( ૩ ) બ્રાહ્મણનું સ્વપ્ન
એક બ્રાહ્મણ અને એક દરબાર મિત્ર હતા . બ્રાહ્મણ
બિચારો ગરીબ અને ભોળો હતો . જયારે દરબાર ઘણો લુચ્ચો હતો . એક દિવસ બ્રાહ્મણને રાતે
નીદ્રામાં સપનું આવ્યું . સપનામાં એણે પોતાના મિત્ર પોસેથી સો રૂપિયા ઉછીના લીધા .
સવારે જયારે આંખ ખુલી તો
સ્વપ્નનું સારું કે ખરાબ ફળ જાણવાની એને ઇચ્છા થઇ તો એણે પોતાના બધા મિત્રોને
સ્વપ્નાની વાત કરી .
ફેલાતી ફેલાતી આ વાત
દરબારના કાને આવી કે સ્વપ્નમાં બ્રાહ્મણે એની પાસેથી સો રૂપિયા લીધા છે . દરબાર તો
ઘણો સ્વાર્થી અને લાલચું હતો .
એણે વિચાર્યું કે ગમે તેમ કરીને બ્રાહ્મણ પાસેથી
સો રૂપિયા પડાવવા . આવો લાગ ફરી નહીં મળે .
એ તો પહોંચી ગયો ભલા - ભોળા બ્રાહ્મણ પાસે અને
કહેવા લાગ્યો ‘ તેં મારી પાસેથી જે સો રૂપિયા ઉછીના લીધા છે એની મારે આજે જરૂર પડી
છે , માટે મને સો રૂપિયા આપી દે . ’
ગરીબ બ્રાહ્મણે પહેલા તો
વિચાર્યુ કે મિત્ર મશ્કરી કરી રહ્યો છે પણ દરબાર તો બરાડા પાડવા લાગ્યો .
મારા મારી કરવા લાગ્યો .
પૈસા ન મળે તો મારીને હાડકા ભાંગી નાખવાની ધમકી આપવા લાગ્યો ત્યારે બ્રાહ્મણ
ગભરાયો . એની જીભ તાળવે ચોંટી ગઈ . '
બિચારો બ્રાહ્મણ આખો દિવસ ઘેર ઘેર ચપટી લોટ
માગતો ત્યારે માંડ પેટ ભરાતું . ઘરમાં એક પૈસોય ન હતો . સો રૂપિયા લાવવા કયાંથી ?
વળી દરબાર માથા ભારે હતો
. એટલે ભયના કારણે એ સામો જવાબ પણ આપી શકતો ન હતો . દરબારને ખાત્રી થઈ ગઈ કે
બ્રાહ્મણ ડરી ગયો છે .
ડરીને પૈસા જરૂર આપી દેશે
. પણ બ્રાહ્મણ પાસે હોય તો આપે ને ... ! દરબાર તો કાલે આવીશ , પૈસા તૈયાર રાખજે .
એમ કહીને ચાલતો થયો .
જતા જતા કહી ગયો કે હું
તારી પાસેથી પૈસા જરૂર વસુલ કરીશ . સાક્ષી તરીકે બધા મિત્રો અને પડોશીઓને હાજર
કરીશ . જેમની સામે તે રોકડા સો રૂપિયા લીધા છે .
બ્રાહ્મણના તો મોતિયા મરી
ગયા પણ બિચારો શું કરે ? ભગવાન પર ભરોંસો રાખીને એ તો માળા ફેરવવા લાગ્યો . બીજા
દિવસે દરબારે તો બ્રાહ્મણ ઉછીના લીધેલા પૈસા પાછા નથી આપતો એવો આરોપ મૂકી દાવો
કર્યો .
બન્ને ન્યાયાધીશ પાસે ગયા
. ન્યાયાધીશે ધ્યાનથી બન્નેની વાત સાંભળી પણ કોઇ ફેંસલો ન કરી શક્યા . કારણકે
બ્રાહ્મણ જાતે સ્વીકાર કરતો હતો કે સ્વપ્નમાં એણે સો રૂપિયા ઉછીના લીધા છે .
ખુબ વિચાર કરીને
ન્યાયાધીશે આ મામલા બાદશાહ પાસે મોકલી દીધો . દરબાર હળાહળ દગાબાજી કરી રહ્યો છે એ
જાણવા છતાં બાદશાહે આ મામલા પર ખુબ ધ્યાન આપ્યું પણ લાચાર થઇને બીરબલને બોલાવ્યો
મામલાનો ઉકેલ લાવી શકાય એવી કોઇ યુક્તિ ન સુઝી .
એટલે કે બધી વાત કરી અને
સાફ સાફ કહી દીધું કે આ દગાબાજ દરબાર ભોળા અને ગરીબ બ્રાહ્મણને ઠગી લેવા ઇચ્છે છે
.
માટે આ કે મામલાનો એવો
ન્યાય આપ કે દૂધ અને પાણી અલગ થઇ જાય . બીરબલે તો તરત જ એક વિશાળ અરીસો મંગાવ્યો
અને સો રૂપિયા એવી હોશિયારીથી ગોઠવ્યા કે અરીસામાં રૂપિયાનું પ્રતિબિંબ દેખાય .
પછી દરબારને કહ્યું “ તારા સો રૂપિયા લઈ લે . '
દરબાર તો એકદમ ચકિત થઇ જતા બોલ્યો કે એ રૂપિયા હું લઉં કઇ રીતે ? એ તો રૂપિયાની
ફક્ત છાયા છે . મોકો મળતાં જ બીરબલ બોલી ઉઠયો- “ બ્રાહ્મણે પણ સ્વપ્નમાં તારી પાસેથી
રૂપિયા લીધા હતા .
એ પણ છાયા હતી . તો પછી તું અસલી રૂપિયા શાનો
માગે છે ? ” દરબારની ગરદન ઝુકી ગઇ . કાંઇ જવાબ ન સુઝતા એ લાચાર થઇને ખાલી હાથે જવા
તૈયાર થયો તો બીરબલ બોલ્યો “ તે ગરીબ બ્રાહ્મણને પરેશાન કર્યો છે .
એના કામમાં વિઘ્ન ઉભું
કર્યું છે . માટે તારે સો રૂપિયા દંડના દેવા પડશે . જો તું દંડ નહીં ભરે તો તને સો
ફટકાની સજા થશે . ’ . દરબારે સો ફટકા ખાવા કરતા દંડના સો રૂપિયા ભરી દીધા .
બીરબલે એ પૈસા ગરીબ
બ્રાહ્મણને આપી દીધા તો બ્રાહ્મણ ખુશ થતો થતો ઘેર ગયો . જેણે જેણે બીરબલના આ
ન્યાયની વાત સાંભળી એ બીરબલની બુદ્ધિની પ્રશંસા
કરવા લાગ્યા .
બાદશાહ તો બીરબલની બુદ્ધિ
પર આફ્રિન જ થઇ ગયો .
0 ટિપ્પણીઓ
Please do not share links in comment