header

ગુજરાતરાજ્યના જિલ્લાઓની સફરે (વલસાડ, સાબરકાંઠા)(A trip to the districts of Gujarat)

 

વલસાડ જિલ્લો



 ગુજરાતના જિલ્લાઓની સફરે


 1. વલસાડ જિલ્લાનું મુખ્ય મથક છે . ઔરંગા નદીના કિનારે આવેલા વલસાડમાં રેલવે સુરક્ષાદળનુંતાલીમકેન્દ્ર છે .

 

  2. તીથલ: વલસાડ નજીક આવેલું તીથલદરિયાકિનારાનુંહવાખાવાનું સ્થળ સાંઇબાબાનું મંદિર છે . અહીં દરિયાકિનારેસાંઈબાબાનું ભવ્ય મંદિર છે .

 

૩. ઉદવાડા : ઉદવાડાની અગિયારી પારસીઓનું પવિત્ર તીર્થધામ છે . પારસીઓએઈરાનથીલાવેલા અગ્નિ ( આતશેબહેરામ ) ને આજ સુધી અહીં પ્રજ્વલિત રાખવામાં આવ્યો છે .

 

4. નારગોલ:અહીંનું વિદ્યાધામ પ્રખ્યાત છે . અહીં વિવિધ ટ્રસ્ટોનાંવિદ્યાલયો આવેલાં છે . અહીં અરવિંદ આશ્રમ પ્રેરિત છાત્રાલય સહિત શાળા પણ છે . નારગોલઅદ્ભુતસૌંદર્યધામ છે .

 

5. ઉમરગામ:દરિયાકિનારાનું આ આહલાદક સ્થાન છે અને ફિલ્મ ઉદ્યોગનું કેન્દ્ર છે .

 

 6. વાપીઃઇન્ડસ્ટ્રિયલટાઉનશિપ આવેલી છે .

 

7. અતુલ : ઉદ્યોગપતિ કસ્તૂરભાઈલાલભાઈએ સ્થાપેલું ‘ અતુલ’નું રંગ , રસાયણ અને દવાઓનું વિશાળ કારખાનું અહીં આવેલું છે .

 

8. પારનેરાઃશિવાજીનીઆરાધ્યદેવી માતા ભવાનીનું મંદિર છે .

 

 સાબરકાંઠાજિલ્લો
 

 1. હિંમતનગર : જિલ્લાનું મુખ્ય મથક છે . હાથમતી નદીના કિનારે આવેલું આ શહેર સુલતાન અહમદશાહેવસાવેલું છે . અહીં રાજમહેલ , કાજીવાવ , જામા મસ્જિદ વગેરે જોવાલાયક છે . અહીં સાબર ડેરી આવેલી છે . લાકડાનાં રમકડાં માટે જાણીતું છે .

 

2. ઈડર:ચારેય બાજુ ખડકોની હારમાળા અને ડુંગરાઓથીઘેરાયેલાઈડર ગામમાં 319 મીટર ઊંચી ટેકરી પર આવેલો વેણીવત્સલારાજાએબંધાવેલો ' ઈડરિયો ગઢ ' જોવાલાયક છે . ગઢમાં મંદિરો અને વાવ છે . રણમલ ચોકી જોવાલાયક છે .

 

૩. વડાલી : અહીંથી ઈ.સ. 1208,1219 અને 1273 ના શિલાલેખો મળી આવ્યા છે .

 

 4. ખેડબ્રહ્મા: અહીં આવેલા ચતુર્મુખ બ્રહ્માજીનામંદિરના કારણે આ નગર ‘ ખેડબ્રહ્મા ’ કહેવાયું . અહીં 17 મી સદીમાં બંધાયેલું અંબાજી માતાનું મંદિર છે . પુષ્કરનાબ્રહ્મામંદિર સિવાય બ્રહ્માનું મંદિર માત્ર અહીં જ છે .

 

5. પ્રાંતિજ : અહીં ખડાયતાબ્રાહ્મણોના ઇષ્ટદેવ કોટયર્ક પ્રભુની ચતુર્ભુજ પ્રતિમા છે . બ્રાહ્મણોની સાત કુળદેવીઓનાં મંદિરો પણ છે .

 

 6. પોળો : જેનોનાં પ્રાચીન મંદિરો છે .

 

 7. પોશીના:શ્વેતાંબરજૈનોનાં 4 પ્રસિદ્ધ જૈન મંદિર છે .

 ખેડા જિલ્લો


Download PDF click here




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ