કીડીબાઈનુ ખેતર
કીડીબાઈનું ખેતર નાનું .
ચોમાસે વાવે ને બારે માસ બેઠાં બેઠાં ખાય . જાતે ખેતી થાય નહીં . ચોમાસું આવે એટલે
મંકોડાને કહે :
‘ ‘ મંકોડાભાઈ , ખેતર
ખેડી , તો પહેરાવુંસોના તોડો . ’ ’ મંકોડાભાઈ તો જે મંડે ને ખેતર ખેડી નાખે , એટલે
કીડીબાઈચકલાને કહે :
‘ ‘ ચકલાભાઈ , વેરો ચણ ,
બાજરી દેશું પૂરી મણ .
"
" ચકલો ચાંચમાં દાણા
લાવે ને ખેતર આખું વાવી આપે . ત્યાં તો આકાશમાં વરસાદનું વાદળું દેખાય . કીડી કહે
‘ ‘ વાદળ , તું જો વરસે પાણી , બારે મહિના ઘેર ઉજાણી .
’ ’ વાદળ કીડીબાઈના
ખેતરમાં વરસે . બાજરો ઊગે ને મોટાં ભરેલાં ડૂંડાં ડોલે . ત્યાં આવે પારવેડાં કણ
ચણવા .
કીડીબાઈકહેઃ ‘ ‘ આધાં
રહેજો ઓ પારેવાં ! અનાજ પૂરું દો ઊતરવા . . પંખીડાં આઘાં રહે . કોઈ અનાજચણે નહીં .
કીડીબાઈના ખેતરમાં મજાનો
બાજરો થાય . હું વઢાય ને ખળે ઠલવાય . અનાજ છૂટુ પડાય ને ગાડાં ભરી ઘર ભેગું કરાય .
કીડીબાઈનો કોઠાર અનાજે છલકાઈજાય . કીડીબાઈદિલનાં ઉદાર .
ઉપકારનો બદલો વળે , તો જ
એમના જીવનેપ મળે , કીડીબાઈમંકોડાને બોલાવે ને કહેઃ ‘ ‘ તારી મજૂરી કાળી , બાજરાની
ભર થાળી . થાળી ભરીને મંકોડો બાજરી લઈજાય . "
" પછી આવેચકલાભાઈ .
કીડી કહે : ‘ ‘ તારી મહેનત ઘણી , ચોથા ભાગનો ધણી . ચકલાને ચોથા ભાગનો બાજરો આપી
રાજી કરે . આકાશમાં ઘેરાય વાદળું કે કીડીબાઈબોલેઃ ‘
‘ બધીતમારી દયા , સુખમાં
દિવસ ગયા . પારેવડાંને તો બારે માસ આંગણે નોતરે . ,, ચણ નાખે ને મીઠે અવાજે
ગાય ‘ ‘ પેટતમારુંઠરશે , તો સૌની મહેનત
ફળશે . ચણો પારેવાં , ચણો .
0 ટિપ્પણીઓ
Please do not share links in comment