header

ગુજરાતનાં લોકનૃત્યો [Folk dances of Gujarat]

 ુજરાતનાં લોકનૃત્યો :

ુજરાતનાં લોકનૃત્યો :

સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય - ચોરવાડની કોળી બહેનોનું શ્રમહારી નૃત્યતેમજ ખારવણ બહેનોનું નૃત્ય ,

જાગ નૃત્ય : જ્વારાને બાજોઠ પર રાખી માથે મૂકીને જનોઈ , શ્રીમંતકે નવરાત્રિ પ્રસંગે કરવામાં આવતું નૃત્ય .

દાંડિયા રાસ : સૌરાષ્ટ્રના પુરુષો અને ખાસ કરીને મેર પુરુષોનુંનૃત્ય

 ગોફ ગુંથન રાસઃ સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું નૃત્ય જેમાં નૃત્યસાથે રંગીન દોરીની મનોહર ગૂંથણી ભરાય છે અને ઉકેલાય છે .

રાસડા : ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં સૌરાષ્ટ્રના પુરુષો દ્વાર નૃત્ય .

 તલવાર રાસઃ સૌરાષ્ટ્રની શૂરવીર કોમો હાથમાં તલવાર અને ઢાલલઈને નૃત્ય કરે છે .

હિંચનૃત્ય : ભાલ પ્રદેશ અને કાઠિયાવાડમાં ગાગર હીંચ નૃત્ય પ્રચલિત છે . લગ્ન પ્રસંગે ઢોલને તાલે હીચ નૃત્ય થાય છે . હાથમાં થાળી કે ઘડો લઈને પણ હીંચ નૃત્ય કરવામાં આવે છે .

 ભરવાડોના ડોકા અને હુડા રાસ : સૌરાષ્ટ્રના ભરવાડો હાથમાં પરોણ કે પરોણીઓ લઈને ડોકા રાસ કરે જ્યારેહુડા રાસમાં ભરવાડ અને ભરવાડણો ઢોલના તાલે સામસામા હાથના તાલ અને પગના ઠેકા વડે સંઘનૃત્ય કરે છે .

 ગરબો : નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના માટે સ્ત્રીઓ દ્વારા થતું નૃત્યગાન , સંઘનૃત્ય , જેમાપુરુષોપણ જોડાય છે . ગરબી : ગરબી મોટે ભાગે પુરુષો દ્વારા થતું સંઘનૃત્ય છે .

 પઢારોનું મંજીરા નૃત્ય : ભાલ નળકાંઠાના પઢારો દ્વારા મન્ઝિરાસુભગ તાલમેળ સાથે કરાતુ સંઘનૃત્ય .

 વણઝારાનું હોળી નૃત્ય : ગુજરાતમાં વસતા મારવાડીઓ હોળી વખતે પુરુષ ખભે મોટું મૃદંગ મૂકીને વગાડે છે અને સ્ત્રીઓ હાથમાં રૂમાલ લઈને નૃત્ય કરે છે .

ઢોલો રાણો : ગોહિલવાડ પંથકના કોળીઓ પાક ખળામાં આવે ત્યારે આ નૃત્ય કરે છે .

 મરચી નૃત્યઃ લગ્ન પ્રસંગે તુરી સમાજની બહેનો તાળી પાડ્યા વગર , હાથની અંગ ચેષ્ટાઓ દ્વારા નૃત્ય કરે છે .

 ઠાગા નૃત્યઃ ઉત્તર ગુજરાતના ઠાકોરોનું ખાસ કરીને હોળીના તહેવાર નિમિત્તે હાથમાં ધોકા અને તલવારો લઈને કરવામાં આવતું નૃત્ય .

સીદીઓનું ધમાલ નૃત્ય : મૂળ આફ્રિકાની પણ ગુજરાતમાં સ્થાયી થયેલ મુસ્લિમ સીદી લોકો આ નૃત્ય કરે છે . મુશિરા ( મોટો ઢોલ ) , ધમાલ ( નાની ઢોલકી ) અને સ્ત્રીઓનાં વાજિંત્રો ' માયમી સરાં ' સાથે આ નૃત્ય કરવામાં આવે છે .

વણઝારાનું બેડાં નૃત્ય : વારી બહેનો માટે સાત - સાથે બેડાં લઈને નૃત્ય કરે છે.

મેરાયો નૃત્ય : બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરોનું લોકનૃત્ય છે .

 રૂમાલ નૃત્ય : મહેસાણા જિલ્લાના ઠાકોરો હોળી તથા મેળાના પ્રસંગે હાથમાં રૂમાલ લઈને નૃત્ય કરે છે .

હાલી નૃત્ય : સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું લોકનૃત્ય છે .

ઘેરિયા નૃત્ય : દક્ષિણ ગુજરાતના દુબળા આદિવાસીઓનું લોકનૃત્ય છે .

પંચમહાલના ભીલોનું યુદ્ધ નૃત્ય : પંચમહાલના ભીલ જાતિના આદિવાસીઓ કરે છે . તીરકાંમઠાં , ભાલાં વગેરે હથિયારો સાથે રાખી ચિચિયારી પાડીને

આલેણી- હાલેણી નૃત્ય : વડોદરા જિલ્લાના તડવી જાતિની આદિવાસી કન્યાઓનું ઋતુનૃત્ય છે .

ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ‘ ચાળો ’ નૃત્યઃ ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય ‘ ચાળો ’ તરીકે ઓળખાય છે .

 શિકાર નૃત્ય : ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું અને ભાલા લઈને શિકારે જતા હોય તેમ દેકારા - પડકારા કરીને શિકાર - નૃત્ય કરે છે .

આદિવાસીઓનું તલવાર નૃત્ય : દાહોદ વિસ્તારના આદિવાસી પુરુષો માથે ધોળો ફેંટો બાંધી , શરીરે કાળા કબજા પહેરી , બુકાની બાંધી તલવાર લઈનેનૃત્યકરેછે.

માંડવા નૃત્ય : વડોદરા જિલ્લાના તડવી આદિવાસીઓનું લોકનૃત્ય છે .

હળપતિઓનું તૂર - નૃત્ય : દક્ષિણ ગુજરાતના હળપતિ આદિવાસીઓ લગ્ન કે હોળીના ઉત્સવ પ્રસંગે તુર સાથે લાકડીના ડેડીકા વડે કાંસાની થાળી વગાડીને કરે છે.

ડુંગરદેવ નૃત્ય : ડાંગના આદિવાસીઓનું લોકનૃત્ય છે .

 ચાબખી નૃત્ય : પોરબંદર મેર જાતિના લોકોનું નૃત્ય છે .

lokamela

join whatsapp group


Download PDF click here


QUIZ


.............................................................................................................................................................

 

 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ