ગુજરતના શબ્દ શિલ્પીઓ
( 1 ) કલિકાલસર્વજ્ઞહેમચંદ્રાચાર્ય (
1089-1173 ) ,
જન્મસ્થળઃ ધંધુકા
પ્રખર જેનાચાર્ય
દેવચંદ્રસૂરિએ 5 વર્ષના ચાંગદેવને દીક્ષા આપી . તેમણે જૈન ધર્મ તેમજ અન્ય ધર્મોના
ગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યું . તેમની અનન્ય પ્રતિભા જોઈ માત્ર 21 વર્ષની વયે
ગુરુએ પોતાની કથા તેમને ઓઢાડી . ત્યારથી તેઓ ' આચાર્ય હેમચંદ્ર ' બન્યા .
કૃતિઓ : સિદ્ધહેમશબ્દાનુશાસન ( વ્યાકરણ ) ,
અભિધાન ચિંતામણિ , કાવ્યાનુશાસન , છંદાનુશાસન , પ્રમાણમીમાંસા , દયાશ્રય કાવ્ય ,
સંસ્કૃત ભાષાકોશ , દેશીનામમાળા , યોગશાસ્ત્ર , વીતરાગ સ્તોત્ર વગેરે .
( 2 ) ગુજરાતી ભાષાના
આદિકવિ નરસિંહ મહેતા ( 1414-1480 ) ,
જન્મસ્થળઃ તળાજા
વડનગરા નાગર કુટુંબમાં
જન્મેલા નરસિંહને બાળપણથી જ કૃષ્ણભક્તિની લગની લાગી હતી . ભાભીનું મહેણું નરસિંહ
માટે શ્રીહરિનો સાક્ષાત્કાર કરવાનું નિમિત્ત બન્યું . ગોપનાથમાં સાત દિવસની અખંડ
તપસ્યાથી તેમના હૃદયમાં ભક્તિ અને જ્ઞાનનો ઉદય થયો . તેમનાં પદો એક ભક્ત હૃદયની
વ્યાકુળતા , આનંદ અને તલસાટની સહજ રીતે પ્રસ્ફુટિત થયેલી વાણી છે .
કૃતિઓ : સુદામાચરિત્ર , દાણલીલા , ચાતુરીઓ ( ભક્તિ
રચનાઓ ) , શામળશાનો વિવાહ , હૂંડી , કુંવરબાઈનું મામેરું વગેરે .
( ૩ ) જનમ જનમની દાસી મીરાં ( 1499-1547 ) ,
જન્મસ્થળ : મેડતા ( મારવાડ )
મેડતામાં દાદા રાવ દુદાજી
પાસે રહીને મીરાંએ ભક્તિરસ પીધો , રમતા આપેલી શામળિયાની મૂર્તિ એમની પ્રેમભક્તિનું
કેન્દ્ર બની . ચિત્તોડગઢના રાણા સાંગાના જ્યેષ્ઠ પુત્ર
ભોજરાજ સાથે એમનાં લગ્ન થયાં પણ કૃષ્ણભક્તિ ન છૂટી . ભોજરાજનું આકસ્મિક મૃત્યુ થતાં મીરાંએ ચિત્તોડગઢ છોડ્યું . તેઓ વૃંદાવન થઈ દ્વારકા
ગયાં અને ત્યાં શ્રીકૃષ્ણમાં લીન થઈ ગયું .
કૃતિઓઃ રામ રમકડું જડિયું રે , હાં રે કોઈ માધવ
લો , લે ને તારી લાકડી , પગ ખૂંપરું બાંધ મીરાં નાચી રૈ , વૃંદાવન કી કુંજગલન મેં
વગેરે .
( 4 ) જ્ઞાનનો વડલોઅખો ( 1591-1656 ) ,
જન્મસ્થળ : જેતલપુર
અખો અક્ષયદાસ - ધંધે સોની
, ઓછું ભણેલી પણ બુદ્ધિશાળી અને જ્ઞાનની તીવ્ર ભૂખવાળો . પહેલેથી જ મન સંસારથી વિરક્ત
. આ વેદાંતમર્મજ્ઞ કવિએ કઠિન વેદાંતને સરળ અને સ્પષ્ટ ભાષામાં સહજરૂપે વ્યક્ત
કર્યું . વેધક વ્યંગ્ય અને સચોટ મર્માળી અખાની વાણી ક્યારેક તીરની જેમ સોંસરવી
ઊતરી જાય તેવી છે .
: કૃતિઓ પંચીકરણ ,
ગુરુશિષ્ય સંવાદ , અનુભવબિંદુ , અખેગીતા , કૈવલ્યગીતા , બાર મહિના , સાખીઓ ,
ચિત્તવિચારસંવાદ , કૃષ્ણઉદ્ધવસંવાદ વગેરે .
( 5 ) મહાકવિ પ્રેમાનંદ (
1636-1734 ) ,
જન્મસ્થળ : વડોદરા
ગુજરાતી સમાજ અને સ્વભાવનું આબેહૂબ અને આકર્ષક
આલેખન કરનાર પ્રેમાનંદની કવિતામાં સૌથી વધુ ગુજરાતીપણું જોવા મળે છે . પુરાણો સમાં
પવિત્ર ગણાતાં , વ્રત - તહેવાર અને વિશેષ અવસરે ગવાતાં તેમનાં આખ્યાનોમાં શ્રેય
અને પ્રેયનો અપૂર્વ સંગમ જોવા મળે છે .
કૃતિઓ નળાખ્યાન , સુદામાચરિત્ર , મામેરું ,
રણયજ્ઞ , અભિમન્યુ આખ્યાન , સુધન્વા આખ્યાન , સુભદ્રાહરણ , ઓખાહરણ , દશમસ્કંધ ,
વિનોદ વણજારો વગેરે
( 6 ) પ્રથમ વાર્તાકારશામળ ( 1700-1770 ) ,
જન્મસ્થળઃ અમદાવાદ
શામળ એટલે મધ્યકાળનો
ઉત્તમ પદ્યવાર્તાકાર . તેની રસિક , કુતૂહલપ્રેરક પદ્યવાર્તાઓએ જીવનનાં અનેક ચિત્રો
આલેખ્યાં છે અને સમાજનું મનોરંજન કર્યું છે .
કૃતિઓ : પદ્માવતી , ચંદ્રચંદ્રાવતી , નંદબત્રીસી
, મદનમોહના , સિહાસનબત્રીસી , સૂડાબહોતેરી , બરાસકસ્તૂરી , અંગદવિષ્ટિ , શિવપુરાણ
, દ્રૌપદી વસ્ત્રાહરણ , વૈતાલપચીસી , રાવણમંદોદરી સંવાદ વગેરે .
( 7 ) ભક્તકવિ :દયારામ ( 1775-1853 ) ,
જન્મસ્થળઃ ડભોઈ
દયારામ મસ્ત અને રંગીન
સ્વભાવના કવિ હતા . તે એમની ગરબીઓથી ઘેર ઘેર જાણીતા છે . તેમણે ગરબીઓમાં શૃંગારરસ
દ્વારા સ્ત્રીહૃદયના સહજ ભાવોને માધુર્ય છલકતી વાણીમાં ઉતાર્યા છે .
: કૃતિઓ રસિકવલ્લભ ,
ભક્તિપોષણ , ભક્તિવેલ , રુમિણી વેવાહ , સત્યભામા વિવાહ , અજામિલ આખ્યાન ,
દાણચાતુરી , મરસગીતા , શ્રીકૃષ્ણનામમાહાત્મ્ય , શોભા સલૂણા શ્યામની , શ્યામ રંગ સમીપે ન જાવું ,
ઋતુવર્ણન , કૃષ્ણલીલા વગેરે .
( 8 ) લોકહિતીચંતકકવિ દલપતરામ ( 1820-1898
) ,
જન્મસ્થળ : વઢવાણ
નાનપણથી જ પદ્યરચના કરવાનો નાદ ધરાવતા
દલપતરામને સદ્ભાગ્યે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓનો સત્સંગ થયો અને તેમને
ગુજરાતીમાં લખવાની પ્રેરણા મળી . ફાર્બસસાહેબ સાથેની મૈત્રી એ તેમનું બીજું
સદ્ભાગ્ય . દલપતરામની બોધલક્ષી પરંતુ ચાતુરીપૂર્ણ રસિક અને નર્મયુક્ત મળી રચનાઓએ
લોકરંજન અને લોકશિક્ષણનું કાર્ય કર્યું .
કૃતિઓ : દલપતકાવ્ય : ભાગ 1 અને 2 , લક્ષ્મી ,
મિથ્યાભિમાન , દલપતપિંગળ , કાવ્યદોહન , ભૂતિનિબંધ , જ્ઞાતિનિબંધ , બાલવિવાહ નિબંધ
, દૈવજ્ઞદર્પણ , શામળ સતસઈ , કથન સપ્તશતી , ફાર્બસવિરહ , તાર્કિક બોધ વગેરે .
( 9 ) ગુજરાતી
ભાષાસાહિત્યનો પરદેશી પ્રેમી અલેક્ઝેન્ડર ફાર્બસ ( 1821-1865 ) ,
જન્મસ્થળઃ
લંડન
ફાર્બસસાહેબે ગુજરાતી
સાહિત્ય સંસ્થાઓ , પુસ્તકાલયો , સમાચારપત્રો , કન્યાશાળાઓ તેમજ ઇતિહાસ - સંશોધનની
પ્રવૃત્તિ કરી ગુજરાતી પ્રજામાં નવજાગૃતિ આણી . ફાર્બસસાહેબે પોતાના વહીવટ દરમિયાન
પોતે ગુજરાતના જે પ્રદેશમાં રહ્યા ત્યાં શિક્ષણ અને સાહિત્યવિષયક અનેક લોકોપયોગી
કાર્યો કર્યાં . આ કારણે તેઓ ગુજરાતની પ્રજામાં લોકપ્રિય થયા . સાદરામાં લોકોએ
તેમના નામે ‘ ફાર્બસ બજાર ’ અને ‘ ફાર્બસ સ્કૂલ’ની સ્થાપના કરી હતી .
કૃતિઓ
રાસમાળા : ભાગ 1 અને 2
( 10 ) યુગવિધાયક સર્જક નર્મદ ( 1833-1886 ) ,
જન્મસ્થળઃ સુરત
અર્વાચીન સાહિત્યયુગના આ
પ્રતિનિધિ પુરુષનો જીવનમંત્ર એટલે પ્રેમ અને શૌર્ય , એમનાં કાવ્યોમાં લય , લાલિત્ય
કે ચારુતા કરતાં આંતરિક જોમ અને જુસ્સો વધુ દેખાય છે . નર્મદ
કૃતિઓ : નર્મકવિતા , નર્મગદ્ય , પિંગળપ્રવેશ ,
અલંકારપ્રવેશ , નર્મવ્યાકરણ , રસપ્રવેશ , નર્મકોશ , નર્મકથાકોશ , મારી હકીક્ત ,
મેવાડની હકીકત , રાજ્યરંગ , ઉત્તર નર્મદચરિત્ર , ધર્મવિચાર , કૃષ્ણકુમારી , શ્રી
દ્રૌપદી દર્શન , સીતાહરણ , શ્રી સારશાકુન્તલ , કવિ અને કવિતા , કવિચરિત્ર ,
સજીવારોપણ વગેરે .
( 11 ) પંડિતયુગના પુરોધાગોવર્ધનરામ ત્રિપાઠી (
1855-1907 ) ,
જન્મસ્થળ : નડિયાદ
અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે
તેમણે એલએલ.બી. થઈ વકીલાત શરૂ કરી . ચાળીસમા વર્ષે ધીકતી વકીલાત છોડી
સાહિત્યોપાસનામાં ઝંપલાવ્યું . તેમનાં સઘળાં સર્જનોમાં તેમની અદ્વિતીય વિદ્વતા અને
ઉત્કૃષ્ટ પ્રતિભાનાં દર્શન થાય છે . તેમનું સબળ યશદાયી અને સર્વશ્રેષ્ઠ સર્જન '
સરસ્વતીચંદ્ર ' છે .
કૃતિઓ : સરસ્વતીચંદ્ર :
ભાગ 1 થી 4 , સ્નેહમુદ્રા , સાક્ષરજીવન , કવિ દયારામનો અક્ષરદેહ , સ્ક્રેપ બુક ,
લીલાવતી જીવનકલા વગેરે .
[ 12 ] બ્રહ્મનિષ્ઠ ,
અભેદ માર્ગના પ્રવાસીમણિલાલ નભુભાઈ દ્વિવેદી (
1858–1898 ) ,
જન્મસ્થળ : નડિયાદ
માત્ર ચાળીસ વર્ષની યુવાન
વયે અવસાન પામનાર પ્રકાંડ પંડિત , વેદાંતી , સંસ્કૃત અને અંગ્રેજી ભાષાસાહિત્યના
વિદ્વાન મશિલાલને આજે પણ ગુજરાત પ્રખર વિચારક તરીકે સન્માન આપે છે .
કૃતિઓ : કાન્તા ,
નૃસિંહાવતાર , ગુલાબસિંહ , સુદર્શન , ગઘાવલી , પ્રાણવિનિમય , અમર આશા , નારી
પ્રતિષ્ઠા , ગુજરાતના બ્રાહ્મણો , સિદ્ધાંતસાર , માલતીમાધવ , ઉત્તમરામચરિત (
રૂપાંતર ) , આત્મ નિમજ્જન , પ્રેમજીવન , શિક્ષાશતક વગેરે .
( 13 ) સાહિત્ય દિવાકરનરસિંહરાવ દિવેટિયા (
1859–1937 ) ,
જન્મસ્થળ : અમદાવાદ
નરસિંહરાવ
સાહિત્યક્ષેત્રે અર્વાચીન યુગના અગ્રેસર હતા . કવિતાનું ઘડતર કરી , ગદ્યશૈલી
વિકસાવી , સામાજિક અને ધાર્મિકક્ષેત્રે વિકાસને અવરોધતી પ્રણાલિકાઓનું ખંડન કરી
તેમણે પોતાના જીવનકાળ દરમિયાન વિધાયક ફાળો આપ્યો હતો .
કૃતિઓ : કુસુમમાળા , પ્રેમળજ્યોતિ , હૃદયવીશા ,
નૂપુરઝંકાર , સ્મરણસંહિતા , મનોમુકુર ભાગ 1 થી 4 , સ્મરણમુકુર , નરસિંહરાવની
રોજનીશી , ગુજરાતી લેંગ્વેજ ઍન્ડ લિટરેચર ભાગ 1 અને 2 , વિવર્તલીલા , તરંગલીલા
વગેરે .
( 14 ) મધુર કોમલ
ઊર્મિકાવ્યના સર્જકમણિશંકર રત્નજી ભટ્ટ ‘
કાન્ત ’ ( 1867-1923 ) ,
જન્મસ્થળઃ ચાવડ
ઉત્તમ ખંડકાવ્યો અને
ચિરંજીવ ગુણોવાળાં ઊર્મિકાવ્યોના સમર્થ સર્જક કવિ ‘ કાન્ત’નું ગુજરાતી
કાવ્યસાહિત્યના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન છે . તેમની શૈલી પ્રોઢ , શિષ્ટ , મધુર અને
સંસ્કારની દીપ્તિવાળી છે . તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ ' પૂર્વાલાપ ' તેમના અવસાનના
દિવસે જ મગટ થયો હતો .
કૃતિઓ : પૂર્વાલાપ , સાગર
અને શશી , ઉદ્ગાર , અતિજ્ઞાન , વસંતવિજય , ચક્રવાક મિથુન , રોમન સ્વરાજ્ય , ગુરુ
ગોવિંદસિંહ , દુ : ખી સંસાર , શિક્ષણનો ઇતિહાસ , પ્રેસિડન્ટ લિનનું ચરિત્ર ,
સંવાદમાલા , સિદ્ધાંતસારનું અવલોકન , હીરામાણેકની મોટી એક ખાણ , કુમાર અને ગૌરી
વગેરે ,
( 15 ) અવિસ્મરણીય
ભદ્રંભદ્ર'ના સર્જકરમણભાઈ નીલકંઠ (
1868–1928 ) ,
જન્મસ્થળ : અમદાવાદ
ગુજરાતના પ્રથમ સમર્થ હાસ્યકાર રમણભાઈની ઊંડી અવલોકન શક્તિએ માનવસ્વભાવનાં અનેક પાસા જોયાં . તેમનામાં રહેલી સુષુપ્ત વિનોદવૃત્તિ જાગી ઊઠી અને તેમાં સંસારસુધારાની સંનિષ્ઠ ભાવના ભળી . ગઘકાર , હાસ્યકાર , નાટ્યકાર , કવિ અને વિવેચક તરીકે રમણભાઈ ગુજરાતના સાહિત્યકારોમાં અગ્રગણ્ય છે .
કૃતિઓ : ભદ્રંભદ્ર , શોધમાં , રાઈનો પર્વત ,
હાસ્યમંદિર , કવિતા અને સાહિત્ય : ભાગ 1 થી 4 , ધર્મ અને સમાજ : ભાગ 1 અને 2 વગેરે
.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment