header

ગુજરાતરાજ્યના જિલ્લાઓની સફરે (ગાંધીનગર)(A trip to the districts of Gujarat)

 

    ગાંધીનગર



1.      ગાંધીનગર : મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલું ગાંધીનગર ગુજરાત રાજ્યનું નવું પાટનગર અને જિલ્લાનું મુખ્ય મથક છે . આ નગર સુંદર , રમ્ય અને હરિયાળું છે . આ નગરનું આયોજન ફ્રેન્ચ શિલ્પી લીકાબુર્શીયરે કર્યું હતું . આ સુંદર ઉદ્યાનનગરીત્રીસસેક્ટરો અને 57 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલી છે . ગાંધીનગરની મધ્યમાં 75 હેક્ટર જમીન પર ભવ્ય સચિવાલય સંકુલ બાંધવામાં આવ્યું છે .

     વિધાનસભા ભવન , સચિવાલય , રાજભવન , મંત્રીઓનાંનિવાસસ્થાનો , ઉદ્યાનભવન , ઉજાણીગૃહ , સરિતા ઉદ્યાન , હરણી ઉદ્યાન , બાલ ઉદ્યાન વગેરે ગાંધીનગરનાં આકર્ષણ કેન્દ્રો છે . બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા દ્વારા 23 એકરમાપથરાયેલાઅક્ષરધામમાંભગવાનસ્વામિનારાયણનીસુવર્ણમંડિતમૂર્તિબિરાજમાનછે . અહીંથીનજીકપ્રાચીનધોળેશ્વરમહાદેવનુંમંદિરદર્શનીયસ્થાનછે .

 

2. ઇન્દ્રોડા : ગાંધીનગરનજીક આવેલા ઇન્દ્રોડાપાર્કમાં હરણ ઉદ્યાન , મગર ઉદ્યાન , સર્પ ઉદ્યાન અને સસલાં ઉદ્યાન આવેલાં છે . આ પાર્કમાં અનેક પક્ષીઓ આવતાં હોવાથી પક્ષી નિરીક્ષણ માટે આ સ્થળ ખૂબ અનુકૂળ છે ,

 

. અડાલજ : અડાલજના વાઘેલા રાવ વીરસિંહની રાણી રૂડાબાઈએઅડાલજમાં વાવ બંધાવી હતી . અવશેષોમાંઅડાલજની વાવ પુરાતત્ત્વના આભૂષણ સમાન છે . વાવ ભૂગર્ભમાં પાંચ માળની છે અને પાંચમો માળ પાણીની સપાટી નીચે છે .

 

4. મહુડી : સાબરમતી નદીના કિનારે આવેલું આ જૈનોનું પ્રસિદ્ધ તીર્થ છે . અહીંના પદ્માવતીમાતાનામંદિરનો મહિમા મોટો છે . અહીં દેરાસરમાં ઘંટાકર્ણમહાવીરની મૂર્તિ છે . અહીં સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે , જેને પટાંગણમાં જ આરોગી લેવો પડે છે . મહુડીથી થોડે દૂર ખડત ગામમાં કોટયર્કસૂર્યમંદિરનાઅવશેષો છે . આ ખડાયતાવિશકોનું તીર્થ છે . :

 

5. કલોલ : જાણીતું ઉદ્યોગકેન્દ્ર અને તેલક્ષેત્ર છે . અહીં ઇન્ડિયન ફર્ટિલાઇઝર કો . . લિમિટેડ ( ઇફકો ) નું મોટું સંકુલ છે .


Download PDF click here



 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ