ટોપીવાળો ફેરિયો
એક ફેરિયો હતો . એક બપોરે તે જંગલમાંથી પસાર થતો
હતો . થોડીવાર આરામ કરવા ઝાડ નીચે સૂતો , પોતાનું ટોપીનું પોટલું તેણે બાજુમાં
મૂક્યું .
ઝાડ પર વાંદરા હતા .
વાંદરાઓએ ફેરિયા પાસે પડેલું ટોપીઓનું પોટલું જોયું . વાંદરાઓ નીચે આવી ,
પોટલામાંથી ટોપી કાઢી પહેરવા લાગ્યા .
થોડીવાર પછી ફેરિયો જાગ્યો . જૂએ તો ટોપીઓનું
પોટલું ખાલી ! રિયાસ વાંદરાઓને ઝાડ પર ટોપીઓ પહેરીને બેઠાં જોયા . ફેરિયાએ યુક્તિ
શોધી કાઢી , તેને ખબર હતી કે વાંદરાની જાત ભારે નકલખોર હોય છે .
ફેરિયાએ પોતાની ટોપીઓ
હાથમાં લઈ નીચે ફેંકી . આ જોઈને વાંદરાઓએ પણ પોતાની માથાની ટોપીઓ ફેંકી ફેરિયાએ
નીચે પડેલી ટોપીઓ લઈ અને બીજે ગામ ચાલ્યો ગયો .
0 ટિપ્પણીઓ
Please do not share links in comment