અલાઉદીનનો બનેવી અલપખાન ( ઈ . સ . 1306 થી 1315 ) ગુજરાતનો ગવર્નર બન્યો .
અલાઉદીને જીવનજરૂરિયાતની વસ્તુઓનું ભાવનિયમન કર્યું હતું .
તઘલક યુગઃ
ઈ . સ . 1320
માં તઘલક યુગની શરૂઆત થઈ . તઘલક વંશનો મહંમદ તઘલક તરંગી અને વિદ્વાન હતો . તેનો
મોટા ભાગનો સમય ભરૂચ , તથી વગેરે અમીરોના બળવાઓને શમાવવામાં ગયો હતો
. તેણે જૂનાગઢ
અને ઘોઘાના રાજાઓને હરાવ્યા હતા . ઈ . સ . 1398 માં તૈમૂરે દિલ્લી પર ચડાઈ કરતાં
તાતારખાને ( મહંમદશાહ પહેલાએ ) ગુજરાતમાં આશ્રય લીધો .
ગુજરાત સલ્તનત યુગઃ
ઑક્ટોબર , 1407 માં ઝફરખાને
મુઝફ્ફરશાહ પહેલાનો ઇલકાબ ધારણ કરી બીરપુર મુકામે ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ
રાજ્યની સ્થાપના કરી . 10 મી જાન્યુઆરી , 1411 માં એહમદખાન ‘ નસીરૂદ્દીન
એહમદશાહ’નો ખિતાબ ધારણ કરી રાજગાદીએ આવ્યો .
તે ગુજરાતની સલ્તનતનો ખરો સ્થાપક ગણાય
છે . તેણે 13 મી એપ્રિલ , 1411 ના રોજ કર્ણાવતીનગર પાસે અમદાવાદ શહેરની સ્થાપના
કરી અને પોતાની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડી . તેણે વડોદરા અને મોડાસામાં ગયેલા
બળવાઓનું શમન કર્યું તથા ઈડરના રાવ અને માળવાના સુલતાનો
અવારનવાર યુદ્ધો
કર્યાં . તેણે ઝાલાવાડ , ચાંપાનેર , નાંદોદ અને નાગઢના રાજાઓને તથા બહ્મની સુલતાન
અહમદશાહને હરાવ્યા . તેણે હાથમતી નદીના કિનારે અહમદનગર ( હિંમતનગર ) વસાવ્યું હતું
. તેના સમયમાં અમદાવાદમાં જુમા મસ્જિદ , ભદ્રનો કિલ્લો અને ત્રણ દરવાજાનું બાંધકામ
થયું હતું .
કુતુબુદ્દીન એહમદશાહે ( ઈ.સ. 1451 થી 1458 ) ' હોજ઼ કુતુબ ' (
કાંકરિયા તળાવ ) અને નગીનાવાડી બંધાવ્યાં હતાં . ગુજરાતના ઇતિહાસમાં મેહમૂદ
બેગડાને નામે પ્રખ્યાત નસીરૂદ્દીન મેહમૂદશાહ ( ઈ . સ . 1458 થી 1513 ) મુસ્લિમ
શાસકોમાં સર્વશ્રેષ્ઠ રાજ્યકર્તા હતો . તેણે જૂનાગઢ અને પાવાગઢ જીત્યાં હતાં
અને ચાંપાનેર
, સિંધ , માળવા તથા ઈડરના રાજાઓને હાર આપી હતી . મેહમૂદ બેગડાએ ચેવલ બંદર પાસે
ફિરંગીઓને અને દ્વારકા પાસે ચાંચિયાઓને હરાવ્યા હતા . તેણે સરખેજ , રસુલાબાદ ,
વટવા , અમદાવાદ , ચાંપાનેર અને ધોળકામાં મસ્જિદ , રોજા , ઇમારતો વગેરે બંધાવ્યાં
હતાં . તેના
સમયમાં અમદાવાદમાં દાદા હિરની વાવ અને અડાલજની વાવનાં સ્થાપત્યો થયાં
હતાં . મુઝફ્ફરશાહ બીજો ( ઈ.સ. 1513 થી 1526 ) વિદ્વાન , સંયમી અને પવિત્ર સુલતાન
હતો . તેણે ઈડર , ચિત્તોડ અને માળવાના રાજાઓને યુદ્ધમાં હરાવ્યા હતાં .
તેણે
હુમાયુ સામેની લડતમાં નજીવી મદદ કરનાર પોર્ટુગીઝોને દીવમાં વેપાર કરવાની પરવાનગી
આપીને ગંભીર ભૂલ કરી હતી . છેલ્લા સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજા ( ઈ . સ . 1561 થી
1572 )ના વજીર ઇતિમાદખાને અકબરને ગુજરાત જીતવા આમંત્રણ આપ્યું અનેગુજરાત સલ્તનતનો અંત આવ્યો .
મુઘલ યુગ :
અકબરે ઈ . સ .
1572–73માં ગુજરાતમાં વિજયો મેળવી મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી અને મુઘલ
શાહજાદાઓને ગુજરાતના સૂબા તરીકે મોકલ્યા . અકબરના સમયમાં રાજા ટોડરમલે જમીનની જાત
પ્રમાણે મહેસૂલ રોકડમાં લેવાની પદ્ધતિ દાખલ કરી હતી .
જહાંગીરે સત્તા પર આવતાં
ખંભાતની મુલાકાત લીધી હતી . તેણે અંગ્રેજ પ્રતિનિધિ સર ટોમસ રોને વેપાર કરવાની
પરવાનગી આપતાં અંગ્રેજોએ ઈ . સ . 1613 માં સુરતમાં પોતાનું પ્રથમ વેપારી મથક
સ્થાપ્યું હતું . આ પછી અંગ્રેજોએ ભરૂચ , અમદાવાદ , ઘોઘા , ખંભાત વગેરે સ્થળોએ
વેપારી મથકો સ્થાપ્યાં .
અંગ્રેજો વેપાર વધારતા ગયા અને લશ્કરથી સુસજ્જ થતા ગયા .
જહાંગીરે અમદાવાદની ટંકશાળમાં રાશિવાળા સિક્કા પડાવ્યા હતા . શાહજહાંના સમયમાં
અમદાવાદમાં શાહીબાગ બન્યો હતો . ઓરંગઝેબના સમયમાં એકસરખી જકાત દાખલ કરવામાં આવી
હતી અને કારીગરો માટે સમાન વેતન ઠરાવ્યું હતું .
તે સુન્ની અને અસહિષ્ણુ મુસલમાન
હતો . તેણે હોળી અને દિવાળીના ધાર્મિક ઉત્સવો ઊજવવા પર પ્રતિબંધ મૂક્યો હતો . તેના
સમયમાં સુરત ‘ મક્કાનું પ્રવેશદ્વાર ’ ગણાતું . અહીં અંગ્રેજ , ડચ અને ફ્રેંચ
વેપારીઓની કોઠીઓ હતી .
અમદાવાદ સુતરાઉ , રેશમી અને ગરમ કાપડના ઉત્પાદન માટે
જાણીતું હતું . ખંભાતથી કાપડ , ગળી , જરીવાળું કાપડ વગેરેની નિકાસ થતી હતી . ઈ.સ.
1664 અને 1670 માં શિવાજીએ સુરત લૂંટ્યું હતું .
ઈ . સ . 1707 માં
ઔરંગઝેબનું મૃત્યુ થતાં મુઘલ સત્તા નબળી પડી . ત્યારપછી મુઘલો ગાયકવાડ અને
પેશ્વાના હુમલાઓ ખાળી ન શક્યા . મુઘલ અને મરાઠાઓ વચ્ચેના સંઘર્ષમાં પ્રજાના
જાનમાલની સલામતી ન રહી . મુઘલ બાદશાહની નબળાઈનો લાભ લઇ જૂનાગઢ , રાધનપુર અને
ખંભાતના શાસકો સ્વતંત્ર બન્યા . સુરત અને ખંભાતનાં બંદરોની જાહોજલાલી અસ્ત પામી .
દામાજીરાવ ગાયકવાડના પુત્રો વચ્ચેના ક્લહનો લાભ લઈ અંગ્રેજોએ સુરત અને ભરૂચમાં
પોતાની સત્તાદઢકરી.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment