header

ગુજરાતના જિલ્લાઓની સફરે (વડોદરા)(A trip to the districts of Gujarat)

 

વડોદરાજિલ્લો



 ગુજરાતના જિલ્લાઓની સફરે

1.             વડોદરા જિલ્લાનું મુખ્ય મથક છે . ગાયકવાડરાજાઓની રાજધાની વડોદરાનેસુવિકસિત અને સુશોભિત બનાવવાનું શ્રેય સયાજીરાવગાયકવાડનેફાળે જાય છે

, અનેક ભવ્ય ઇમારતોને લીધે શહેરમહેલોનું શહેર ' કહેવાય છે . શહેરમાં ન્યાયમંદિર , કીર્તિ મંદિર , સુરસાગર તળાવ ,

આજવા, ડભોઈ મહારાજા ફત્તેહસિંહ સંગ્રહાલય , પ્રતાપ વિલાસ પલેસ , . મકરપુરાપૅલેસ , લક્ષ્મી વિલાસ પૅલેસ , નજરબાગ પૅલેસ વગેરે સ્થાપત્ય અને કલા ન્યાયમંદિર માટે દર્શનીય છે .

 કમાટી બાગ , સયાજી બાગ , પ્લેનેટોરિયમ , ઈએમઈટેમ્પલ , મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વગેરે વડોદરાની શોભામાં અભિવૃદ્ધિ કરે છે .

 વડોદરાનું પુસ્તકાલય સમૃદ્ધ ગણાય છે . નજીકમાં ફર્ટિલાઇઝર નગર થતાં વડોદરાનો વિકાસ ઝડપી બન્યો છે .

 

2. આજવા : આજવા તળાવમાંથી વડોદરા શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે . આજવા ડેમ પાસે બનાવેલો ગાર્ડન સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે . અહીં નૌકાવિહારની સગવડ છે .

 

૩. ડભોઈ : અહીંનો ઐતિહાસિક કિલ્લો પ્રસિદ્ધ છે . હીરા નામના સલાટના નામ પરથી કિલ્લાનો પૂર્વ દરવાજો ‘ હીરા ભાગોળ ’ તરીકે ઓળખાય છે . દક્ષિણેનાંદોરી ભાગોળ , પશ્ચિમે વડોદરી ભાગોળ અને ઉત્તરે મહુડી ભાગોળ છે .

 

4. કાયાવરોહણ ( કારવણ ) : અહીં ભવ્ય અર્વાચીન શિવાલય છે . પુરાણપ્રસિદ્ધ અને શિવના અવતાર ગણાતા ભગવાન લકુલીશનો જન્મ અહીં થયો હોવાનું કહેવાય છે . પાશુપત સંપ્રદાયનું આ મુખ્ય મથક છે . સ્વામી કૃપાલ્યાનંદજીએ પ્રાચીન અને અર્વાચીન સ્થાપત્યકલાનો સુમેળ સાધીને અહીં એક યોગ મંદિરનું નિર્માણ કર્યું છે .

 

5. ચાંદોદ : ' દક્ષિણના કાશી ' તરીકે ઓળખાતુંચાંદોદ - કરનાળી પૌરાણિક મહત્ત્વ ધરાવે છે . નર્મદા નદીના કિનારે આવેલું ચાંદોદપિતૃઓનીશ્રાદ્ધવિધિ માટે જાણીતું છે . ચાંદોદમાંકુબેરેશ્વરનું મંદિર , કરનાળીમહાદેવનું મંદિર , દક્ષિણામૂર્તિ તેમજ ગણપતિ , ગાયત્રી , હાટકેશ્વર , ગરુડેશ્વરવગેરેનાં મંદિરો દર્શનીય છે .

 

6. નારેશ્વર : અહીં નર્મદા નદીના કિનારે મહારાજ શ્રી રંગઅવધૂતનો આશ્રમ આવેલો છે .

 

 7. કોયલી : અંકલેશ્વરમાંથી નીકળેલું તેલ શુદ્ધ થવા માટે અહીં રિફાઇનરીમાં આવે છે

 

8. માલસર: અહીં ડોંગરેજીમહારાજે બીલી અને કદમના વૃક્ષ નીચે બેસી અનેક ભાગવત કથાઓ કરી હતી . સત્યનારાયણનું મંદિર , સેવાશ્રમ દર્શનીય સ્થળો છે . પંચમુખી હનુમાનજી મંદિર , અંગારેશ્વરમહાદેવનું શિવાલય અનેસેવાશ્રમદર્શનિયછે.

 

 ગાંધીનગર


Download PDF click here



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ