ગુજરાતરાજ્યના જિલ્લાઓની સફરે
સુરત જિલ્લો
1.સુરત જિલ્લાનું મુખ્ય મથક છે . ભારતનું સૌથી ઝડપી વિકાસ પામતું અને ' હીરા ઉદ્યોગ’ના પાટનગર તરીકે જાણીતું શહેરતાપીનદીપરવસેલુંસુરતસ્વપ્નશીલો , સહેલાણીઓ , સુધારકાઅનેસંસ્કૃતિપ્રેમીઓનુંશહેરછે .
વીર નર્મદનું નિવાસસ્થાન ' પ્રતિમા ' અહીં છે . માનવસર્જિતયાર્નનુંએશિયામાં સૌથી મોટું માર્કેટ સુરતમાં છે . એશિયામાં સૌપ્રથમ રિવાલ્ડિંગરેસ્ટોરન્ટ સુરતમાં બની છે . મુગલ સરાઈ , ચિંતામીપાર્શ્વનાથનું દેરાસર , નેહરુ બાગ વગેરે અહીંનાં દર્શનીય સ્થળો છે . અહીં પ્રતિવર્ષ નગરપાલિકા ' ત્રિઅંકી ’ નાટ્યસ્પર્ધાયોજે છે .
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું વડું મથક અહીં છે . આ શહેરમાં સોના , ચાંદી , હીરા , જરી , સુતરાઉ કાપડ તેમજ હસ્તકલા કારીગરીનાઉદ્યોગો વિકાસ પામ્યાં છે .
2. ડુમસઃસુરતથી 15 કિમી દૂર દરિયાકિનારે આવેલું આ એક વિહારધામ છે . તાપી નદી અને દરિયાનો સંગમ ડુમસ નજીક થાય છે .
3. હજીરાસુરતથી 25 કિમી દૂર આવેલું હજીરા એના જહાજવાડા અને ખાતરસંકુલ માટે મશહૂર છે .
4. બારડોલી : આઝાદીની જંગમાં સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ ખેડૂતોએ ના - કરની અહિંસક લડતની શરૂઆત અહીંથી કરી હતી . અહીં સરદારના નિવાસસ્થાન સરદાર સ્વરાજ આશ્રમ'માં ગાંધી વિચારધારાને લગતી પ્રવૃત્તિઓ ચાલે છે .
અહીં સંખ્યાબંધ તસવીરોનું કાયમી પ્રદર્શન છે . સરદારશ્રીની પૂરા કદની પ્રભાવક પ્રતિમા અહીં છે . સહકારી ધોરણે ચાલતું ખાંડનું કારખાનું અહીં છે .
5. મઢી : અહીં ખાંડ બનાવવાનું કારખાનું આવેલું છે . મઢીની ખમણી વિખ્યાત છે .
સુરેન્દ્રનગર જિલ્લો
1. સુરેન્દ્રનગર : ભોગાવો નદીના એક કાંઠે જૂનું નગર વઢવાલ ( વર્ધમાનપુર ) અને સામે કાંઠે નવું શહેર સુરેન્દ્રનગર વસેલું છે . જિલ્લાનું આ મુખ્ય મથક છે . સુરેન્દ્રનગરનોઓદ્યોગિક વિસ્તાર કારખાનાંઓથીધબક્તો રહે છે . ઉત્તમ કોટિના કપાસ તથા સૂતરના વેપારનું મથક છે .
2. વઢવાણ : મૂળનામવર્ધમાનનગરહતું . અહીંમહાવીરસ્વામીનાચરણપડેલાછે . અહીંનુંરાણકદેવીનુંમંદિરપ્રસિદ્ધછે . વઢવાણનોગઢસિદ્ધરાજજયસિંહેબંધાવ્યોહતો . રાજાનોમહેલ , જૈનદેરાસર , સ્વામિનારાયણ મંદિર , વાઘેશ્વરી માતાનું મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે .
૩. ચોટીલા : ચોટીલાના ડુંગર પર ચામુંડા માતાનું મંદિર છે .
4. તરણેતર : અહીં દર વર્ષે ભાદરવા સુદ ચોથ , પાંચમ અને છઠના દિવસે ત્રિનેત્રેશ્વરમહાદેવના મંદિર પાસે જગપ્રસિદ્ધ મેળો ભરાય છે . હાલનું મંદિર લખપતના રાજા કરસિંહે તેમની પુત્રી કરણબાનીયાદમાંબંધાવ્યું હતું . અહીં દ્રૌપદી સ્વયંવરમાંઅર્જુને મત્સ્યવેધ કરેલો એવી લોકવાયકા છે
5. થાનગઢ : ચિનાઈ માટીના ઉદ્યોગનું ગુજરાતનું આ મોટામાં મોટું મથક છે . ચિનાઈ માટીનાં વાસણો બનાવવાનું પ્રસિદ્ધ કારખાનું ‘ પરશુરામ પોટરી ’ અહીં છે .
Downlod PDF click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment