header

ગુજરાતરાજ્યના જિલ્લાઓની સફરે (આણંદ)(A trip to the districts of Gujarat)

 

આણંદ :


ગુજરાતના જિલ્લાઓની સફરે

1. આણંદ : જિલ્લાનું મુખ્ય મથક છે . ઈ . સ .1946મા  સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલ ‘ અમૂલ ડેરી ' એશિયાની મોટામાં મોટી ડેરી છે . નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું મુખ્ય મથક અહીં છે .


2. વલ્લભવિદ્યાનગર : અહીં સરદારની દૃષ્ટિ અને શ્રી ભાઈલાલ પટેલની વ્યવસ્થાશક્તિના સુભગ પરિણામરૂપે ઊભું થયેલું વિદ્યાધામ છે . અહીં અનેક કૉલેજો અને સંશોધનશાળાઓ છે .


૩. બોરસદ : બોરસદમાં મહાકાળેશ્વરનું શિવાલય , ફૂલમાતા , બહુચરાજી , તોરણમાતા તથા નારાયણ દેવનાં મંદિરો છે.


 4. કરમસદ : સરદાર પટેલનું વતન . હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજ છે .


5. ખંભાત : આ પૌરાણિક ઐતિહાસિક નગર અગાઉ ‘ સ્તંભતીર્થ ' તરીકે ઓળખાતું . અહીંની જુમ્મા મસ્જિદ ભવ્ય કોતરણીવાળી છે . ખંભાત અકીકના ઉદ્યોગ માટે જાણીતું છે . ખંભાતથી 5 કિમી દૂર કાકાની કબર વહોરાઓનું મોટું યાત્રાધામ છે .


6. લુણેજઃ ઈ . સ . 1958 માં અહીંથી ખનીજ તેલ મળ્યું હતું . અહીં ગૅસનો મોટો ભંડાર છે . આ ગૅસ ધુવારણના તાપવિદ્યુતમથકને પુરો પાડવામા આવે છે


7. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલની ગાદીનું મહાત્મ્ય છે. મંદિરમાં આવેલી લક્ષ્મીનારાયણની ભવ્ય મૂર્તિની ઈ.સ. 1824 માં સહજાનંદ સ્વામીએ સ્થાપના  કરી હતી        


8. ધુવારણ : વિશાળકાય તાપવિદ્યુતમથકના કારણે પ્રસિદ્ધ છે .

............................................




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ