છોટાઉંદેપુર જિલ્લો
ગુજરાતના જિલ્લાઓની સફરે
1. છોટાઉદેપુર : જિલ્લાનું મુખ્ય મથક છે . અહીંના આદિવાસી
રાઠવાકોમનાંપિઠોરાનાં ચિત્રો પ્રખ્યાત છે .
2. સંખેડાઃલાકડાનાં કલાત્મક ફર્નિચર , રમકડાં અને લાખ કામ માટે પ્રખ્યાત છે .
જામનગર જિલ્લો
1. જામનગર: જિલ્લાનું મુખ્ય મથક છે . ' સૌરાષ્ટ્રનુંપરિસ ગણાતું જામનગર શહેર જામ રાવળે ઈ . સ . 1540 માં વસાવ્યું હતું . શહેર વચ્ચેના રણમલ તળાવમાં આવેલો ‘ લાખોટા મહેલ ' વીરતા અને પ્રેમનું પ્રતીક છે .
અનેક મંદિરો અને સંસ્કૃત પાઠશાળાઓને કારણે જામનગર ' છોટે કાશી ' તરીકે ઓળખાતું હતું . ઝંડુભટ્ટજીએસ્થાપેલીઝંડુ ફાર્મસી અહીં છે . અહીંના સ્મશાન ‘ માણેકબાઈમુક્તિધામ'માં વિવિધ સંતો અને દેવોનીપ્રતિમાઓ છે .
અહીંની બાંધણી , કંકુ અને મેશ દેશ - વિદેશમાં પ્રખ્યાત છે . ખંભાળિયો દરવાજો , વિભા પૅલેસ અને પ્રતાપ વિલાસનાં શિલ્પ - સ્થાપત્યો સુંદર છે . અહીંની આયુર્વેદિક યુનિવર્સિટી અને સોલેરિયમશહેરનાઆકર્ષણરૂપ છે .
અહીંના બાલા હનુમાન મંદિરનું નામ 1 ઑગસ્ટ , 1964 થી નિરંતર ચાલતી રામધૂનના કારણે ‘ ગિનેસબુક’માંનોંધાયેલું છે . અહીં ભારતના નૌકાસૈન્યનું તાલીમકેન્દ્ર ‘ વાલસુરા ' છે .
નજીકમાં બાલાછડી ખાતે સૈનિક શાળા આવેલી છે . કચ્છનાઅખાતમાંજોડિયાથીઓખા સુધી પરવાળાના સુંદર રંગોનાખડકોવાળા ‘ પીરોટન ’ ટાપુઓ છે . આ ટાપુઓ અનેક પ્રકારનાં સાગરીયજીવોના સામુદ્રિક આશ્રય સ્થળ હોવાથી આ વિસ્તાર ‘ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ' તરીકે જાહેર કરાયો છે .
પિત્તળની હાથકારીગરીનીબનાવટો માટે ભારતમાં જાણીતું છે .
0 ટિપ્પણીઓ
Please do not share links in comment