બે સમજુ બકરીઓ
એક નદી હતી . એમાં ઘણું
પાણી હતું . એના પર સાંક્ડો પુલ હતો , પુલ પરથી એક્જ જણ જઈ શક્યું .
એક વખત પુલના એક છેડા તરફ્થી એક બકરી આવી .
પુલના બીજા છેડા તરફ્થી બીજી બકરી આવી , બન્ને બકરીઓ પુલ વચ્ચે ભેગી થઈ ગઈ .
બન્નેને એકબીજાના સામેના છેડે જવું હતું .
બકરીઓ વિચારમાં પડી .
પાછા જઈ શકાય તેમ ન હતું . એકબીજાની બાજુમાંથી પણ નીકળી શકાય તેમ ન હતું . બકરીઓ
સમજુ હતી . તે ગભરાઇ નહીં . લડી પણ નહીં . એક બકરી નીચે બેસી ગઈ .
બીજી બકરી તેના ઉપર થઈને
આગળ નીકળી ગઈ . હવે બન્ને બકરીઓ સલામત રીતે સામસામી દિશામાં આવી ગઈ .
બન્ને ને જે તરફ જવું તે
દિશામાં ચાલવા લાગી.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment