ગુજરાતના શબ્દ શિલ્પીઓ
( 31 ) ગાંધીયુગના કવિ
ત્રિભુવનદાસ લુહાર ‘ સુન્દરમ્ ' ( 1908–1991 ) ,
જન્મસ્થળ : મિયાં – માતર
ઈ.સ. 1933 માં તેમનો કાવ્યસંગ્રહ ' કાવ્યમંગલા '
પ્રગટ થતાં જ તેમને અર્વાચીન કવિતાના એક સીમાચિહ્ન તરીકે સ્થાન મળ્યું . તેમણે
રાષ્ટ્રીય ચળવળમાં પણ ઝુકાવ્યું હતું . ઈ.સ. 1945 થી તેઓ સપરિવાર શ્રી અરવિંદ
આશ્રમ , પોંડિચેરીમાં સ્થાયી થયા હતા .
કૃતિઓ કાવ્યમંગલા , વસુધા , યાત્રા , હીરાકણી
અને બીજી વાતો , પાવકના પંથે , વાસંતી પૂર્ણિમા વગેરે .
( 32 ) વિશ્વશાંતિના કવિ
ઉમાશંકર જોષી ( 1911-1988 ) ,
જન્મસ્થળ : બામણા
કવિતા , ટૂંકી વાર્તા ,
એકાંકી , નિબંધ , વિવેચન , સંપાદન , સંશોધન , પ્રવાસવર્ણન – સાહિત્યનાં લગભગ બધાં
પાસાં ઉમાશંકરની પ્રતિભાનો સ્પર્શ પામ્યાં છે . 37 વર્ષ સુધી ‘ સંસ્કૃતિ ' માસિકના
સંપાદનમાં તેમનું મહત્ત્વનું પ્રદાન રહ્યું હતું . ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ,
રાજ્યસભાના સભ્ય , રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના પ્રમુખ અને શાંતિનિકેતન
યુનિવર્સિટીના ઉપકુલપતિ જેવાં ઉચ્ચ પદ તેમણે શોભાવ્યાં હતાં . ઈ . સ . 1967 માં
તેમને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો .
ઉમાશંકર જોષી કૃતિઓ : વિશ્વશાંતિ , ગંગોત્રી ,
નિશીથ ( કાવ્યસંગ્રહ ) , સાપના ભારા , શ્રાવણી મેળો , વિસામો , ઉઘાડી બારી , અખો
એક અધ્યયન , પારકા જણ્યાં , શાકુંતલ ( અનુવાદ ) વગેરે .
( 33 ) સાહિત્યજગતનો ચમત્કાર
પન્નાલાલ પટેલ ( 1912-1989 ) ,
જન્મસ્થળ : માંડલી ( રાજસ્થાન )
આઠ ધોરણ ભણેલા અને
વડીલોની છત્રછાયા વિનાના પન્નાલાલ ગુજરાતના સમર્થ સાહિત્યકાર બનશે એવી કોઈને
કલ્પના પણ નહીં હોય . પન્નાલાલની પ્રતિભાનો સૌથી બળવાન અને પ્રભાવક ઉન્મેષ તેમની
નવલકથાઓમાં અને નલિકાઓમાં જોવા મળે છે , ‘ મળેલા જીવ ' અને ‘ માનવીની ભવાઈ ' એ
એમની અત્યંત લોકપ્રિય પ્રણયકથાઓ છે .
કૃતિઓ મળેલા જીવ , માનવીની ભવાઈ , સુરભિ , વળામણાં ,
નાછૂટકે , પાછલે બારણે , નવું લોહી , અલપઝલપ ( આત્મકથા ) , કંકુ , નગદનારાયણ ,
પાર્થને કહો ચડાવે બાણ , કચ દેવયાની વગેરે .
[ 34 ] નવલરામ [ 1836-1888 ) ,
જન્મસ્થળઃ સુરત
નવલરામ ગુજરાતી સાહિત્યના
સૌપ્રથમ પ્રશિષ્ટ વિવેચક હતા . તેઓ સંનિષ્ઠ અભ્યાસુ તેમજ સાહિત્યિક ક્લા અને રસની
ઊંડી સમજ ધરાવતા હતા . ગુજરાતી સાહિત્યનાં સર્જન , સમજણ અને આસ્વાદ અંગે તેમણે
દિશા સૂચન કર્યું હતું .
કૃતિઓ ભટનું ભોપાળું , મેઘછંદ વગેરે .
( 35 ) વિદ્વત્તા અને હાસ્યનો વિનિયોગ
જ્યોતીન્દ્ર હરિશંકર દવે ( 1901–1980 ) ,
જન્મસ્થળઃ સુરત
તેમની લોકપ્રિયતા એટલી પ્રભાવી હતી કે કોઈ પણ
સમારંભમાં તેઓ પ્રવચન આપવા ઊભા થતા ત્યારે તેમના બોલતા પહેલાં શ્રોતાઓમાં હાસ્યનું
મોજું ફરી વળતું , સાંપ્રત સમાજજીવનમાંથી જ મનુષ્યનાં નિર્બળતા , દંભ , અભિમાન અને
પોકળતાને પોતાના વિષયો બનાવીને તેમણે પોતાની હાસ્યરસ અને કટાક્ષપૂર્ણ કૃતિઓનું
સર્જન કર્યું છે .
કૃતિઓ રંગતરંગ : ભાગ 1 થી
5 , લગ્નનો ઉમેદવાર , વડ અને ટેટા , ખોટી બે આની વગેરે .
( 36 ) ચંદ્રવદન ચીમનલાલ મહેતા ( 1901–1991 ) ,
જન્મસ્થળ વડોદરા
ચંદ્રવદન મહેતાનું નામ ગુજરાતી સાહિત્યના એક સમર્થ નાટ્યકાર , કવિ
અને રંગભૂમિના આઘપ્રવર્તક તરીકે જાણીતું છે . તેમણે અવિરત પરિશ્રમ લઈ શિષ્ટ અને
સંસ્કારી જૂથ ઊભું કર્યું હતું અને અવેતન રંગભૂમિની સ્થાપના કરી હતી .
કૃતિઓઃ ઈલાકાવ્યો , બાંધ
ગઠરિયાં , અખો અને બીજાં નાટકો , પ્રેમનું મોતી અને બીજાં નાટકો વગેરે .
(37) ઝીણાભાઈ રતનજી દેસાઈ(સ્નેહરશ્મી)(1903-1991)
જન્મસ્થળ : ચીખલી
ઝીણાભાઈ જેટલા સાહિત્યકાર
એટલા જ કેળવણીકાર હતા , ગુજરાતે તેમનામાં ગાંધી પ્રેરિત દેશભક્તિનો પ્રારંભિક
ઉદ્ગાર જોયો અને માણ્યો . હાઇકુનો એક નવતર કાવ્યપ્રકાર તેમણે આરંભ્યો , તેમણે
જીવનમાંગલ્ય , આત્મશ્રદ્ધા અને જીવન સંગીત પ્રેરતી નવલિકાઓ આપી . એમણે એમનું
ઘણુંખરું જીવન અમદાવાદની સી . એન . વિદ્યાલય ખાતે સમર્પિત કર્યું હતું .
કૃતિઓ : તૂટેલા તાર ,
ગાતા આસોપાલવ , સ્વર્ગ અને પૃથ્વી , અંતરપટ , નવી દુનિયા , સાફલ્યટાણું , ઊધડે નવી
ક્ષિતિજો વગેરે ,
( 38 ) મનુભાઈ પંચોલી ‘ દર્શક ’ ( 1914-2001 ) ,
જન્મસ્થળ : પંચાશિયા
માધ્યમિક સુધીનું શિક્ષણ પામેલા મનુભાઈ પંચોલી
માત્ર સ્વયંસૂઝ અને સ્ફુરણાથી ‘ દીપનિર્વાણ ’ , ‘ સૉક્રેટિસ ’ , ‘ ઝેર તો પીધાં છે
જાણી જાણી ’ જેવી મનભર કૃતિઓ સર્જે એ ચમત્કાર જ લાગે . આંબલાની ગ્રામદક્ષિણામૂર્તિ
, મણારની ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા અને સણોસરાની લોકભારતી વિદ્યાપીઠ જેવી
કેળવણીની બુનિયાદી સંસ્થાઓમાં એમણે સેવાઓ આપી હતી . ઇતિહાસ અને રાજનીતિ એમના રસના
વિષય હતા . પરિણામે તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય અને શિક્ષણમંત્રી પણ બન્યાં હતા .
કૃતિઓ દીપનિર્વાણ
, સૉક્રેટિસ , ઝેર તો પીધાં છે જાણી જાણી , કુરુક્ષેત્ર , ચેતવિસ્તારની યાત્રા ,
જલિયાંવાલા , અઢારસો સત્તાવન , પરિત્રાણ , મહાભારતનો મર્મ વગેરે .
( 39 ) ઈશ્વર પેટલીકર ( 1916–1983 ) ,
જન્મસ્થળઃ પેટલી
ઈશ્વર પેટલીકર તળપદી
શૈલીના સાહિત્યસર્જક , સમાજહિતચિંતક , નિર્ભીક વિચારક અને સંપન્ન પત્રકાર હતા .
નવલકથા અને ટૂંકી વાર્તાના સર્જનની સાથે તેમણે ' સંસાર ' માસિક દ્વારા સામાજિક
પ્રશ્નોની છણાવટ પણ કરી હતી .
કૃતિઓ જનમટીપ , ભવસાગર , મારી હૈયાસગડી : ભાગ 1 અને
2 , ઋણાનુબંધ , કાશીનું કરવત , અકળલીલા , દુઃખનાં પોટલાં વગેરે .
( 40 ) યશવંત શુક્લ ( 1915-1999 ) ,
જન્મસ્થળઃ ઉમરેઠ
યશવંત શુક્લ ગુજરાતના સાહિત્ય , શિક્ષણ અને
સંસ્કારજગત સાથે અડધી સદી સુધી સક્રિય રીતે સંકળાયેલા હતા . તેમણે અમદાવાદની
ગુજરાત કૉલેજ તથા મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું હતું . ઈ . સ
. 1955 થી 1978 સુધી એચ.કે. કૉલેજ , અમદાવાદમાં આચાર્ય પદે રહ્યા હતા . ઈ.સ. 1992
માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો . '
કૃતિઓ કેન્દ્ર અને પરિઘ , સ્નેહનો શબ્દ , સમય
સાથે વહેતાં , સમાજઘડતર , ઉપલબ્ધિ , શબ્દાન્તરે , ક્રાન્તિકાર ગાંધીજી વગેરે .
( 41 ) મકરંદ દવે ( જન્મ : 1922 ) ,
જન્મસ્થળઃ ગોંડલ '
ઊર્મિ - નવરચના ' માસિક
અને ‘ જયહિંદ ’ દૈનિકમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી સાહિત્ય અને પત્રકારત્વ
સાથેનો ફિલસૂફ નાતો બંધાર્યો હતો . ઈ.સ. 1985 માં એમણે વલસાડ જિલ્લાના આદિવાસી
વિસ્તારમાં ‘ નંદીગ્રામ'ની સ્થાપના કરી . એમને ઈ . સ . 1979 માં રણજિતરામ
સુવર્ણચંદ્રક અને ઈ . સ . 1996 માં ‘ મૈયાણી ચંદ્રક ' એનાયત થયો હતો .
( 42 ) સુરેશ જોષી ( 1920-1986 ) ,
જન્મસ્થળ : વાલોડ
પ્રકાંડ પાંડિત્યપૂર્ણ
સર્જનો દ્વારા નવો ચીલો પાડનાર સુરેશ જોષી વડોદરા યુનિવર્સિટીમાં છેવટ સુધી
અધ્યાપનકાર્ય કરતા રહ્યા . પ્રત્યંચા , ઇતરા , નવોન્મેષ , ઉપજાતિ એ તેમના
કાવ્યસંગ્રહો અને છિન્નપત્ર , ક્યાચક્ર , મરણોત્તર વગેરે તેમની શ્રેષ્ઠ નવલકથાઓ છે
.
( 43 ) બકુલ ત્રિપાઠી ( 1928–2006 ) ,
જન્મસ્થળ : નડિયાદ
બકુલ ત્રિપાઠીનો જન્મ નાડિયાદમાં થયો પણ
અર્વાચીન શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે પંકાયા અમદાવાદમાં . ઈ . સ . 1955 માં તેમણે
તેમના હાસ્યકટાક્ષ લેખોનો સંગ્રહ ' સચરાચર ' પ્રગટ કર્યો અને તેને ગુજરાત સરકાર
તરફથી ઉત્તમ હાસ્યપુસ્તકનું ઇનામ મળ્યું હતું . ગુજરાત સમાચારમાં આવતી તેમની કટાર
‘ કક્કો અને બારાખડી ’ લોકપ્રિય થઈ હતી , લલિત બકુલ ત્રિપાઠી નિબંધોનો એમનો સંગ્રહ
‘ વૈકુંઠ નથી જાવું ’ એમની સર્જકતાનું પરિમાણ છે . એમને ઈ.સ. 1988 માં રણજિતરામ
ચંદ્રક એનાયત થયો હતો .
( 44 ) મોહમ્મદ માંકડ જન્મ 1928 ) ,
જન્મસ્થળ : પાળિયાદ
ઈ.સ. 1951 થી 1961 સુધી બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક
તરીકે સેવાઓ આપ , કાચ , ધુમ્મસ , મોરપીંછના રંગ , ચરિત્ર , ધનગર , અશ્વદોડ જેવી
અનેક પ્રશષ્ટ નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓએ તેમને સાહિત્યક્ષેત્રે અગ્ર હરોળમાં
ગોઠવી દીધા . તેમની કથાઓ પીળી છે . ઈ.સ. 1982 માં ‘ ગુજરાતી સાહિત્ય અકાદમીના
પ્રથમ તરીકે તેમની વણી થઈ હતી . તેમને ગુજરાત સરકાર તરફથી ત્રણ પારિતોષિકો તેમજ
સવિચાર પરિવાર તરફથી બહુમાન મલ્યા હતો .
( 45 ) ભૂપત વડોદરિયા ( 1929–2011 ) ,
જન્મસ્થળ : ધ્રાંગધ્રા
ગુજરાતના લોકપ્રિય
નવલકથાકાર , વાર્તાાંકાર , નિબંધકાર અને પત્રકાર ભૂપત વડોદરિયાના સર્જનમાં 10
નવલકથાનો , 4 વાર્તાસંગ્રહો અને 6 નિબંધસંગ્રાનો સમાવેશ ધાય છે . ઈ . સ . 1955 થી
100 સુધી તેઓ રાજકોટના દૈનિક ' ફૂલછાબ'ના તંત્રીપદે રહ્યા . ઈ . સ . 198 થી 1986
સુધી ગુજરાત સરકારના માહિતી નિયામક તરીકે રહ્યા . તેઓ ‘ સમભાવ ' દૈનિકના તંત્રીપદે
પણ રહ્યા હતા .
................................................................................................................
0 ટિપ્પણીઓ
Please do not share links in comment