ગુજરાતના જિલ્લાની સફરે
કચ્છ જિલ્લો .
1. ભુજઃ જિલ્લાનું મુખ્ય મથક છે . ભુજિયાડુંગરની તળેટીમાં વસેલું આ ઐતિહાસિક સ્થળ છે .
જૂનું શહેર ભૂજિયાકિલ્લાથી સુરક્ષિત હતું . રામસંગમાલમે બાંધેલો આયના મહેલ , મહારાવ લખપતજીની સુંદર કોતરણી ઓવાળી છત્રીઓ , ફતેહમામદઆરબનો હજીરો , મહારાવસિંહમદનસિંહજી મ્યુઝિયમ ,
આનંદકુંજ , પ્રાગ મહેલ , કચ્છ મ્યુઝિયમ , શરદબાગપેલેસ , સ્વામિનારાયણ મંદિર , હાટકેશ્વર મંદિર , સૂર્યમંદિર , ભારતીય સંસ્કૃતિ દર્શન ( લોકકલાનું મ્યુઝિયમ ) ,
મોહંમદ પન્ના મસ્જિદ , પ્રાગમલજીનો રાજમહેલ વગેરે અહીંનાં જોવાલાયક સ્થળો છે . દેસલસર અને હમીરસર સરોવર શહેરને સુંદરતા બક્ષે છે . ભુજ એના ચાંદીકામ અને સુતરાઉ કાપડનાછાપકામની કલા માટે જાણીતું છે
2. નારાયણ સરોવર : ભારતનાંઅડસઠતીર્થોમાં નારાયણ સરોવરનો સમાવેશ થાય છે . સરોવરની આજુબાજુ આકર્ષક મંદિરો છે . નારાયણ સરોવરથી 2 કિમી દૂર દરિયાકિનારેકોટેશ્વરનુંભવ્ય શિવમંદિર છે . રાજ્ય સરકારે આ સ્થળને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવ્યું છે . છે .
૩. મુંદ્રા : વાડી - બગીચા અને
તંદુરસ્ત આબોહવાને કારણે કચ્છનાહરિયાળા પ્રદેશ તરીકે ઓળખાય અહીં ખારેકનું પુષ્કળ
ઉત્પાદન થાય છે . અહીં ખારેક સંશોધનકેન્દ્ર અને કુદરતી ઉપચારકેન્દ્ર આવેલાં છે .
અદાણી પૉર્ટ કંપનીએ મુંદ્રાનો આધુનિક બંદર તરીકે વિકાસ કર્યો છે .
3. માંડવી : જૂનું બંદર છે . ક્ષયનારોગીઓ માટે અહીં ટી.બી. સૅનેટોરિયમ ' છે . એશિયાનું સૌથી પહેલું વિન્ડ ફાર્મ ' અહીં આવેલું છે . વિજય પૅલેસ અને ભદ્રેશ્વરનું મંદિર જોવાલાયક છે .
:
4. ધોળાવીરાઃ અહીંથી હડપ્પાસંસ્કૃતિનાઅવશેષો મળ્યા છે . આ સ્થળે 4500 વર્ષ પહેલાં એક વિશાળ અને ભવ્ય નગર હતું . અહીંથી વિશાળ ભવનો , ભંડારો , સભાખંડો , વાસણો , મુદ્રાઓ , તોલમાપનાં સાધનો , હોકાયંત્ર , અલંકારો વગેરે અવશેષો મળ્યાં છે .
5. અંજાર: છરી - ચપ્પા અને સૂડીના ઉદ્યોગ માટે આ શહેર જાણીતું છે . જળેશ્વરનું પ્રાચીન શિવાલય અને જેસલ - તોરલની સમાધિ વિખ્યાત છે .
6. આશાપુરામાતાનો મઢ કચ્છનારાજકુટુંબનાકુળદેવીઆશાપુરા માતાનું પુરાતનકાળનું ભવ્ય મંદિર છે . આશાપુરામાતાનો મઢ
7. ભદ્રેશ્વર : જેનોનુંતીર્થધામ છે . અહીં વિશિષ્ટ સ્થાપત્યવાળાંદેરાસરો છે . શેઠ જગડુશાએ આ દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો . પાંડવકુંડ તરીકે ઓળખાતી આશરે 5000 વર્ષ પુરાણી વાવ છે . ચોખંડામહાદેવમાં રાજા સિદ્ધરાજેકોતરાવેલો એક શિલાલેખ ( ઈ . સ . 1139 ) છે . પ્રાચીન ભદ્રાવતીનગરીનાઅવશેષો અહીંથી મળ્યા છે .
8. ધીણોધરનો ડુંગર : 388 મીટર ઊંચો આ ડુંગર દાદાગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે .
9. કોટાય: અહીં કાઠીઓએબંધાવેલુંકોટયર્કનું સૂર્યમંદિર છે .
10. કંડલા : ભારતનું આ અગત્યનું બંદર છે . ‘ ફ્રી ટ્રેડ ઝોન ’ ( મુક્ત વ્યાપાર ક્ષેત્ર ) તરીકે આ બંદરનો સારો વિકાસ થયો છે . ગુજરાતનું સૌથી મોટું બંદર છે .
11. રામપરવેકરા:સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ છે . અહીં ગંગાજી અને જમનાજી નામના પવિત્ર કુંડ છે . રુક્માવતી નદીના કિનારે કારતક સુદ પુનમના રોજ ગંગાજીનો મેળો ભરાય છે .
12. જખૌ : કચ્છનાં જૈન પંચતીર્થ ( સુથરી , કોઠારા , જખૌ , નલિયા અને તેરા ) માંનું એક પવિત્ર યાત્રાસ્થળ છે .
13. સુથરી: જૈન પંચતીર્થમાંનું એક સ્થળ છે . ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાયમહેતાનીસ્મૃતિમાંબાંધવામાં આવેલ બળવંતસાગર બંધ માટે આ સ્થળ જાણીતું છે . તેઓનું વિમાન 19 સપ્ટેમ્બર , 1965 ના રોજ પાકિસ્તાની આક્રમણ વખતે અહીં તૂટી પડ્યું હતું .
14. કંથકોટ : ખડકાળ ટેકરીની ટોચ પર આશરે 5 કિમીનાપરિઘમાં કિલ્લો આવેલો છે . અહીં ત્રણ મંદિરોનાઅવશેષો છે . :
15. ગાંધીધામ : પાકિસ્તાનથી આવેલા નિર્વાસિતોનેવસાવવા અહીં નગરવસાહત બનાવવામાં આવી છે .
Download PDF click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment