header

ગુજરાતના શબ્દ શિલ્પીઓ 4 (Word Sculptors of Gujarat 4)

 ગુજરાતના શબ્દ શિલ્પીઓ




( 46 ) હરીન્દ્ર દવે ( 1990-1995 ) ,

 જન્મસ્થળઃ ખંભારા

 ઉર્મીશીલ  કવિ , સિંહસ્ત નવલકથા કાર અને ' જન્મભૂમિ ' તેમજ ' પ્રવાસી ' દૈનિકીના તંત્રી હરીન્દ્ર દવેનું કવિતા , નવલકથા , પત્રકારત્વ , નાટક , નિબંધ અને વિવેચનક્ષેત્રે ઘણું સારું પ્રદાન હતું . એમણે ગઝલ અને સૉનેટ પણ ર હતો . ' આસવ ' , ' મૌન ' , ' અર્પણ ' , ' સમય ' અને ' ર્વોપનિષદ ' એમના કાવ્યસંગ્રહો છે . ' કૃષ્ણ અને માનવસંબંધો ' તેમનો અભ્યાસપૂર્ણ ગ્રંથ છે , ‘ માધવ ક્યાંય નથી એ તેમની નવલકથા છે . સુકોમળ ભાવોની ઉદાત્ત રજુઆત અને ચિંતન ભરી અભિવ્યક્તિ તેમની કવિતાઓમાં તથા નવલકથાઓમાં જોવા મળે છે . હરીન્દ્ર દવે

( 47 ) ચંદ્રકાન્ત બક્ષી ( 1932-2006 ) ,

 જન્મસ્થળ : પાલનપુર

 અભિનવ વિભાવનાથી પ્રેરિત નવલકથાઓ લખવામાં ચંદ્રકાન્ત બક્ષીનું મહત્ત્વનું પ્રદાન છે . અસ્તિત્વવાદી વિચારસરીવાળા આ લેખકને પટનાના બેતાજ બાદશાહ તરીકે નવાજવામાં આવ્યા છે . ‘ પઘા ડૂબી ગયા ' , ' રોમા ' , ' એકલતાના કિનારા ' , એક અને એક તેમની વિશિષ્ટ નવલકથાઓ છે . ' જ્યુથિકા ' એમનું ત્રિઅંકી નાટક છે . વર્તમાનપત્રો અને સામયિકોમાં એ નિયમિત લખતા રહ્યા છે . એમનો વાચકવર્ગ ખૂબ વિશાળ છે .

( 48 ) સુરેશ દલાલ ( 1932-2012 ) ,

 જન્મસ્થળઃ થાણા

મુંબઈમાંથી ‘ કવિતા ’ દ્વિમાસિક દ્વારા કાવ્યોનો મબલખ ફાલ કવિતારસિકો સુધી પહોંચાડી કવિતાને લોકપ્રિય કરવામાં સુરેશ દલાલનો ફાળો મહત્ત્વનો છે . એમણે સાહિત્યના વિવિધ પ્રકારો ખેડ્યા છે . તેમનાં ‘ એકાન્ત ’ , ‘ હસ્તાક્ષર ’ , ‘ સિમ્ફની ' , ' તારીખનું ઘર ' વગેરે પુસ્તકોને પુરસ્કારો પ્રાપ્ત થયાં છે . ' ચલક ચલાણું ' , ભિલ્લુ ’ , ‘ ધીંગામસ્તી ’ , ‘ ઈટા કિટ્ટા ’ જેવાં એમનાં બાળકાવ્યો પુરસ્કૃત થયાં છે . ' ભૂરા આકાશની આશા ’ અને ‘ મારી બારીએથી ’ નિબંધસંગ્રહો ઉલ્લેખનીય છે .

( 49 ) ભોળાભાઈ પટેલ ( જન્મ : 1934 ) ,

 જન્મસ્થળ : સોજા

 ભોળાભાઈએ પ્રવાસનિબંધોના લલિત નિરૂપણમાં પોતાની આગવી પ્રતિભા ઉપસાવી છે . એમાં સ્થળકાળનાં સંવેદનો સાથે એમની અંગત સંવેદનાઓની અર્થછાયાઓ ભળી છે . ' વિદિશા ' , ' પૂર્વોત્તર ’ , ‘ કાંચન જેધા ’ , ‘ રાધે તારા ડુંગરિયા પર ' , ' દેવોની ઘાટી ' , ' દેવતાત્મા હિમાલય ’ , ‘ બોલે ઝીણા મોર ’ , ‘ શાલભંજિકા ' અને ' ચૈતર ચમકે ચાંદની ' વગેરે એમના પ્રસિદ્ધ પ્રવાસનિબંધો છે .

 ( 50 ) લાભશંકર ઠાકર ( જન્મ : 1935 ) ,

 જન્મસ્થળઃ પાટડી

લાભશંકર ઠાકર પરંપરાગત સર્જનમાંથી બહાર નીકળી નવો ચીલો પાડનાર અને વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવનાર સાહિત્યકાર છે . ‘ વહી જતી પાછળ રમ્યઘોષા ' , ‘ માણસની વાત ’ , ‘ મારા નામને દરવાજે ’ , ‘ બૂમ કાગળમાં કોરા ’ તેમના કાવ્યસંગ્રહો છે . ‘ અકસ્માત ’ અને ‘ કોણ ’ તેમની નવલકથાઓ છે . એક ઉંદર અને જદુનાથ ' , ‘ મરી જવાની મઝા ’ અને ‘ પીળું ગુલાબ ' તેમનાં નાટકો છે . એમની કલમ એબ્સર્ડ પ્રકારનાં નાટકોમાં ગતિશીલ રહી છે .

 ( 51 ) આદિલ મનસૂરી ( 1936–2008 ) ,

જન્મસ્થળ : અમદાવાદ

 ‘ આદિલ ’ તખલ્લુસ , પરંતુ મૂળ નામ ફકીર મહંમદ ગુલામનબી મનસૂરી , 18 વર્ષની ઉંમરે એમણે કાવ્યો રચ્યાં હતાં . ‘ ક્યાં છે દરિયો , ક્યાં છે સાહિલ ’ એ એમની પહેલી ગઝલ હતી . તેમના કાવ્યસંગ્રહ ' પગરવ'ને ગુજરાત સરકારના ઉત્તમ પુસ્તક તરીકેનું પારિતોષિક મળ્યું હતું . ‘ વળાંક ’ અને ‘ સતત ’ એમના અન્ય કાવ્યસંગ્રહો છે . ‘ હાથપગ બંધાયેલા છે ’ , ‘ પેન્સિલની કબર અને મીણબત્તી ’ , ‘ જડબેસલાક રામ જાંબુ ' એમનાં ખૂબ લોકપ્રિય એકાંકી છે .

( 52 ) વિનોદ ભટ્ટ ( જન્મ : 1938 ) ,

 જન્મસ્થળઃ નાંદોલ

વ્યવસાય વકીલાતનો પણ જીવ સાહિત્યની દુનિયાનો , ખાસ કરી હાસ્યલેખનો . કોઈક નાજુક પળે વિનોદ ભટ્ટે હાસ્યકાર બનવાનું બીડું ઝડપ્યું . ‘ ઈદમ તૃતીયમ્ ' , ' વિનોદની નજરે ’ , ' અને ઇતિહાસ ' , ' આંખ આડા કાન ' વગેરે કાલમ દ્વારા તેઓ વર્તમાનપત્રોમાં હાસ્યલેખનની પ્રવૃત્તિ કરે છે . ' અમદાવાદ એટલે અમદાવાદ ' એ તેમની વિલક્ષણ શૈલીમાં લખાયેલું વ્યંગચિત્ર છે , ' વિનોદ વિમર્શ ' એ ગુજરાતી ભાષાનું હાસ્યનું સર્વપ્રથમ ગંભીર પુસ્તક છે .

( 53 ) રઘુવીર ચૌધરી ( જન્મ : 1938 ) ,

 જન્મસ્થળ : બાપુપુરા

ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કરતા રઘુવીર ચૌધરીએ ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન કર્યું છે . ઉપરાંત સાહિત્યિક પ્રવૃત્તિઓના પ્રસારમાં અને તેને લોકાભિમુખ બનાવવામાં તેમણે મહત્ત્વનો ફાળો આપ્યો છે . ‘ પૂર્વરાગ ’ , ‘ પરસ્પર ’ , ‘ પ્રેમઅંશ ' અને ' અમૃતા ' એ તેમની શ્રેષ્ઠ નવલકથાઓ છે . ‘ ઉપરવાસ ’ , ‘ સહવાસ ’ અને ‘ અંતરવાસ ’ એ એમની મહત્ત્વાકાંક્ષી કથાત્રયી છે . ' તેડાગર ’ , ‘ રુદ્રમહાલય ’ , ‘ શ્રાવણી રાતે ’ , ‘ લાગણી ’ અને ‘ ઇચ્છાવર ’ તેમની જાણીતી લઘુનવલો છે . ‘ તમસા ’ અને ‘ વહેતાં વૃક્ષ પવન ' તેમના કાવ્યસંગ્રહો છે .

( 54 ) ભગવતીકુમાર શર્મા ( જન્મ : 1934 ) ,

જન્મસ્થળઃ સુરત

 ભગવતીકુમાર કવિ , નવલકથાકાર , વાર્તાકાર , નિબંધકાર , પત્રકાર - સંપાદક તરીકે જાણીતા છે . તેઓ 1955 થી ‘ ગુજરાત મિત્ર ’ દૈનિકના તંત્રી વિભાગ સાથે સંલગ્ન છે . નવલકથા લેખનમાં એમનો ઊર્ધ્વગામી વિકાસ દેખાય છે . તેમની નવલકથાઓમાં કલ્પનાનિષ્ઠ શૈલી પ્રભાવક નીવડે છે . ' સમયદ્વીપ ’ , ‘ વ્યક્તમધ્ય ' , ' ઊર્ધ્વમૂલ ’ , ‘ અસૂર્યલોક ' વગેરે તેમની જાણીતી કૃતિઓ છે . તેમની ' અસૂર્યલોક ' નવલકથાને રાષ્ટ્રીય સાહિત્યિક અકાદમીનો અવાર્ડ મળ્યો છે .

( 55 ) સ્નેહ ગંગોત્રીનું અમી ઝરણું -

 વર્ષા અડાલજા ( જન્મ : 1940 ) ,

 જન્મસ્થળઃ મુંબઈ

વર્ષા અડાલજા નવલકથાકાર , નાટ્યકાર , વાર્તાકાર તરીકે જાણીતા છે . ' શ્રાવણ તારાં સરવડાં ' , ' આતશ ' , ' ગાંઠ છૂટયાની વેળા ’ તેમની પ્રસિદ્ધ નવલકથાઓ છે . લઘુનવલોમાં ' મારે પણ એક ઘર હોય ’ ‘ રેતપંખી ’ અને ‘ ખરી પડેલો ટહુકો ’ સ્પર્શક્ષમ છે . એમની ' અણસાર ' નવલકથાને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે .

 ( 56 ) ડૉ . પ્રવીણ દરજી ( જન્મ : 1944 ) ,

જન્મસ્થળ : મહેલોલ

ડૉ . પ્રવીણ દરજી કવિ , વિવેચક તેમજ સંપાદક તરીકે ખ્યાતિ પામ્યા છે . ‘ ચીસ ’ અને ‘ ઉત્સેધ ’ એમના જાણીતા કાવ્યસંગ્રહો છે . ‘ અડખેપડખે'માં લઘુ ચિંતનાત્મક નિબંધો અને ‘ લીલા પર્ણ'માં લલિત નિબંધો સંચિત છે . ‘ સ્પંદ ’ , ‘ પશ્ચાત્ ' , ' નવલકથા સ્વરૂપ ’ , ‘ લલિત નિબંધ ’ એમના વિવેચનસંગ્રહો છે . ગુજરાતી સાહિત્યમાં ઉત્કૃષ્ઠ સેવાઓ આપવા બદલ તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે .

( 57 ) વીનેશ અંતાણી ( જન્મ : 1946 ) ,

 જન્મસ્થળઃ માંડવી , કચ્છ

વીનેશભાઈ તેમનાં પ્રયોગશીલ સર્જનો માટે જાણીતા છે . તેમની કૃતિઓમાં જગતની અર્થશૂન્યતા અને માનવવ્યવહારની ક્ષુદ્રતાનું સચોટ નિરૂપણ જોવા મળે છે . ઈ.સ. 2000 માં તેમને તેમની નવલકથા ‘ ધૂંધભરી ખીણ ’ માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા . ‘ એકાન્તદ્વીપ ’ , ‘ પ્રિયજન ’ , ‘ કાફલો ’ , ‘ પોત પોતાનો વરસાદ ’ , ‘ નગરવાસી ' વગેરે તેમની પ્રસિદ્ધ કૃતિઓ છે

( 58 ) ધીરુબહેન પટેલ ( જન્મ : 1926 ) ,

 જન્મસ્થળઃ વડોદરા

 ધીરુબહેન પટેલ નવલકથાકાર , નાટકકાર , વાર્તાકાર તેમજ અનુવાદક તરીકે જાણીતા છે . તેમની રચનાઓમાં પ્રવાહી ભાષા , નારીહૃદયની ગૂઢ લાગણીઓનું આલેખન તથા માનવમનના ઊંડાણોને તાગવાની મથામણ દેખાઈ આવે છે . ‘ વડવાનલ ’ , ‘ વાંસનો અંકુર ’ , ' આગંતુક ’ , ‘ ટાઢ ’ , ‘ શીમળાનાં ફૂલ ' વગેરે તેમની રચનાઓ છે . તેમની ' આગંતુક ' નવલકથાને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું છે .

( 59 ) કેશવરામ કાશીરામ શાસ્ત્રી ( 1905-2006 ) ,

 જન્મસ્થળ : માંગરોળ

કે . કા . શાસ્ત્રીના નામથી પરિચિત એવા કેશવરામ કાશીરામ શાસ્ત્રી એક ચરિત્રલેખક , કોશકાર , સંશોધક , સંપાદક તેમજ અનુવાદક તરીકે જાણીતા છે . એમની લેખનપ્રવૃત્તિનો આરંભ સંસ્કૃત ગ્રંથોના સંપાદન અને અનુવાદથી થયો . પરંતુ એમનું વિશેષ સત્ત્વ વિકસ્યું જુના ગુજરાતીના ગ્રંથોના સંપાદનમાં તથા ગુજરાતી હસ્તપ્રતોને આધારે મધ્યકાલીન ગુજરાતી કવિઓને લગતી માહિતીના સંકલનમાં . એમણે ગુજરાતી ભાષા , વ્યાકરણ અને કોશના સંદર્ભમાં પણ વિશેષ પ્રદાન કર્યું છે . ‘ ભાસનાં નાટકો ’ , ‘ બૃહદ્ ગુજરાતી કોષ ’ , ‘ આપણા કવિઓ ’ , ‘ ગીતા દર્શન ’ , ‘ ગીતા શતશ્લોકી ’ , ‘ ગુજરાતી ભાષાનો વિકાસ અને સ્વરૂપ ' તથા ‘ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી ' તેમની નોંધપાત્ર રચનાઓ છે . તેમને 1952 માં રણજિતરામ સુવર્ણચંદ્રક , 1966 માં ‘ વિદ્યાવાચસ્પતિ’ની સન્માનનીય પદવી , 1976 માં પદ્મશ્રીનો ખિતાબ તેમજ 1977 માં ‘ મહામહિમોપાધ્યાય'ની માનદ પદવીથી નવાજવામાં આવ્યા હતા .

( 60 ) રાધેશ્યામ શર્મા ( જન્મ : 1996 ) ,

 જન્મસ્થળઃ વાવોલ

ગુજરાતી સાહિત્યના લઘુનવલ ક્ષેત્રે રાધેશ્યામ શર્માનું નામ જાણીતું છે . ' ફેરો ' , ' સ્વપ્નતીર્થ ’ , ‘ સાડા ત્રશ ફૂટની ઘટના ' , ' આંસુ અને ચાંદરણું ' વગેરે તેમની ઉત્તમ સાહિત્યિક રચનાઓ છે . તેઓ ‘ યુવક ’ , ‘ ધર્મસંદેશ ’ અને ‘ ધર્મલોક'ના સંપાદક તરીકે રહી ચૂક્યા છે . ‘ બીચારાં ’ , ‘ બદસૂરત ’ , ‘ પવન પાવડી ’ વગેરે તેમના ઉત્તમ વાર્તાસંગ્રહો છે . ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન બદલ તેમને વર્ષ 2004 નો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો .


ગુજરાત ના શબ્દ શિલ્પીઓ 3


.............................................................................




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ