મોરબી જિલ્લો
ગુજરાતના જિલ્લાઓની સફરે
1. મોરબી જિલ્લાનું મુખ્ય મથક છે . આ શહેર મચ્છુ નદીના કિનારે વસેલું છે . અહીંના મણિમંદિર , દરબારગઢ , વેલિગ્ટન સેક્રેટરી એટ , ઝૂલતો પુલ વગેરે સ્થાપત્ય અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂના છે .
અહીં ચિનાઈ માટીનાં વાસણો , ટાઇલ્સ , સેનેટરીવેર તથા ડિયાળ બનાવવાનો ઉદ્યોગ
વિકસ્યો છે .
2. વાંકાનેર: મચ્છુ નદીના કિનારે , ગ્રીસ - રોમન પદ્ધતિનાં શિલ્પ અને સ્થાપત્ય પ્રમાણે બનાવેલો રાજમહેલ ‘ અમર પલેસ ’ જોવાલાયક છે . પોટરી ઉદ્યોગ માટે જાણીતું છે .
૩. ટંકારા સ્વામી દયાનંદની જન્મભૂમિ છે .
રાજકોટ જિલ્લો
1. રાજકોટ : જિલ્લાનું મુખ્ય મથક છે . રાજકોટની સ્થાપના વિભોજી જાડેજા નામના સરદારે કરી હતી . મહાત્મા ગાંધીનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ અહીં થયું હતું .
તેમનું નિવાસસ્થાન ‘ કબા ગાંધીના ડેલા ' તરીકે ઓળખાય છે .
આ શહેર ડીઝલ એન્જિનો , વિદ્યુતમોટર , વૉટર પંપ અને મશીનરીના છૂટ ભાગો બનાવવાના ઉદ્યોગો માટે જાણીતું છે .
મહાત્મા ગાંધી હાઈસ્કૂલ
( આલ્ફ્રેડ હાઈસ્કૂલ ) , વૉટ્સન સંગ્રહાલય , રામકૃષ્ણ પરમહંસનું મંદિર , રેસકોર્સ
, રાજકુમાર કૉલેજ , લાલપરી સરોવર , આડેમ વગેરે જોવાલાયક સ્થળો છે .
2. વીરપુર : સંત જલારામ તથા તેમનાં પત્ની વીરબાઈ માતાના સ્થાનકને કારણે આ સ્થળ પ્રસિદ્ધ છે
. મંદિરના દર્શનાર્થે આવતા યાત્રાળુઓને
મંડાલયના સદાવ્રતમાં વિનામૂલ્યે ‘ પ્રસાદી ' ( ભોજન ) આપવામાં આવે છે .
૩. ગોંડલ : આ શહેર ભુવનેશ્વરી દેવીના મંદિરને કારણે પ્રસિદ્ધ છે . અહીંના રાજા ભગવતસિંહજીએ ‘ ભગવદ્ગોમંડલ'ની રચના કરી હતી .
ગોંડલી નદીના કિનારે વસેલા ગોંડલમાં સ્વામિનારાયણ
સંપ્રદાયનું વિશાળ મંદિર છે . અહીંનો નવલખા દરબારગઢ જોવાલાયક છે .
4. જેતપુર સાડીઓના ઉત્પાદન માટે આ શહેર જાણીતું છે
5. રણુજાઃ રામદેવપીરના સ્થાનક તરીકે આ સ્થળ વિખ્યાત છે .
6. ઘેલા સોમનાથઃ જસદણ પાસે પેલા નદીના કિનારે ભગવાન સોમનાથનું પ્રાચીન મંદિર છે .
7. બિલેશ્વરઃ બિલેશ્વર દેશનું પ્રાચીન મંદિર છે
Download PDF click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment