માઁ એક તારો આધાર
આઈ (માઁ) મને તારો છે એક આધાર ...
તારો છે એક આધાર (ભેળીયા વાળી ) માંડી મને તારો છે .....
રોજ (નીત) ઊઠી ને સમરુ માઁ જપુ તારા જાપ.
ધરમ કેરો રસ્તો ભુલુ તો સાચો રસ્તો બતાવજે તુ બાય.
માઁ મને તારો છે..........
કૃપા એવી કરજે માઁ તુ મુજ પર એક વાર.
સ્મરણ તમારુ રાત દીવસ વિસરૂ નહી કોઇ વાર..
માઁ
મને તારો છે ..........
અણસમજ અમે આવીએ માડી આશીષ લેવા તારે દ્રાર.
માડી તમે મહેર કરી સમજણ આપો તારણહાર.
માઁ
મને તારો છે.......
માઁ ક્યાં જુએ વિચારી ને કરતાં ખોટા કામ.
તમે સૌને જુઓ છતાં માડી માફ તમે કરનાર..
માઁ
મને તારો છે.....
સુખ આવેને યાદ ના આવે માડી દિ’મા એક વાર.
દુ:ખમા માડી યાદ કરીએ દિ’મા સો સો વાર.
માઁ
મને તારો છે....
0 ટિપ્પણીઓ
Please do not share links in comment