બે બિલાડી અને વાંદરો
બે બિલાડીઓ હતી . બન્ને એક વખત ભેગી થઈ ગઈ . એક
રોટલા પર બન્નેની નજર પડી . બન્નેએ રોટલા પર તરાપ મારી , બન્ને બિલાડીઓ રોટલા માટે
અંદર અંદર લડવા લાગી .
એક વાંદરાએ આ જોયું તે બીલાડી પાસે આવ્યો .
વાંદરો કહે , ‘ લાવી , હું તમને રોટલો વહેંચી આપું . એ માટે એક ત્રાજવું જોઈશે .
વાંદરો ક્યાંકથી ત્રાજવું લઈ આવ્યો . તેણે ટોટલોના બે ટુકડા કર્યાં .
એક નાનો ને બીજો મોટો .
ત્રાજવાના પલ્લાંમાં તેણે એક એક ટુકડો મૂકયો . મોટા ટુકડાવાળું પલ્લું નીચું
નમ્યું નમેલા પલ્લામાંથી વાંદરાએ ટુકડો લીધો .
તેમાંથી તેમણે બટકું
ભર્યું . હવે બીજું ૫ લું નીચું નમ્યું . વાંદરાએ તેમાંથી પણ બટકું ભર્યું . આ
બટકાં ભરતાં ભરતાં રોટલાનો એક નાનો ટુકડો જ બાકી રહ્યો .
બાકી રહેલો નાનો ટુકડો
મોંમાં મૂકતા વાંદરો કહે . ' આતો મારી મહેનતનો છે ! ' બન્ને બિલાડીઓ હવે રોટલાની
આશા છોડીને જતી રહી .
0 ટિપ્પણીઓ
Please do not share links in comment