header

નોંધપાત્ર ગુજરાતી ફિલ્મો [Notable Gujarati films]

 

નોંધપાત્ર ગુજરાતી ફિલ્મો




 
* ‘ શેઠ સગાળશા ’ ( 1917 ): સર્વપ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ – પ્રિન્ટ કાઢવાની પ્રક્રિયા સફળ ન થતાં આ ફિલ્મ રજૂઆત પામી શકી નહિ .

* શ્રીકૃષ્ણ સુદામા ( 1920 ) : ગુજરાતની પ્રાદેશિક - સાંસ્કૃતિક લાક્ષણિકતા ધરાવતી સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ 7

• નરસિંહ મહેતા ’ ( 1920 ) દ્વિતીય ગુજરાતી ફિલ્મ – આમાં કાનજીભાઈ રાઠોડે નરસિંહ મહેતાની ભૂમિકા ભજવી હતી .

 * ‘ ભક્ત વિદૂર ' ( 1921 ) : ભારતની સર્વપ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ –રાજકીય કારણોસર પ્રતિબંધિત થનાર ભારતની સર્વપ્રથમ ફિલ્મ

• ‘ કાળો નાગ ’ ( 1923 ) : અપરાધ , રહસ્ય અને રોમાંચથી ભરપૂર ભારતની સર્વપ્રથમ ગુજરાતી ફિલ્મ

• ‘ મનોરમા ’ ( 1923 ) : ‘ કલાપી’ની જાણીતી કાવ્યકૃતિ ‘ હૃદયત્રિપુટી’નું ફિલ્મી રૂપાંતર .

* ‘ સમુદ્રમંથન ’ ( 1924 ) : દિગ્દર્શક ચંપકરાય પટ્ટણીને આ ચિત્રના કેટલાંક સ્પેશિયલ ઇફેક્ટનાં દૃશ્યોની સિદ્ધિ માટે ઈ.સ. 1925 માં કર્યા હતા . ઇંગ્લેન્ડની ‘ રૉયલ ફોટોગ્રાફી સોસાયટી'એ માનદ્ ઍસોશિયેટ નિયુક્ત ( બોલતી ) ગુજરાતી ફિલ્મ

• ‘ ચવચવનો મુરબ્બો ’ અને ‘ મુંબઈની શેઠાણી ’ ( 1931 ) : ટૂંકી સવાક્

* ‘ નરસિંહ મહેતા ’ ( 7 એપ્રિલ , 1932 ) : નિર્માતા : ચીમનભાઈ દેસાઈ , દિગ્દર્શક : નાનુભાઈ વકીલની સર્વપ્રથમ સાક્ ગુજરાતી ફિલ્મ

* ‘ સતી સાવિત્રી ' ( 16 એપ્રિલ , 1932 ) :નિર્માતા ચન્દુલાલ શાહ ની દ્વિતીય સવાક ગુજરાતી  ફિલ્મ આમા ગૌહર બાનું અને ભગવાન દાસે  અભિનય આપ્યો હતો.

‘ ફાંકડો ફિતૂરી ' ( 1940 ) પ્રથમ ગુજરાતી સવાક  રમૂજી ફિલ્મ ‘

 રાણકદેવી ' ( 1946 ) : દિગ્દર્શક વી . એમ . વ્યાસની અત્યંત લોકપ્રિય ફિલ્મ

* ‘ ભક્ત સૂરદાસ ' ( 1947 ) : દિગ્દર્શક શાન્તિકુમાર દવેની નોંધપાત્ર ફિલ્મ – અરવિંદ પંડ્યા અભિનિત પ્રથમ ફિલ્મ

* ‘ મીરાંબાઈ ’ ( 1947 ) : દિગ્દર્શક નાનાભાઈ ભટ્ટની નિરુપા રોયની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘

કરિયાવર ’ ( 1948 ) : દિગ્દર્શક ચતુર્ભુજ દોશીની ગ્રામસમાજની પૃષ્ઠભૂમિવાળી સ્નેહકથા –દીના પાઠક અભિનિત પ્રથમ ફિલ્મ

• ‘ મહેંદી રંગ લાગ્યો ' ( 1960 ) સૌપ્રથમ વાર ગુજરાત સરકાર તરફથી પ્રોત્સાહક પારિતોષિક મેળવનાર ફિલ્મ

 • ‘ હીરો સલાટ ’ ( 1961 ) : દિગ્દર્શક રામચંદ્ર ઠાકુરની આ ફિલ્મને ઈ.સ. 1961 ની શ્રેષ્ઠ ફિલ્મનો અવૉર્ડ મળ્યો

 * ‘ નંદનવન ' ( 1963 ) અને ‘ કસુંબીનો રંગ ' ( 1969 ) રાષ્ટ્રપતિ તરફથી ગુણવત્તાનું પ્રમાણપત્ર મેળવનારી ફિલ્મો

 • ‘ અખંડ સૌભાગ્યવતી ’ ( 1963-64 ) : ગુજરાત સરકારે સૌપ્રથમ વાર આ ફિલ્મને કરમુક્તિ આપી ‘

 લીલુડી ધરતી ’ ( 1968 ) પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ ‘

 કંકુ ' ( 1969 ) : પન્નાલાલ પટેલની જાણીતી વાર્તા ‘ કંકુ ’ પર આધારિત દિગ્દર્શક કાંતિલાલ રાઠોડની ફિલ્મ . આ ફિલ્મની અભિનેત્રી પલ્લવી મહેતાને ઈ . સ . 1969 ના શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો . આ ફિલ્મને પણ મળ્યો . ઈ . સ . 1970 માં શ્રેષ્ઠ પ્રાદેશિક ફિલ્મ તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મલ્યો

જેસલ - તોરલ ’ ( 1971 ) : રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ

 * ‘ રાણકદેવી ’ ( 1972 ) : વડોદરા પાસે આવેલી ‘ લક્ષ્મી ફિલ્મ સ્ટુડિયોઝ ઍન્ડ લૅબોરેટરીઝ’ની પ્રથમ ફિલ્મ .

‘ ગુણસુંદરીનો ઘરસંસાર ' ( 1972 ) : ગોવર્ધનરામ ત્રિપાઠીની મહાનવલ ' સરસ્વતીચંદ્ર'ના આધારે ગોવિંદ સરૈયાએ બનાવેલી એક સ્વચ્છ અને કલાત્મક ફિલ્મ

 ‘ ‘ અછૂતનો વેશ ' ( 1978 ) : દિલ્લી ખાતે આઠમા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો . ‘ ન્યૂ યૉર્ક મ્યુઝિયમ ઑફ મૉડર્ન આર્ટ ' દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આ ફિલ્મ પ્રદર્શિત થઈ . ફ્રાન્સમાં યોજાયેલા ત્રીજા યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આ ફિલ્મને ‘ યુનેસ્કો હ્યુમન રાઇટ્સ ' અવૉર્ડ પ્રાપ્ત થયો . લંડનમાં યોજાયેલા ' ન્યૂ ઇન્ડિયન સિનેમા ઉત્સવમાં આ ફિલ્મ દર્શાવવામાં આવી હતી .

 • ‘ મહિયરની ચૂંદડી ’ ( 1983 ) : દિગ્દર્શક વિભાકર મહેતાની આ ફિલ્મને ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ ફિલ્મનું દ્વિતીય પારિતોષિક મળ્યું . હિંદી સાજન કા ઘર ) સહિત ભારતની નવ ભાષાઓમાંઆ ફિલ્મની વાર્તા પર આધારિત ફિલ્મો બની . ' માહેરચી સાડી ' મરાઠી ફિલ્મોના ઇતિહાસમાં સૌથી વધુ સફળ ફિલ્મ હતી .

 * ‘ હું હુંશી હુંશીલાલ ' ( 1993 ) : દિગ્દર્શક સંજીવ શાહની વર્તમાન રાજકારણ પર વ્યંગ કરતી પ્રયોગાત્મક ફિલ્મ . ઈ.સ. 1993 માં ફિલ્મ દર્શાવાઈ હતી . દિલ્લી ખાતે યોજાયેલા ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં આ ફિલ્મ દર્શાવાઇ હતી

 • ‘ માનવીની ભવાઈ ' ( 1994 ) : પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર નવલકથા પર આધારિત ફિલ્મ

* દેશ રે જોયા દાદા પરદેશ જોયા ' ( 1998 ) : નિર્માતા ગોવિંદભાઈ પટેલની ટિકિટબારી પર અભૂતપૂર્વ સફળતા મેળવનાર ફિલ્મ

 ‘ દરિયાછોરું ’ ( 1998 ) : દિગ્દર્શક વિપુલ શાહની 35 MM સિનેમા સ્કૉપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ .

* ‘ સાદ ’ ( 1998 ) : પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતી મૂક ફિલ્મ . આ ફિલ્મને ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ ફિલ્મનું પારિતોષિક એનાયત થયું , પરંતુ આ ફિલ્મ છબીઘરો સુધી પહોંચી શકી નહિ .

* દીકરીનો માંડવો ' ( 2000 ) : નિર્માતા સવજીભાઈ સતાણીની આ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે અને અભિનેત્રી મોના થીબાને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો અવૉર્ડ મળ્યો .

* કરમુક્તિ યુગમાં ઉપેન્દ્ર ત્રિવેદી 45 જેટલી ફિલ્મોમાં અભિનેતા રહ્યા . અભિનેત્રી સ્નેહલતા સાથે તેમણે 28 ફિલ્મોમાં કામ કરી નવો વિક્રમ સ્થાપ્યો .

આધુનિક ગુજરાત

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ