header

ગુજરાતરાજ્યના જિલ્લાઓની સફરે (અમદાવાદ)(A trip to the districts of Gujarat)

ગુજરાતરાજ્યના જિલ્લાઓની સફરે



( 1 ) અમદાવાદ જિલ્લો

1.      અમદાવાદ : જિલ્લાનું મુખ્ય મથક છે . સાબરમતી નદીના કિનારે ખાંટ રાજા આશાભીલનું ગામ આશાવલ ( આશાવલ્લી ) , કર્ણદેવસોલંકીએ અહીં મહત્ત્વનું નગર વિસ્તાર્યું , જે ' કર્ણાવતી ' કહેવાયું . 14 મી સદીમાં ગુજરાતમાં રાજપૂતસત્તાનો અંત આવ્યો , 1 એપ્રિલ , 1411 ના રોજ સુલતાન અહમદશાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી અને ભવ્ય ઇમારતોથીશહેરની શોભા વધારી . ભદ્રનો કિલ્લો , ગાયકવાડની હવેલી , ત્રણ દરવાજા , જામા મસ્જિદ , બાદશાહનો હજીરો , રાણીનો હજીરો , ઝકરિયા મસ્જિદ , કુતુબુદીનશાહની મસ્જિદ , સારંગપુરની મસ્જિદ , રાણી રૂપમતીની મસ્જિદ , રાણી સિપ્રીની મસ્જિદ , સીદીસૈયદની જાળી , આઝમખાનનો રોજો , દરિયાખાનનોઘુમ્મટ , અહમદશાહની મસ્જિદ વગેરે મુસ્લિમ સ્થાપત્યો જોવાલાયક છે . મહંમદ બેગડાએ નગર ફરતો કોટ બનાવી તેને બાર દરવાજા મૂક્યા . કુતુબુદ્દીનેબંધાવેલાહોજેકુતુબ ’ ( કાંકરિયા તળાવ ) ની ગણના ભારતનાં મોટાં નગર તળાવોમાં થાય છે . શાહજહાંએબંધાવેલોશાહીબાગ અને મહેલ વિખ્યાત છે

. મુઘલ સામ્રાજ્ય દરમિયાન કાળુપુર ટંકશાળમાં સિક્કાઓ બનતા હતા . દિલ્લી દરવાજા બહારનું હઠીસિંગનું જિનાલય અને સરસપુરનુંચિંતામણીનું દેરું , ઝવેરીવાડનુંપાર્શ્વનાથનું દેરાસર કલાનો અદ્ભુત નમૂનો છે . કામનાથ મહાદેવ , ભીમનાથ મહાદેવ , નગરદેવી મા ભદ્રકાળીનું મંદિર , સ્વામિનારાયણસંપ્રદાયનાં મંદિરો , વૈષ્ણવોની હવેલી , અંબાજી , રણછોડજી , શ્રીકૃષ્ણ અને રામનાં અનેક મંદિરો છે 

.નગરદેવતાજગન્નાથજીનું ભવ્ય મંદિર છે . અષાઢ સુદ બીજના દિવસે અહીંથી રથયાત્રા નીકળે છે . ઝૂલતામિનારા , દરિયાખાનનોઘુમ્મટ , ચંડોળા તળાવ , ગીતા મંદિર , સરદાર પટેલ મ્યુઝિયમ , કાંકરિયાબાલવાટિકા અને પ્રાણી સંગ્રહાલય , પતંગ હૉટેલ , સાબરમતી આશ્રમ ( ગાંધીઆશ્રમ ) , કોચરબ આશ્રમ , શાહ આલમનો રોજો , સુંદરવન , સાયન્સ સિટી આઈ - મૅક્સ થિયેટર , મલ્ટિપ્લેક્સથિયેટરો , મૉલ વગેરે અમદાવાદનાં જોવાલાયક સ્થળો છે .

આ ઉપરાંત દાદા હરિની વાવ , માનવમંદિર , સારંગપુરનું વૈષ્ણવ મંદિર , ભાવનિર્ઝરનુંયોગેશ્વર મંદિર , ચિન્મય મિશન , ઇસ્કોન મંદિર , ગુરુદ્વારા , ભાગવત વિદ્યાપીઠ અને કૃષ્ણમંદિર જોવાલાયક છે . લૉ ગાર્ડન , તિલકબાગ , સરદારબાગ , સૌરભ ગાર્ડન , પરિમલ ગાર્ડન , ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર ( વસ્ત્રાપુર ) વગેરે અમદાવાદનાં જાહેર ઉઘાનો છે . ધી સ્પેસ ઍપ્લિકેશન સેન્ટર , અટીરા , ધી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી , ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર , નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફડિઝાઇન , કેલિકો કાપડ સંગ્રહાલય , પ્રેયસલોકકલા સંગ્રહાલય , સંસ્કાર કેન્દ્ર , નિરમા યુનિવર્સિટી , ગુજરાતયુનિવર્સિટી વગેરે કેન્દ્રોઅમદાવાદને ગૌરવ બક્ષે છે . સાબરમતી નદી પર તોરણ બાંધ્યા હોય તેવા દસ પુલોબંધાયા છે 

. સાબરમતી રિવરફ્રન્ટ યોજના અમદાવાદ શહેરનાસૌંદર્યમાં વધારો કરે છે  . એક જમાનામાં ભારતનું માંચેસ્ટર ગણાતું આ ઐતિહાસિક શહેર પ્રગતિશીલ વેપાર , ધંધા અને કુનેહ માટે જાણીતું છે

રાજપથ ' અને ' કર્ણાવતીજેવીક્લબો , એકજઇમારતમાંચાર - છ થિયેટરો , શોપિંગ , બુર્કશોપ , રેસ્ટોરન્ટ વગેરે સુવિધાઓ વિકસી છે . અમદાવાદના આશ્રમ રોડ અને સી.જે. ( ચીમનલાલગિરધરદાસ ) રોડ અદ્યતન માર્ગો ગણાય છે ,

 2. સરખેજ : અમદાવાદથી નજીક સરખેજ ગામમાં મેહમુદગળા અને તેના શાહજાદાઓનીમઝાર છે . નજીકમાં મહમદ મેહમુદનીબેગમનો રોજો તેમજ સુલતાન અહમદશાહના ગુરુ અહમદશાહખટુગંજબક્ષનો રોજો તથા મસ્જિદ છે . અહીં મોટું તળાવ પણ છે .

 . લાંભા : બળિયાદેવનું ભવ્ય મંદિર છે .

 4. ધોળકામીનળદેવીએબંધાવેલુંમલાવ તળાવ અહીં છે . પાંડવોની શાળા , ભીમનું રસોડું , સિદ્ધનાય મહાદેવ વગેરે પુરાત્રીજગાઓ છે , જામળ અને દાડમની વાડીઓ માટે જાણીતું છે .

 5. ગણેશપુરા ભગવાન શ્રી ગણેશનું ભવ્ય મંદિર છે .

 6. માંડલરાવલકુટુંબનાકુળદેવીખંભલાયમાતાજીનું ભવ્ય મંદિર છે . મંદિરમાં સુવર્ણમઢમાંમાતાજીની મૂર્તિ બિરાજમાન છે . ગામના તળાવની મધ્યમાં પ્રાગટ્યસ્થાને વિશાળ મંદિર બાંધવામાં આવ્યું છે . અતિથિગૃહ અને ભોજનાલયના કારણે દર પુનમે અનેક શ્રદ્ધાળુઓ અહીં આવે છે .

 7. વીરમગામ : મીનળદેવીએબંધાવેલુંમુનસર અને ગંગ વણઝારાએબંધાવેલુંગંગાસર તળાવ અહીં આવેલાં છે .

8. નળ સરોવરઃ 120.82 ચો કિમી વિસ્તારમાં ફેલાયેલા આ અભયારણ્યમાંશિયાળાની ઋતુમાં સ્થળાંતરીયપક્ષીઓ જેવાં ૩ બગલાઓ , પેલિકેન , ફ્લામિન્ગો , સારસકુંજ , રાજહંસ વગેરે પ્રવાસીઓને આકર્ષે છે .

 9. લોથલ : સિંધુ સંસ્કૃતિના સમયનું બંદર હતું . અહીંથી બારું , નગર , ભઠ્ઠી , ગટરવ્યવસ્થા , હાડપિંજરો , અલંકારો , સ્મશાન વગેરે મળ્યાં છે .

 10. વૌઠા સાત નદીઓનું સંગમસ્થાન છે . કાર્તિકી પૂર્ણિમાએ મોકો મેળો ભરાય છે

ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીઓ


વોટ્સેપ ગ્રુપમા જોડાઓ


Download pdf file click here

...................................................................................................

 


ગુજરાત રાજ્યમા આવેલા ગ્રંથાલયો


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ