header

આધુનિક ગુજરાત [Modern Gujarat]

 

૩. આધુનિક ગુજરાત




ગુજરાતનાં દેશી રાજ્યો :

 ભારતનાં કુલ 562 દેશી રાજ્યોમાંથી ગુજરાતમાં 366 દેશી રાજ્યો હતાં . જૂનાગઢ , નવાનગર , ભાવનગર , મોટાં રાજ્યો હતાં . 

રાજપીપળા , દેવગઢબારિયા , લુણાવાડા , છોટા ઉદેપુર ધ્રાંગધ્રા , પોરબંદર , મોરબી , ગોંડલ , વાંકાનેર અને રાજકોટ સૌરાષ્ટ્રનાં વગેરે રાજ્યોના શાસકો રાજપૂતો હતા અને વાસિનોર , ખંભાત , સચિન , રાધનપુર તથા પાલનપુરના શાસકો મુસ્લિમો હતા . 

સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ( ઈ.સ . 1875 થી 1939 ) ના સમયમાં વડોદરા રાજ્યે નોંધપાત્ર વિકાસ સાધ્યો હતો .

બ્રિટિશ યુગઃ

 ઈ . સ . 1818 માં પેશવાઈનો અંત આવતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાર્વભૌમ સત્તા બની . કંપનીને ગુજરાતના મળેલા પ્રદેશો પાંચ જિલ્લામાં વહેંચાયેલા હતા . ઈ.સ. 1853 માં સિંધિયાએ પંચમહાલ જિલ્લો તથા પાવાગઢ અને ચાંપાનેરના પ્રદેશો બ્રિટિશ સરકારને સોંપ્યા . 

ગુજરાતમાં બ્રિટિશ સરકારની સ્થાપના થવાથી સામાન્ય લોકોના સુખમાં વધારો થયો . રાજકીય પરિવર્તનની અસર સામાજિક ઇતિહાસ પર પણ પડી . બ્રિટિશ સરકારે પણ સામાજિક સુધારાઓ કરવા માંડ્યા .

1857 નાં સગ્રામ ગય રહેલી લશ્કરની સાતમી ટુકડીએ જૂન , 1857 માં કરી હતી . જુલાઈમાં ગોધરા , દાહોદ અને ઝાલોદમાં સરકારી કચેરીઓ કબજે કરવામાં આવી . 

આ સમય દરમિયાન ખેરાલુ , પાટણ , ભિલોડા , વિજાપુર વગેરે સ્થળોએ જાગીરદારોએ બળવા કર્યા . આણંદના મુખી ગરબડદાસે ખેડા જિલ્લામાં અંગ્રેજોનો સામનો કર્યો . ઓખાના વાઘેરોએ જોધા માણેકની આગેવાની હેઠળ અંગ્રેજો સામે બળવો કર્યો .

 તાત્યા ટોપેએ ગુજરાતમાં પ્રવેશી છોટા ઉદેપુર કબજે કર્યું , જૂન , 1858 સુધીમાં ગુજરાતની પ્રજાને સંપૂર્ણપણે નિઃશસ્ત્ર કરી દેવામાં આવી .

 બ્રિટિશ તાજનો યુગઃ ઈ.સ. 1858 માં બ્રિટિશ તાજે ભારતનો વહીવટ સંભાળી લીધો . ગુજરાતના પાંચ જિલ્લાનો વહીવટ મુંબઈ ઇલાકાના ગવર્નર મારફતે કરવામાં આવતો હતો .

 બ્રિટિશ સરકારે ઈ . સ . 1860 માં આવકવેરો શરૂ કરતાં સુરતના વેપારીઓએ આંદોલન ચલાવ્યું હતું . ઈ.સ. 1878 માં લાયસન્સ ટેક્સના વિરોધમાં પણ સુરતમાં આંદોલન થયું હતું .

ગુજરાતમાં સ્વાતંત્ર્યસંગ્રામ : 

ઈ . સ . 1871 માં સુરત તથા ભરૂચમાં અને ઈ.સ. 1872 માં અમદાવાદમાં ‘ પ્રજાસમાજ ' નામની રાજકીય સંસ્થા સ્થપાઈ . ઈ . સ . 1884 માં અમદાવાદમાં ‘ ગુજરાત સભા’ની સ્થાપના થઈ . 

ઈ.સ. 1885 માં મુંબઈમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનું પ્રથમ અધિવેશન ગોકળદાસ તેજપાલ પાઠશાળા નામની ગુજરાતી સંસ્થાના મકાનમાં મળ્યું હતું . ત્યારપછી કૉંગ્રેસનાં અધિવેશનો ઈ . સ . 1902 માં અમદાવાદમાં અને ઈ . સ . 1907 માં સુરતમાં થયાં હતાં .

 ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા અરવિંદ ઘોષ પાસેથી મળી હતી . 13 નવેમ્બર , 1909 ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે વાઇસરૉય લૉર્ડ મિન્ટો પર બૉમ્બ નાખવામાં આવ્યો હતો .

 ઈ.સ. 1916 માં મગનભાઈ ચતુરભાઈ પટેલે અમદાવાદમાં હોમરૂલ લીગની શાખા સ્થાપી હતી . માર્ચ , 1918 માં એની બેસન્ટે ભાવનગર , અમદાવાદ અને ભરૂચમાં સભાઓ યોજી હતી .

 ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી આવી , 25 મે , 1915 ના રોજ અમદાવાદના કોચરબ ગામમાં ‘ સત્યાગ્રહ આશ્રમ'ની સ્થાપના કરી . 

ગાંધીજીએ વીરમગામની જકાતબારીની પ્રજાની હાડમારી રજૂ કરતાં સરકારે એ જકાત રદ કરી હતી .

 અમદાવાદના મિલમજૂરોએ 35 ટકા પગારવધારાની માંગણી કરતાં ગાંધીજીએ તેમને હડતાળ પાડવાની સલાહ આપી હડતાળ સફળ થઈ અને મિલમજૂરોને 35 ટકાનો પગારવધારો મળ્યો હતો .

 ઈ . સ . 1917 માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જવા છતાં અધિકારીઓએ ખેડૂતોનું મહેસૂલ માફ ન કર્યું . 

ગાંધીજીની નેતાગીરી હેઠળ ખેડાના ખેડૂતોએ સત્યાગ્રહ શરૂ કર્યો . ઈ.સ. 1918 માં ગાંધીજીને સફળતા મળી .

ઈ . સ . 1919 માં પસાર થયેલા ' રૉલેટ ઍક્ટ ' વિરુદ્ધ ગુજરાતમાં 6 , એપ્રિલના રોજ અમદાવાદ અને નિડયાદમાં હડતાળ પડી . 

અમદાવાદમાં લશ્કર બોલાવવા છતાં આગના બનાવો ચાલુ રહ્યા . 13 , એપ્રિલે આણંદમાં હડતાળ પડી . હિંસાના પ્રાયશ્ચિત્તરૂપે ગાંધીજીએ અમદાવાદમાં ત્રણ દિવસના ઉપવાસ કરી શાંતિ સ્થાપી .

અસહકારના આંદોલનના રચનાત્મક પાસામાં 18 ઑક્ટોબર , 1920 ના રોજ અમદાવાદમાં ‘ ગૂજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કરવામાં આવી . 

સરકારી કેળવણીનો બહિષ્કાર કરી અમદાવાદ , સુરત અને વડોદરાની કૉલેજોના અધ્યાપકોએ રાજીનામાં આપ્યાં . વિદ્યાર્થીઓએ હાઇસ્કુલ છોડી 

વકીલોને વકીલાતન ત્યાગ કર્યો . વિદેશી કાપડની હોળી કરવામાં આવી , તિલકે  સ્વરાજ ફાળામાં  ગુજરાતને રુપિયા 15લાખ નો ફાળો  આપ્યો  . ચોરીચારામાં થયેલી હિસાંના કારણે આ ચવા બધ કરવામાં આવી .

 બોરસદ તાલુકામાં નાખવામાં આવેલા પોલીસ ખર્ચના વધારાના કરનો પ્રજાએ વિરોધ કર્યો .

 આ સત્યાગ્રહમાં દરબાર ગોપાળદાસના પ્રમુખપદે રચાયેલા સંગ્રામ સમિતિ ” નો વિજય થયો . ઈ . સ . 1928 માં સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં જમીન મહેલનાં 22 ટકાનો વધારો કરવામાં આવ્યો . લોકોએ આ વધારાનો વિરોધ કર્યો . 

ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને આ સત્યાગ્રહની જવાબદારી સોંપી . સરકારે દમનનીતિ શરૂ કરી . બારડોલી સત્યાગ્રહની સહાનુભૂતિમાં સમગ્ર ભારતે બારડોલી દિન ' ઊજવ્યો . આ બાતમાં સત્યાગ્રહીઓનો વિજય થયો

 અને વલ્લભભાઈ પટેલ “ સરદાર કહેવાયા . 12 ક્લેબર , 1928 ના રોજ અમદાવાદની ગુજરાત કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓએ સાઈમન કમિશનના વિરોધમાં હડતાળ પાડી સત્રાંત પરીક્ષા ન આપી . 

કૉલેજના આચાર્ય શિરા તેમની સામે વૈરવૃત્તિ રાખી . કોઈ વિદ્યાર્થીઓએ 39 દિવસની હડતાળ પાડી . 30 જાન્યુઆરી , 129 ના રોજ દેશભરની કૉલેજોએ હડતાળ પાડી અખિલ ભારત ગુજરાત કૉલેજ દિન ઊજળી અને શિરાઝના પગલાને ધિક્કાર્યું . 

12 ગર્ચ . 1930 ના રોજ ગાંધીજીએ પોતાના 78 સાયીઓ સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી દીર્ય શરૂ કરી , 6 , એપ્રિલે કાયદાનો ભંગ કર્યો .

 દાંડી મુકામે પહલી , ચપટી મીઠું ઉપાડ્યું . આ રીતે ગાંધીજીએ મીઠાના સુરત જિલ્લાના પાસામાં સત્યાગ્રહીઓ પર નિયતાથી લાીમાર કરવામાં આવ્યો . 

બારડોલી અને બોરસદ તાલુકામાં નાકરની લડત ચાલી , ધોલેરા અને વીરગામ પણ મીશ્રના કાયદાભંગનાં કેન્દ્રો બન્યાં . 

ગુજરાતમાં સરદાર પટેલ , મોરારજી દેસાઈ , ડૉ ચંદુલાલ દેસાઈ અને કનૈયાલાલ દેસાઈની , તેઓ વ્યક્તિગત સત્યાગ્રહ કરે તે પહેલાં જ , ધરપકડ કરવામાં આવી .

 ૩ માર્ચ , 1941 સુધીમાં ગુજરાતમાંથી 296 સત્યાગ્રહીઓની ધરપકડ થઈ . આ લડત દરમિયાન નેતાઓની ધરપકડના વિરોધનાં લોકોએ હડતાળો પાડી .

 8 ઑગસ્ટ , 1942 ના રોજ મુંબઈમાં મળેલી મહાસમિતિની બેઠકનાં ' હિંદ છોડો'નો ફરાવ પસાર કરવામાં આવ્યો . 9 ઓગસ્ટની વહેલી સવારે અમદાવાદમાંથી ગોશ માવળકર અને ભોગીલાલ લાલા , સુરતમાંથી ચંપકલાલ ધીયા અને છોટુભાઈ મારફતિયા , વડોદરામાંથી છોટુભાઈ સુતરિયા અને પ્રાણલાલ મુનશી , સૌરાષ્ટ્રમાંથી માણેકલાલ ગાંધી , દિનકરરાય દેસાઈ , બળવંતરાય મહેતા અને ઉછરંગરાય ટેબર જેવા કૉંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી . 

9 ઑગસ્ટથી અમદાવાદનીમિલો , બજારો , શાળાઓ તથા કૉલેજોમાં 105 દિવસની હડતાળ પડી . 9 મીએ અમદાવાદના ખાડિયામાં થયેલા ગોળીબારમાં ઉમાકાંત કડિયા શહીદ થયો .

 લૉ કૉલેજથી નીકળેલું વિદ્યાર્થીઓનું સરઘસ ગુજરાત કૉલેજમાં પ્રવેશતાં થયેલા ગોળીબારથી વિનોદ કિનારીવાલા શહીદ થયો . 18 ઑગસ્ટની સાંજે અડાસ સ્ટેશન પાસે વડોદરાના પાંચ યુવાનો પોલીસ ગોળીબારથી શહીદ થયા . 

ગુજરાતમાં અનેક સ્થળેથી પ્રગટ થતી ગુપ્ત પત્રિકાઓમાં ચળવળના સમાચાર તથા કાર્યક્રમો આપવામાં આવતા હતા . અમદાવાદમાંથી બી . કે . મજમુદાર , જયંતી ઠાકોર , કાંતિલાલ ધીયા , ભરૂચ જિલ્લામાંથી છોટુભાઈ પુરાણી , સૌરાષ્ટ્રમાંથી રતુભાઈ અદાણી ભાંગફોડની પ્રવૃત્તિઓનું સંચાલન કરતા હતા . 

કિશોરલાલ મશરૂવાળાએ 23 ઑગસ્ટના ‘ હરિજન ' અંકમાં ભાંગફોડની પરવાનગી આપતું લખાણ પ્રગટ કર્યું .

 તે મુજબ ગુજરાતમાં અનેક સ્થળોએ તાર - ટેલિફોનનાં દોરડાં કાપવામાં આવ્યાં , પોલીસ પાર્ટી , પોલીસવાન , પોલીસ ચોકીઓ , પોસ્ટ - ઑફિસો અને હડતાળ ન પાડતી દુકાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો .

 પોળોમાં ઘૂસીને મારતા પોલીસો પર ઍસિડ ભરેલા બલ્બ નાખી , તેમને પોળોમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા . અમદાવાદમાં વિવિધ જૂથોએ બૉમ્બ બનાવી પોલીસ ચોકીઓ , પોસ્ટ - ઑફિસો તથા સરકારી કચેરીઓ પર નાખ્યા અને અરાજકતા ફેલાવી .

 આ રીતે ‘ હિંદ છોડો ' ચળવળ દરમિયાન ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં ભાંગફોડની પ્રવૃત્તિઓ થઈ . દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં 15 ઑગસ્ટ , 1947 ના રોજ ભારત થતાં ગુજરાત સૌશાહ સ્વતંત્ર થયું .

 1 નવેમ્બર , 1956 ના રોજ મુંબઈ રાજ્યની રચનાથતાં ગુજરાત , સૌરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું .

ગુજરાતનું અલગ રાજ્ય :

 મહાગુજરાતની અલગ રચના કરવા માટે ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ લડત શરૂ થઈ . 

8 ઑગસ્ટ , 1956 ના રોજ અમદાવાદમાં કૉંગ્રેસ હાઉસ સામે દેખાવકારો પર ગોળીબાર થતાં ચાર યુવાનો શહીદ થયા . 

નિડયાદ , આણંદ , વડોદરા વગેરે શહેરોમાં હડતાળો પડી . થોડા દિવસોમાં આ ચળવળ સમગ્ર ગુજરાતમાં ફેલાઈ . સપ્ટેમ્બર , 1956 માં ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાત જનતા પરિષદ’ની રચના કરવામાં આવી .

 હિંસક બનાવોના વિરોધમાં મોરારજી દેસાઈએ ઉપવાસ કર્યા . 

અમદાવાદમાં વડા પ્રધાન જવાહરલાલ નેહરુની સભા સામે ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર સભામાં લાખોની માનવમેદની ઊમટી પડી . છેવટે માર્ચ , 1960 માં કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનનો ખરડો પસાર કર્યો

 અને 1 મે , 1960 થી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ગુજરાતના અલગ રાજ્યની રચના કરવામાં આવી . અમદાવાદ તેનું પાટનગર બન્યું . ઈ . સ . 1970 માં શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ગાંધીનગરને નવા પાટનગર તરીકે વિકસાવવામાં આવ્યું .


મધ્યકાલીન ગુજરાત


............................................................................................................................




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ