header

જીવરામ જોષી,Jivaram Joshi

 
જીવરામ જોષી

 
(. ૬ જુલાઈ, ૧૯૦૫, ગરણી, જિ. અમરેલી; . ૨૭ અમદાવાદ)
 

બાળસાહિત્યકાર જીવરામ જોષી





                        તેમના પિતાનું નામ ભવાનીશંકર દયારામ જોષી, માતાનું નામ સંતોકબા. નાનપણમાં પિતાનું અવસાન. મોટાભાઈની પાછળ પાછળ અમદાવાદ આવ્યા અને કામે વળગ્યા. નાનપણથી લખવાવાંચવાનો શોખ. દોલતખાનાની શાળામાં ભણતા હતા ત્યારે ત્યાંના હસ્તલિખિત અંકનું કામ તેમણે સરસ રીતે સંભાળ્યું. પછી પ્રસિદ્ધ સર્જક રામનારાયણ  વિ. પાઠકના ઘરે રહ્યા. ઘરકામ કરે, રસોઈ કરે અને ભણે. મોટાભાઈને લીધે ગાંધીજી સાથે મેળાપ થયો. તેઓ એક સારા વાચક હતા. બારીન્દ્ર ઘોષના ક્રાંતિકારી વિચારોવાળા પુસ્તકનો ગાઢ પ્રભાવ તેમના પર પડ્યો. ક્રાંતિકારી દળમાં જોડાવાની ઇચ્છા થઈ. ગુજરાતમાં એવું કોઈ સ્થળ નહોતું, તેથી પારો પૈસા ન હોવાથી પગપાળા તેઓ કાશી પહોંચ્યા. સંસ્કૃત પાઠશાળામાં ભણ્યા, પારંગત થયા. દરમિયાન સંન્યાસી સત્યાનંદ સાથે મેળાપ થયો અને તેમનું ક્રાંતિકારી થવાનું સપનું ફળ્યું. ડરવાનું તો તેમના લોહીમાં જ નહોતું. પોલીસથી છટકતા જ રહ્યા. પણ એક વાર પકડાયા, જેલવાસ થયો. તેમની સાચી રજૂઆતથી જેલમાં બધાંને સારો ખોરાક મળવા લાગ્યો. જેલમાંથી છૂટ્યા પણ ફરી પકડાય નહીં તે માટે તેઓ હિમાલય ભણી નીકળી ગયા ને છેક ભારત-નેપાળની સીમા સુધી પહોંચ્યા. દરમિયાન બાબુ શ્રીપ્રકાશ નામના શિક્ષકે તેમને મુંબઈ મોકલ્યા. ત્યાં સ્વમાની જીવરામભાઈને ગોઠ્યું નહીં ને વતન પણ પાછા આવ્યા.



                    તે પછી તેઓ મોતીભાઈ અમીનને મળ્યા. તેમના કહેવાથી તેમણે બાળસાહિત્ય સર્વસંગ્રહની પુરવણીનું મહત્ત્વનું કામ કર્યું : ગિજુભાઈએ ૧૯૩૨ સુધીના બાળસાહિત્યની માહિતીસભર સૂચિ બનાવી હતી. જીવરામભાઈએ એ કામ આગળ ધપાવ્યું અને ઈ.. ૧૯૩૬ સુધીની સૂચિ તૈયાર કરી.



                    મોતીભાઈની પ્રેરણાથી તેમણે બાળસાહિત્યલેખનની શરૂઆત કરી. જ્ઞાન, ગમ્મત અને બોધ આપે તેવું સાહિત્ય લખી બાળકોને રસતરબોળ કરવાં એવી તેમની ઇચ્છા હતી. તેમની પાસેથી બાળસાહિત્યનાં ૫૦૦થીયે વધુ પુસ્તકો મળ્યાં છે. તેમણે બાળકો માટે વાર્તા, નવલકથા, નાટક, પ્રવાસ, સંસ્મરણ વગેરે સાહિત્યપ્રકારોનું સભાનતાપૂર્વક સર્જન કર્યું છે. બાળકો સમજી શકે તેવા સરળ વિચારો સરળ શબ્દો અને સરળ વાક્યોમાં આકર્ષક રીતે રજૂ કરવા જોઈએ એવી તેમની માન્યતા. તે પ્રમાણે તેમણે લેખન કર્યું છે. બોલચાલની ભાષામાં કથાનક રજૂ કરવાની તેમની આગવી વિશિષ્ટતા હતી. ‘ગાંડીવ’, ‘રમકડુંવગેરેમાં તેઓ નિયમિત રીતે બાળકો માટે લખતા. થોડા સમય બાદ ગુજરાત સમાચાર'માં બાકિશોરો માટે બાળતરંગનામનો વિભાગ તેમણે શરૂ કર્યો. એ ખૂબ લોકપ્રિય થયો. ૧૯૫૨માં એના પરિણામ રૂપે બાળકો માટે સ્વતંત્ર સાપ્તાહિક ઝગમગતેમના સંપાદન હેઠળ શરૂ થયું. તેને ઘણી સફળતા સાંપડી. ૧૯૫૮માં તેમણે ઝગમગછોડ્યું; પણ આ સાપ્તાહિક નિમિત્તે મિયાં ફૂસકી, તભા ભટ્ટ ઉપરાંત છકો-મકો, છેલ-છબો, અડૂકિયો-દડૂકિયો, માનસેન સાહસી જેવાં અનેક બાળપ્રિય પાત્રો તેમણે રમતાં કરી દીધાં. આ પછી તેમણે રસરંજન’, ‘રસવિનોદ', ‘છુક છુક' વગેરે સામયિકોમાં લેખન-કાર્ય કર્યું. તેમનાં આ પાત્રોને જીવંત કરવામાં ચિત્રકાર ચંદ્ર ત્રિવેદી, શિવ પંડ્યા, રજની વ્યાસ વગેરેનો મૂલ્યવાન ફાળો રહ્યો છે. તેમણે યુવાવસ્થાથી જ નક્કી કર્યું હતું કે લખવું તો બાળસાહિત્ય જ લખવું અને છેલ્લા શ્વાસ સુધી એમણે એમ જ કર્યું. તેમની અડૂકિયો-દડૂકિયો ને મિયાં-ફૂસકી જેવાં પાત્રોની કથા પરથી નાટકો ભજવાયાં ને તે લોકપ્રિય પણ થયાં છે. એમાં નિર્માણદિગ્દર્શન એમના પુત્ર ભાર્ગવ જોષીનું હોય છે.

 


                     તેઓ જ્યારે કાશીમાં રહેતા હતા ત્યારે એક  ઘોડાગાડીવાળા સાથે તેમને ઓળખાણ હતી. એ ઘોડાગાડીવાળો આનંદી અને મજાકિયો હોવા ઉપરાંત ઘણી ડંફાસો મારનારો હતો. તેના ઉપરથી તેમણે ગુજરાતી બાળસાહિત્યના ચિરંજીવ પાત્ર મિયા ફૂસકી'ની રચના કરી. ‘અમે કોણ ? મિયાં ફુસકી ! સિપાઈ બચ્ચા!' એમ કહી બાળકોમાં એક પ્રકારની ઉત્તેજના ઊભી કરનાર મિર્યા અનેક પ્રકારની ડેફાંસો મારે છે અને આકસ્મિક રીતે એ ડંફાસો સાચીર્ય પ છે. વાળ વગરનું માથું, નાનકડી દાઢી, ગોળ ગોળ ચકરવકર થતી આંખો ને ડરતા હોય છતાંય નીર અને પરાક્રમી હોય તેવી રીતે વાત કરતા ઇફાસ મારતા મિયાં ફૂસકી' અનેક પ્રકાશકો અને પ્રકાશનસંસ્થાઓ દ્વારા અવારનવાર, જરાતરા ફેરફાર સાથે અવતાર પામતા રહ્યા છે. આ મિર્યા સકી સાથે પછી તો અમુબીબી, તભા ભટ્ટ, ભટાણી જેવાં અનેક પાત્રો ઉમેરાયાં ને જીવરામ જોષી પાસેથી તેમની અનેક વાર્તાઓ મળી.

 


                        આ સિવાય તેમની પાસેથી વિપુલ બાળસાહિત્ય પ્રાપ્ત થયું છે. ‘છકો અને મકો' (૧૯૫૦, -૧૦)માં ચાતુરી, વિનોદ અને વ્યવહારુ ડહાપણની રસભરી વાર્તાઓ છે. ‘છેલ અને છબો'(-૧૦, ૧૯૫૪૬૦)માં ટારઝનની જેમ એ બે પાત્રોએ કરેલાં પરાક્રમોની વાર્તાઓ છે. એવાં જ બીજાં બાળપ્રિય પાત્રો તે અડૂકિયો-દડૂકિયો છે, જે ૧૯૫૩-૫૬માં મળ્યાં. ‘માનસેન સાહસી'(૧૯૫૪)માં માનસેને પોતાના મોટાભાઈ સાથે શ્રીલંકાની સફરે જતાં જે દરિયાઈ અને જંગલનાં સાહસો ખેડ્યાં તેની કથા છે. તેમની અન્ય પાત્રપ્રધાન કથાઓમાં રાણી ચતુરા અને રાજા વિક્રમઅને વાહ રંગલાકથા-શ્રેણીનો સમાવેશ થાય છે. તેમાં હાસ્યચાતુરીનું મિશ્રણ છે. ‘ગુલુ સરદારઅને રઘુ સરદારએ તેમની પાત્રપ્રધાન લાંબી કથાઓ છે. -

 


                    વળી તેમની પાસેથી પૌરાણિક-ઐતિહાસિક પાત્રોની કથાઓ પણ મળી છે. તેમની પાસેથી ચિત્રવાર્તા ગ્રંથાવલિ' (-) જેવું કેટલુંક શિશુસાહિત્ય પણ મળ્યું છે. તેમાં અડૂકિયોદડૂકિયો’, ‘મિયાં ફૂસકી', 'બાદશાહ હારુન અલ રશીદવગેરેની કથાઓ ચિત્રો દ્વારા રજૂ થઈ છે. આ ઉપરાંત બાલબંધુ ગ્રંથમાળા’(-), ‘વિનોદ ગ્રંથમાળા’ (-), ‘સંદેશ બાલસાથી ગ્રંથમાળા’ (-), ‘નવરસ વાર્તાવલિ' (-૧૦), ‘આનંદ વાર્તાવલિ' (-) વગેરે હાસ્ય અને ચાતુર્યના મિશ્રણવાળી અનેક બાળકિશોરભોગ્ય કથાઓ તેમણે આપી છે. ‘લોકકથા વાર્તાવલિ' (-) આમ તો મોટાઓ માટે છે, પણ તેમાં કેટલીક કથાઓ બાળકો માણે તે રીતે રજૂ થઈ છે.

 


                        બુદ્ધિની પોથી’ (૧૯૫૪) – એ બુદ્ધિચાતુર્યની સુંદર કથા હોવા સાથે બોધકથા પણ છે. તેમણે શૌર્યકથાઓ અને શિકારકથાઓ પણ આપી છે; દા.., ‘શિકારિકાઅને ચિત્તાનો શિકાર’, ‘સાગર ચાંચિયાઅને ઘોર સાગર' – એ દરિયાઈ સાહસની કથાઓ છે. ‘શૌર્યચાતુરી વાર્તાવલિ’(૧૯૭૦)ના E ભાગમાં શૌર્યકથાઓ ઉપરાંત ચાતુરીકથાઓ, ઐતિહાસિક તથા પૌરાણિક કથાઓ પણ છે. વળી તેમની પાસેથી સુબોધમાળા’, ‘સુબોધ ગ્રંથાવલિ', ‘પ્રેરક પ્રસંગવાર્તાવલિ' વગેરે મળી છે. ‘ચરિત્ર વાર્તાવલિ'(-૨૦)માં વિવિધ દેશોની મહાન વ્યક્તિઓની શક્તિ અને સિદ્ધિઓને ઉજાગર કરતા પ્રસંગો નાની નાની વાર્તાઓ રૂપે રજૂ થયા છે. એ રીતે ૭૦થી ૮૦ જેટલા મહાનુભાવોનો અછડતો પરિચય બાળકોને મળે છે. ‘આકાશી ફૂલતેમની કલ્પનાકથા છે.

 


                        ગુજરાતી બાળસાહિત્યમાં જીવરામ જોષીનું કાર્ય સાતત્ય, વિપુલતા અને મૌલિકતાની દૃષ્ટિએ સૌનું ધ્યાન ખેંચે તેવું છે. તેમાંય વીસમી સદીનો પાંચમોછઠ્ઠો દાયકો તો તેમનો જ; એટલે કે તેમણે રચેલા ચિરંજીવ પાત્ર મિયાં ફુસકીનો હતો એમ પણ કેટલાક માને છે. બાળકો માટે જ લખવાનું ધ્યેય હોવાથી તેમણે શીલ, શૌર્ય, સાહસ, ચાતુર્ય અને હાસ્યને લગતી વસ્તુસામગ્રીને તેમની વાર્તાઓમાં પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતી સાહિત્યમાં તેઓ એક અગ્રણી બાળપ્રિય સાહિત્યકાર તરીકે સ્થાન-માન ધરાવે છે.


READ જશવંત ઠાકર,Jaswant Thacker






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ