઈ ભાગનો સમાવેશ કરી શકે છે.

[K] મેટ્રોપોલિટન વિસ્તાર :

 આ અધિનિયમનીક્લમ 8 અનુસાર મેટ્રોપોલિટન વિસ્તાર તરીકે જાહેર થયેલ અથવા જાહેર થયેલગણાતો વિસ્તાર.

 [L] પોલીસ અધિકાર બહારનો ગુનો :

 એવા પ્રકારના ગુના જેમાં પોલીસ અધિકારી વગર વોરન્ટ ધરપકડ ન કરી શકે. આ પ્રકારના ગુનામાં ધરપકડ કરવા માટે પોલીસ વોરન્ટની જરૂર રહે છે. આ ગુનાનેઅનિગૃહણીય ગુનો/કેસ કહેવામાં આવે છે. જેને અંગ્રેજીમાં 'Non-cognizable offence' કહે છે.

[M] જાહેરનામું:

જાહેરનામું એટલે રાજપત્ર (ગેઝેટ)માં પ્રસિદ્ધ થયેલું જાહેરનામું.

[N] ગુનો :

 જે તે સમયે અમલમાં હોય તે કાયદાથી સજાને પાત્ર ઠરાવેલું કોઈ પણ કૃત્ય કે કાર્યલોપ અને તેમાં ‘ઢોર અપપ્રવેશ અધિનિયમ, 1871'ની કલમ 20 હેઠળ જેના સંબંધમાં ફરિયાદ કરી શકાય તેવા કોઈ પણ કૃત્યનો સમાવેશ થાય છે.

[O] પોલીસ સ્ટેશનના ઇનચાર્જ અધિકારી :

 પોલીસ સ્ટેશને હાજર ના હોય એવા અથવા બીમારીના કે બીજા કારણે પોતાની ફરજ બજાવી શકે એમ ન હોય ત્યારે સ્ટેશને હાજર હોય તેવા તે અધિકારીનો અથવા રાજ્ય સરકાર જણાવે ત્યારે તે રીતે હાજર હોય તે બીજા કોઈ પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે.

[P] જગ્યા :

 જગ્યામાં ઘર, ઇમારત, તંબુ, વાહન અને જલયાન (પાણીમાંનું વહાણ)નો પણ સમાવેશ થાય છે.

 

[Q] વકીલ/પ્લીડર : 

જે તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદા હેઠળ એવી કોર્ટમાં વકીલાત કરવા માટે અધિકૃત વકીલ અને તેમાં કોર્ટની પરવાનગીથી આવી કાર્યવાહીમાં કામ કરવા નિમાયેલ અન્ય વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. પ્લીડર એ એક બહોળો અર્થ ધરાવે છે. વકીલનો સમાવેશ પ્લીડરમાં થઈ જાય છે. કાર્યવાહીના સંબંધમાં કોર્ટમાં ઉપસ્થિત થઈ શકે તેવી લાયકાત ધરાવનારને વકીલ કહી શકાય.

[R] પોલીસ રિપોર્ટ/અહેવાલ :

 આ અધિનિયમની કલમ 173ની પેટા-કલમ (2) હેઠળ મેજિસ્ટ્રેટને મળેલ પોલીસ અધિકારીએમોકલેલ રિપોર્ટ/અહેવાલ.

 

[S] પોલીસ સ્ટેશન : 

રાજ્ય સરકારે સામાન્ય રીતે અથવા ખાસ કરીને પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરેલું સ્થળ અથવા મથક જેમાં રાજ્ય સરકારે નિર્દિષ્ટ સ્થાનિક વિસ્તારનો પણ સમાવેશ થાય છે.

[T] ઠરાવેલુંઃ

 આ અધિનિયમ હેઠળ ઠરાવેલાનિયમોથી ઠરાવેલું.

 

[U] પબ્લિક પ્રોસિક્યુટર (સરકારી વકીલ) (લોકાભિયોજક) : 

આ અધિનિયમની કલમ 24 હેઠળ નિમાયેલ વ્યક્તિ અને તેમાં જણાવેલ સૂચનાઓ મુજબ કોઈ કામ કરનાર વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જિલ્લા મેજિસ્ટ્રેટ, સેશન્સ જજ સાથે મસલત કરીને જિલ્લા માટે પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક થવા યોગ્ય હોય તેવા નામોની યાદી તૈયાર કરશે.

 

[V]પેટા-વિભાગ :

 પેટા-વિભાગ એટલે કોઈ જિલ્લાનો પેટા-વિભાગ.

 

[W] સમન્સ કેસઃ

વોરન્ટ કેસ ન હોય તેવા ગુના સંબંધિત કેસ સમન્સ કેસ કહેવાશે. સામાન્ય રીતે 2 વર્ષ સુધીની સજાવાળાકેસો સમન્સ કેસો હોય છે.

[W-a] ભોગ બનેલી વ્યક્તિ :

 આરોપીના કાર્ય કે કાર્યલોપથી જે વ્યક્તિને નુકસાન થયું છે કે ઇજા થઈ છે તે વ્યક્તિ. તેણીના વાલી અથવા કાનૂની વારસદારોને ભોગ બનેલી વ્યક્તિ કહેવામાં આવશે.

(X) વોરન્ટ કેસ :

 મૃત્યુદંડ, આજીવન કેદ/જનમટીપ અથવા બે વર્ષથી વધુ મુદતની કેદની સજાને પાત્ર કેસોનેવોરન્ટકેસોહેવાય છે.

 

[Y] આ અધિનિયમમાં જે શબ્દોનું અર્થઘટન આપવામાં આવેલ ન હોય તેની સાથે ભારતીય દંડસંહિતા, 1860 અનુસાર કરવો.

CrPC ARTICLE 3.

આ અધિનિયમમાં મેજિસ્ટ્રેટ એટલે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ, પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ વગેરે થશે,

CrPC ARTICLE 4.

ભારતના ફોજદારી અધિનિયમ અને બીજા કાયદા હેઠળના ગુનાઓની ન્યાયિક કાર્યવાહી હવે પછીથી કરેલી જોગવાઈઓ અનુસાર થશે.

CrPC ARTICLE 5.

આ અધિનિયમના કોઈ મજકૂરથી વિરુદ્ધ જોગવાઈ ન હોય તો કોઈ ખાસ કે સ્થાનિક કાયદાને એ બાધ આવશે નહીં,

 

download pdf click here



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ