header

ગુજરાતરાજ્યના જિલ્લાઓની સફરે (પોરબંદર, બનાસકાંઠા)(A trip to the districts of Gujarat)

 

પોરબંદર જિલ્લો



ગુજરાતના જિલ્લાઓની સફરે

 1. પોરબંદર : જિલ્લાનું મુખ્ય મથક છે . ગાંધીજીની જન્મભૂમિ છે . 

કીર્તિ મંદિર ( ગાંધીજીનું જન્મસ્થળ ) , ભારત મંદિર , ગાંધી સ્મૃતિ , આર્યકન્યા ગુરુકુળ , પ્લેનેટોરિયમ વગેરે અહીંનાં દર્શનીય સ્થાનો છે .

 આ નગર સુદામાના નામ પરથી ‘ સુદામાપુરી ' તરીકે પણ ઓળખાય છે . અહીંનું સુદામા મંદિર જોવાલાયક છે .


2. મિયાણી : અહીંનું હર્ષદ માતાનું મંદિર યાત્રાનું સ્થળ છે . આ સ્થળ રાજા ભોજ અને શેઠ જગડુશાની કથા સાથે જોડાયેલું છે .


3. માધવપુર : માધવરાયનું પ્રખ્યાત મંદિર છે . અહીં શ્રીકૃષ્ણે રેશમી સાથે લગ્ન કર્યા હતા તેવી લોકવાયકા છે .


બનાસકાંઠા જિલ્લો


1. પાલનપુર જિલ્લાનું મુખ્ય મથક છે . તેનું મૂળ નામ પ્રહલાદ્પુંર હતું અને તે આબુના પ્રહલાદનદેવે વસાવેલું . અત્તર ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ માટે જાણીતું છે . ગુજરાતના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહનું આ જન્મસ્થળ છે .


2. બાલારામ : બાલારામ સુંદર વિહારધામ છે . વૃક્ષોના મૂળમાંથી પ્રગટતાં ઝરણાં , વહેતી નદી અને વૃક્ષોનું શાંત - શીતળ મનોરમ્ય પ્રકૃતિ સૌંદર્ય અહીંના આકર્ષણરૂપ છે . અહીં કોટેશ્વર મહાદેવનું મંદિર છે . અહીં ચંદનનાં વૃક્ષોનાં જંગલ છે .


૩. અંબાજી : અરવલ્લી પર્વતમાળાના આરાસુર ડુંગર પર માતાજીનું મહિમાવંત સ્થાનક એટલે અંબાજી . ભારતની 51 શક્તિપીઠોમાં અંબાજીની ગણના થાય છે . 

અંબાજીના પ્રાચીન મંદિરના સ્થળે અતિ ભવ્ય દેવાલયનું નિર્માણ થયું છે . અંબાજી એટલે ગુજરાતની બધી જ કોમના માતાભક્તોનું મુખ્ય શ્રદ્ધાકેન્દ્ર . 

અંબાજીની નજીકની ટેકરી ગબ્બર પર માતાજીનું મૂળ સ્થાનક છે . આરસપહાણ અને તાંબાની ખાણ છે .


4. કુંભારિયા : અંબાજીથી 2 કિમી દૂર આરસની અદ્ભુત સુંદર કોતરણીવાળાં સોલંકી કાળનાં પાંચ જૈન મંદિરો આવેલાં છે . કુંભારિયાથી થોડે દૂર કોટેશ્વરમાં સરસ્વતી નદીનું મૂળ છે .


5. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું કેન્દ્ર છે .











ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ