ગુજરાતના શબ્દ શિલ્પીઓ
( 16 ) પ્રબુદ્ધ
જ્ઞાનમૂર્તિ
આનંદશંકર ધ્રુવ (
1869-1942 ) ,
જન્મસ્થળઃ અમદાવાદ
આચાર્ય આનંદશંકર ધ્રુવ પંડિતયુગની
પ્રતિભામૂર્તિઓમાં અગ્રણી હતા . પંડિતયુગ ચિંતનાત્મક સ્વરૂપે આનંદશંકરમાં
મૂર્તિમંત થયો હતો . પ્રકાંડ પાંડિત્ય , પ્રખર બુદ્ધિમત્તા અને હૃદયની પ્રસન્નતાના
તેઓ સ્વામી હતા . સંસ્કારી આભિજાત્ય તેમનામાં સહજ રીતે પ્રગટ થયું હતું ,
કૃતિઓ : કાવ્યતત્ત્વ વિચાર , સાહિત્યવિચાર ,
આપણો ધર્મ , હિંદુ ધર્મની બાળપોથી , ધર્મવર્ણન , વિચારમાધુરી , હિંદુ ( વેદ ) ધર્મ
, દિગ્દર્શન વગેરે .
( 17 ) બરછટ
વ્યક્તિત્વમાં સુમધુર ભાવોન્મેષ
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
( 1869-1952 ) ,
જન્મસ્થળ ભરૂચ
સાહિત્યના પીઠ પ્રહરી બ .
ક . ઠાકોરને પુસ્તકોના ઢગલા વચ્ચે બેઠેલા જોવા એ એક લહાવો હતો . તેઓ સાહિત્ય ,
ઇતિહાસ , વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર જેવા અનેક વિષયોનાં પુસ્તકોની સૃષ્ટિમાં આજીવન
ગળાડૂબ રહ્યા હતા . તેમનામાં રહેલી બંડખોર , પ્રયોગશીલ વૃત્તિએ નવી પેઢીને જૂની
પેઢીથી જુદી તારવવાનું કાર્ય કર્યું હતું . તેમણે તેમના સર્જન દ્વારા ગુજરાતી
સાહિત્યમાં નવાં રૂપો , આકારો , ઉદ્ગારો અને ઉન્મેષોનું ઉમેરણ કર્યું હતું .
કૃતિઓ : ભણકાર ધારા : ભાગ 1 અને 2 , ઊગતી જવાની
, લગ્નમાં બ્રહ્મચર્ય , સોવિયેત નવજુવાની , દર્શનિયું , કવિતાશિક્ષણ , પ્રયોગમાળા
, પંચોતેરમે વગેરે .
( 18 ) સુરતાની વાડીનો
મીઠો મોરલો
સુરસિંહજી ગોહિલ ‘ કલાપી
' ( 1874-1900 ) ,
જન્મસ્થળ : લાઠી
મધુર રસથી ભર્યા ભર્યા
જામ જેવી માત્ર છવ્વીસ વર્ષની ટૂંકી જિંદગી જીવી જનાર કવિ ક્લાપીએ પ્રજાવત્સલ રાજા
તરીકે , પ્રેમયોગી તરીકે અને જાગ્રત કલાકાર
તરીકે ગુજરાતના લોહૃદયમાં ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કર્યું છે . પ્રકૃતિ , પ્રણય અને
ત્યાગ એ કલાપીનાં મુખ્ય પ્રેરક બળ હતાં . તેમનાં શરૂઆતનાં કાવ્યો વિરહ , વ્યથા અને
ઝંખનાની લાગણીઓથી ભરપૂર છે . જ્યારે શોભના સાથેના લગ્ન પછીનાં કાવ્યો તૃપ્તિ અને
મસ્તીની ભરતીથી ઊછળતા મહાસાગર જેવાં છે . કલાપી
કૃતિઓઃ ક્લાપીનો કેકારવ ,
કલાપીની પત્રધારા , કશ્મીરનો પ્રવાસ , સ્વીડનબોર્ગના વિચારો , માયા અને મુદ્રિકા ,
બિલ્વમંગળ , હમીરજી ગોહિલ , હૃદયત્રિપુટી , ભરત વગેરે .
( 19 ) ગુજરાતના કવિવર
ન્હાનાલાલ દલપતરામ (
1877-1946 ) ,
જન્મસ્થળ : અમદાવાદ
કવિ દલપતરામના ઘેર જન્મવાનું સદ્ભાગ્ય પામનાર
કવિ ન્હાનાલાલ ગુજરાતી સાહિત્યના કાવ્યાકાશમાં ‘ પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ '
તરીકે શોભાયમાન બની રહ્યા . કલ્પનાનો જે વૈભવ તેમનાં કાવ્યોમાં જોવા મળે છે તેવો
વૈભવ ભાગ્યે જ બીજા ગુજરાતી કવિમાં મળશે . તેમણે પોતાનાં સર્જન દ્વારા ગુજરાતી
ભાષાનું સામર્થ્ય વધાર્યું . • શબ્દને ન્હાનાલાલનો સ્પર્શ થતાં એ જાણે પુષ્પ બની
જાય છે .
કૃતિઓ : કેટલાંક કાવ્યો :
ભાગ 1 થી 3 , ન્હાના ન્હાના રાસ ભાગ 1 થી 3 , ચિત્રદર્શનો , ગીતમંજરી , વિરાટનો
હિંડોળો , પ્રાણેશ્વરી , વિલાસની શોભા , પિતૃતર્પણ , કુરુક્ષેત્ર , બાળકાવ્યો ,
મહેરામણનાં મોતી , વસંતોત્સવ , હરિદર્શન , હરિસંહિતા : ભાગ 1 થી 3 , ઉષા , સારથિ ,
કવિશ્વર દલપતરામ , આપણા સાક્ષરરત્નો , સાહિત્યમંથન ,
( 20 ) પ્રજ્ઞાચક્ષુ - પ્રકાંડ પંડિત
સુખલાલજી ( 1880–1978 ) ,
જન્મસ્થળ : લીંબડી
શીતળાના રોગનો ભોગ બનતાં
પંડિતજીએ 16 વર્ષની ઉંમરે આંખો ગુમાવી હતી . ઈશ્વરે ચર્મચક્ષુ લઈ લીધાં , પણ
પ્રજ્ઞાચક્ષુ બક્ષ્યાં . તેમણે બનારસમાં મુનિ ધર્મવિજયજીની પાઠશાળામાં સંસ્કૃત અને
પ્રાકૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો . તેઓ વ્યક્તિ મટી એક વિદ્યાપીઠ બની ગયા .
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ભારતીય દાર્શનિકોમાં એમનું સ્થાન અગ્રગણ્ય છે .
કૃતિઓ : મારું જીવનવૃત્ત , નિગ્રંથ સંપ્રદાય , તત્ત્વાર્થસૂત્ર , યોગદર્શન , દર્શન
અને ચિંતન : ભાગ 1 થી 3 , જેન ધર્મનો પ્રાણ , વાદમહાર્ણવ : ભાગ 1 થી 6 ,
પ્રમાણમીમાંસા , જ્ઞાનબિંદુ વગેરે .
( 21 ) ગુજરાત સાહિત્ય
સભા અને પરિષદના સ્વપ્નદષ્ટા
જન્મસ્થળઃ સુરત
રણજિતરામ વાવાભાઈ મહેતા (
1881–1917 ) ,
રાજિતરામે ગુજરાતની
અસ્મિતા અને ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ તરફ પ્રજાનું ધ્યાન
દોર્યું હતું . તેમના અથાગ પ્રથમ અધિવેશન ભરાયું હતું પરિશ્રમથી ઈ . સ . 1905 માં
અમદાવાદમાં ‘ ગુજરાતી સાહિત્ય પરિષદ'નું પ્રથમ અધિવેશન ભરાયું હતું . અમદાવાદની
ગુજરાત સાહિત્ય સભાએ તેમના નામે ઈ . સ . 1928 થી વિશિષ્ટ સાહિત્યસેવા માટે ‘
રણજિતરામ સુવર્ણચંદ્રક ' આપવાનું શરૂ કર્યું હતું , જે આજ સુધી ચાલુ છે . ગુજરાતી
સાહિત્યમાં આ ચંદ્રક સૌથી પ્રતિષ્ઠિત ગણાય છે .
કૃતિઓઃ રણજિતકૃતિ સંગ્રહ
, રણજિતરામના નિબંધો , લોકગીત , રણજિતરામ ગદ્યસંચય : ભાગ 1 અને 2 વગેરે .
( 22 ) સવાઈ ગુજરાતી
દત્તાત્રેય બાલકૃષ્ણ
કાલેલકર ( 1885-1981 ) ,
જન્મસ્થળ : સતારા (
મહારાષ્ટ્ર )
માતૃભાષા મરાઠી હોવા છતાં
તેમના સાહિત્યસર્જનનાં પૂર ઊભરાયાં ગુજરાતી ભાષામાં . ગુજરાતી ભાષાનું આ એક પરમ
સદ્ભાગ્ય જ કહેવાય . સંસ્કૃતિની સુવાસ ફેલાવતાં એમનાં પુસ્તકોએ ગુજરાતી સાહિત્યને
સમૃદ્ધ કર્યું છે . મહાત્મા ગાંધીએ તેમને ' સવાઈ ગુજરાતી'નું બિરુદ આપ્યું હતું .
કાલેલકર કૃતિઓઃ ઓતરાદી દીવાલો , જીવનનો આનંદ , રખડવાનો આનંદ , જીવનલીલા , હિમાલયનો
પ્રવાસ , જીવનભારતી , પૂર્ણરંગ , જીવનસંસ્કૃતિ , જીવન ચિંતન , જીવતા તહેવારો ,
જીવન પ્રદીપ , ગીતાધર્મ , સ્મરણયાત્રા વગેરે .
( 23 ) મંગલમૂર્તિ મધુર
વ્યક્તિત્વ
રામનારાયણ વિ . પાઠક (
1877–1955 ) ,
જન્મસ્થળઃ ગાણોલ
રામનારાયણ પાઠક '
દ્વિરેફની વાતો ' જેવા ટૂંકી વાર્તાના પ્રથમ સંગ્રહથી જ ગુજરાતી સાહિત્ય જગતમાં એક
સમર્થ વાર્તાકાર તરીકે પ્રસ્થાપિત થયાં હતાં . વકીલાતમાં પોતાનો જીવ ન લાગતાં
તેમણે શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી શરૂ કરી . તેમની
વાર્તાઓથી ગુજરાતી સાહિત્યને ઘાટ અને ઘડતરની નવી દિષ્ટ મળી .
કૃતિઓ દ્વિરેફની વાતો :
ભાગ 1 , 2 અને ૩ , શેષનાં કાવ્યો , ખેમી , એક પ્રશ્ન , મુકુન્દરાય , જક્ષણી ,
ઉદધિને , કાવ્યની શક્તિ , સાહિત્યવિમર્શ , સાહિત્યલોક , કાવ્યપરિશીલન , મનોવિહાર ,
ગોવિંદગમન , બૃહત્ પિંગળ વગેરે .
( 24 ) અનાસક્ત ,
અપરિગ્રહી , જ્ઞાની અને પ્રબુદ્ધ
સ્વામી આનંદ ( 1887-1976
) ,
જન્મસ્થળઃ શિયાણી
સ્વામી આનંદનું
વ્યક્તિત્વ તેજસ્વી , સમૃદ્ધ અને પ્રજ્ઞાવંત હતું . ગુજરાતી , મરાઠી , હિન્દી ,
બંગાળી અને અંગ્રેજી ભાષા પર તેમનું પ્રભુત્વ હતું . એમના સાહિત્યમાં માનવીનાં
ગૌરવ , શીલ અને સત્ત્વની પ્રતિષ્ઠા કેન્દ્રસ્થાને છે .
કૃતિઓઃ ઈશુનું બલિદાન ,
ધરતીનું લૂણ , લોકગીતા , ઈશોપનિષદ , ભગવાન બુદ્ધ , ગાંધીજીનાં સંસ્મરણો ,
ઉત્તરાપથની યાત્રા , બચપણનાં બાર વરસ , ઈશુભાગવત વગેરે .
( 25 ) સ્વપ્નદ્રષ્ટા
કનૈયાલાલ મુનશી (
1887-1971 ) ,
જન્મસ્થળઃ ભરૂચ
એમનો જન્મ બ્રાહ્મણ
કુટુંબમાં થયો હતો . બી.એ. , એલએલ.બી. થઈ તેમણે વકીલાત શરૂ કરી . વકીલાતની સાથે
પહેલાં ‘ ઘનશ્યામ ’ ઉપનામે અને પછી સ્વનામે લેખનકાર્ય શરૂ કર્યું . તેમણે સાહિત્ય
સર્જન , રાજનીતિ , ઇતિહાસ , ભારતીય અસ્મિતાનાં મૂલ્યોની પ્રસ્થાપના વગેરે
ક્ષેત્રોમાં સારું ખેડાણ કર્યું છે . સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડનારી બંધારણસભામાં
તેમણે મહત્ત્વનો ફાળો આપ્યો હતો . તેઓએ હૈદરાબાદ ( નિઝામ ) રાજ્યના ભારત સંઘમાં
વિલીનીકરણ માટે સફળ કામગીરી બજાવી હતી . તેઓ ઈ . સ . 1950 થી 1952 સુધી કેન્દ્ર
સરકારમાં પ્રધાનપદે અને ઈ . સ . 1952 થી 1957 સુધી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પદે
રહ્યા હતા . તેઓ ભારતીય વિદ્યાભવન'ના સ્થાપક હતા .
કૃતિઓ વેરની વસૂલાત ,
પાટણની પ્રભુતા , ગુજરાતનો નાથ , જય સોમનાથ , કૃષ્ણાવતાર : ભાગ 1 થી 8 , રાજાધિરાજ
, પૃથિવીવલ્લભ , ભગ્ન પાદુકા , લોપામુદ્રા , અડધેરસ્તે , સીધાં ચઢાણ ,
સ્વપ્નસિદ્ધિની શોધમાં , ભગવાન કોટિલ્ય વગેરે .
( 26 ) યુગમૂર્તિ
વાર્તાકાર
રમણલાલ વસંતલાલ દેસાઈ (
1892-1954 ) ,
જન્મસ્થળ : શિનોર
રમણલાલ વડનગરા નાગર હતા .
ઈ.સ. 1930 થી 1940 નાં વર્ષો દરમિયાન તેઓ ગુજરાતની સાહિત્યરસિક પ્રજા પર ,
મુખ્યત્વે યુવાન વર્ગ પર છવાઈ ગયા હતા . તેમની નવલકથાઓ ગુજરાતના ઘરઘરમાં વંચાતી થઈ
હતી .
કૃતિઓ : જયંત , શિરીષ ,
ઠગ , પ્રલય , બાલાજોગણ , અપ્સરા , હૃદયવિભૂતિ , પૂર્ણિમા , હૃદયનાથ , દિવ્યચક્ષુ ,
ગ્રામલક્ષ્મી ભાગ 1 થી 4 , કોકિલા , ભારેલો અગ્નિ વગેરે .
( 27 ) ટૂંકી વાર્તાના
કસબી
ગૌરીશંકર જોશી ‘ ધૂમકેતુ
' ( 1892-1965 ) ,
જન્મસ્થળ : વીરપુર
ઈ.સ. 1926 માં ધૂમકેતુના પ્રથમ વાર્તાસંગ્રહ ‘
તણખા’નો પહેલો ભાગ પ્રસિદ્ધ થયો ત્યારે જ તેઓ સર્વમાન્ય અને સર્વશ્રેષ્ઠ વાર્તાકાર
તરીકે પ્રજાના હ્રદયમાં વસી ગયા . હતા . ધૂમકેતુ રંગદર્શી પ્રકૃતિના સર્જક હતા ,
પરિણામે લાગણી , નિરૂપણ , વેગ , કવિતાની નિકટવર્તી ગદ્યશૈલી , વાતાવરણની
ચિત્રાત્મક્તા અને ધૂની - તરંગી પાત્રો એમની નવલિકાઓની વિશેષતાઓ છે .
ધૂમકેતુ કૃતિઓ તણખા : ભાગ
1 થી 4 , ચૌલાદેવી , રાજ - સંન્યાસી , ત્રિભેટો , વનવેણુ , ધ્રુવદેવી , જિબ્રાનની
જીવનવાી , કર્ણાવતી , અર્ધીતનાય , આમ્રપાલી વગેરે .
( 28 ] કસુંબલ રંગનો ગાયક
ઝવેરચંદ મેઘાણી ( 1896-1947 ) ,
જન્મસ્થળ : ચોટીલા
ઝવેરચંદ મેઘાણીએ
લોકહૃદયમાં ઊભરાતી લાગણીઓને કંઠ આપી એ વારસાને જીવતો રાખવાનું અમૂલ્ય કાર્ય કર્યું
હતું . સૌરાષ્ટ્રના દુહાઓ અને લોકકથાઓને પુનર્જીવિત કરી , એને સાહિત્યક રંગ આપી
એમણે સૌરાષ્ટ્રના ખમીરને લોકો સમક્ષ મૂક્યું હતું .
ઝવેરચંદ મેઘાણી કૃતિઓ સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1
થી 5 , સોરઠી બહારવટિયા , વસુંધરાનાં વહાલાં દવલાં , તુલસી ક્યારો , વેવિશાળ ,
પ્રભુ પધાર્યા , રાણો પ્રતાપ , કંકાવટી , રવીન્દ્ર વીણા , યુગ વંદના વગેરે .
( 29 ) રોમે રોમ વિઘાના
જીવ
રસિકલાલ પરીખ ( 1897-1982 ) ,
જન્મસ્થળ : સાદરા રસિકભાઈ વૈદિક , બૌદ્ધ , જૈન
આદિ ભારતીય પરંપરા તેમજ પાશ્ચાત્ય ભાષા , સાહિત્ય , તત્ત્વજ્ઞાન વગેરેને સ્પર્શત .
વિદેશી પરંપરાનું વ્યાપક જ્ઞાન ધરાવતા હતા . આથી તેઓ કોઈ પણ જાતિ , પંથ કે દેશની સંકુચિત સીમાઓમાં બંધાઈને રહ્યા નહોતા . :
કૃતિઓ સ્મૃતિ ,
કાવ્યાનુશાસન , જીવનનાં વહેતો , મેનાગુર્જરી , શર્વિલક વગેરે .
( 30 ) સાહિત્યકાર અને
સમાજસેવક
જયંતિ દલાલ ( 1909-1970 )
,
જન્મસ્થળઃ અમદાવાદ
જયંતિ દલાલ માનવતાવાદી ,
નાટ્યકાર , નવલિકાકાર , નવલકથાકાર , અનુવાદક , તટસ્થ અને પૂર્વગ્રહમુક્ત સમીક્ષક ,
વિચારક અને પત્રકાર હતા . કૃતિઓ સોયનું નાકું , ઝબુક્યાં , જવનિકા , પાદરનાં તીરથ
, અવતરણ , માની દીકરી , દ્રૌપદીનો સહકાર , ગાલનું કાજળ , સ્વર્ગીકંપ , ધીમુ અને
વિભા વગેરે .
..............................................................................................
0 ટિપ્પણીઓ
Please do not share links in comment