ગુજરાત મેળા
ગુજરાતમાં દર વર્ષે નાના - મોટા 1600 ઉપરાંત મેળાઓ યોજાય છે . આમાંથી 500 થી વધુ મેળાઓ શ્રાવણ માસમાં યોજાય છે .
સૌથી વધુ , આશરે 159 મેળાઓ સુરત જિલ્લામાં અને
સૌથી ઓછા , આશરે 7 મેળાઓ ડાંગ જિલ્લામાં યોજાય છે .
કેટલાક પ્રચલિત મેળાઓ નીચે પ્રમાણે છે
વૌઠાનો મેળો - કારતકી પૂનમના દિવસે , ગુજરાતનો સૌથી મોટો લોકમેળો , સાત નદીઓનો
સંગમ , ગધેડાંની મોટે પાયે લેવેચ થાય છે .
તરણેતરનો મેળો-ભાદરવા સુદ 4-5-6 ના રોજ ત્રિનેત્રેશ્વરમહાદેવનું મંદિર , સુંદર ભરત ભરેલી
છત્રીઓ સાથે યુવકોઘૂમતા હોય છે . દાંડિયા રાસ અને ભજન કીર્તનનું આગવું આકર્ષણ .
ભવનાથનો મેળો- ગિરનાર, શિવરાત્રિના દિવસે મહાવદતેરસ , સાધુ સંતો અને
નાગાબાવાઓનું વિશેષ આકર્ષણ .
ડાકોરનો મેળો – દર પૂનમેભરાય છે , પણ ફાગણ પૂર્ણિમા હોળી અને માણેકઠારી
પૂનમનામેળાનું વિશેષ મહત્ત્વ હોય છે
શામળાજીનો મેળો - દર પૂનમેભરાય છે .
પણ કાર્તિકીપૂર્ણિમાનામેળાનું વિશેષ મહત્ત્વ હોય છે , આદિવાસીઓ મોટી સંખ્યામાં
ઊમટી પડે છે.
સિદ્ધપુરનોકાર્તિકી પૂર્ણિમાનો મેળો સરસ્વતી નદીના પટમાંભરાય છે . ઊંટની લેવેચ
મોટે પાયે થાય છે .
અંબાજીનોભાદરવીપૂનમનો મેળો -દર પૂનમે મેળો ભરાય છે , પરંતુ ભાદરવીપૂનમનું
વિશેષ મહત્ત્વ હોય છે.
બહુચરાજીનો ચૈત્રી પૂનમનો મેળો -દર પૂનમે મેળો ભરાય છે , પરંતુ ચૈત્રી પૂનમનું
વિશેષ મહત્ત્વ હોય છે .
દ્વારકાનો જન્માષ્ટમીનો મેળો કૃષ્ણજન્મોત્સવ પ્રસંગે મેળો ભરાય છે .
પલ્લીનો મેળો - રૂપાલ આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાની પલ્લી નીકળે છે
ભરૂચનોમેઘમેળો - ભરૂચ શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડી ઝુલાવવાનો ઉત્સવ .
શુકલતીર્થનોકાર્તિકી પૂર્ણિમાનો મેળો - શુકલતીર્થ
ભાડભૂતનો મેળો , ભાડભૂતેશ્વર મંદિર .
ચૈત્રી સુદ આઠમનોપાવાગઢનો મેળો -પાવાગઢ
ગોપનાથમહાદેવનો મેળો -ગોપનાથ , શ્રાવણ મહિનાની અમાસભરાય છે .
માધવરાયનો મેળો - માધવપુર ચૈત્ર
મહિનામાં ભરાય છે .
ચિત્રવિચિત્રનો મેળો - ખેડબ્રહ્મા તાલુકાના ગુંભખેરી ગામમાં ભરાતો આદિવાસી
મેળો .
જખનો મેળો - નખત્રાણા પાસે કાકડભીઠમાં
મોટા કોટલનો મેળો - સંતરામપુર પાસે
કોટલમાંભરાતો આદિવાસી મેળો .
શાહઆલમ અને સરખેજનામેળા - અમદાવાદમાં ભરાતા મુસ્લિમ મેળા છે .
પાલીતાણાનો જૈન મેળો .
રાપર નો રવેચીમાનો મેળો .
વરાણાનોલોકમેળો , ખોડિયાર મંદિર , મહાસુદઆઠમના દિવસે .
પાલોદર નો મેળો , ચોસઠ જોગણી
માતાનામંદિરે , ફાગણ વદ અગિયારસથીતેરસ સુધી ભરાય છે . પાક અને વરસાદનાવરતારાની આગાહી
કરવામાં આવે છે .
શંખલપુર ચૈત્રી પૂનમ અને અષાઢીબીજના દિવસે મેળો ભરાયછે
દૂધરેજ નો અષાઢી બીજનો મેળો .
સોમનાથનો મેળો , કાર્તિકી પૂર્ણિમાનો મોટો મેળો ભારય છે .
ફાગવેલ , ભાથીજી મંદિર , કારતક સુદ - એકમના રોજ મોટો મેળો ભરાય છે .
ઉત્કંઠેશ્વર , ઉત્કંઠેશ્વરમહાદેવનામંદિરે , તેમજ વાત્રક નદીના પટમાંશિવરાત્રિએ
મોટો મેળો ભરાય છે .
ઝુંડનો મેળો - ચોરવાડ.
રિખવદેવનો જૈન મળો
ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ ,
જાન્યુઆરી મહિનામાં .
રણોત્સવ , કચ્છનારણપ્રદેશમાં , મોટે ભાગે ડિસેમ્બરમાં .
તાનારીરી સંગીત મહોત્સવ , વડનગર .
ડાંગ દરબાર , આહવા , આદિવાસી નૃત્ય મહોત્સવ , માર્ચ મહિનામાં .
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ , અમદાવાદ , જાન્યુઆરી મહિનામાં .
વસંતોત્સવ , સંસ્કૃતિ કુંજ , ગાંધીનગર , ફેબ્રુઆરી મહિનામાં
ગોળ ગધેડાનો મેળો , જેસવાડા ( જિ . દાહોદ )
ગોયગૌહરીનો મેળો , ગરબાડા ( જિ . દાહોદ ) , કારતક સુદ એકમ
આમલી અગિયારસનો મેળો ( જિ . દાહોદ)
..........................................................................................................
0 ટિપ્પણીઓ
Please do not share links in comment