( ૪ ) બાદશાહનો દરબાર
બાદશાહ અકબરને રમૂજ ઘણી જ
પ્રિય હતી . વળી એને બુદ્ધિની કસોટી કરે એવા સવાલો પૂછવાનો ઘણો શોખ હતો .
બાદશાહ એવા એવા સવાલ
પૂછતા કે ભલભલા બુદ્ધિશાળી એકબીજાના મોં સામે તાકી રહેતા .
જયારે કોઇ જવાબ ન આપી શકે
ત્યારે બાદશાહ બીરબલ સામે જોતો અને બુદ્ધિશાળી બીરબલ એવો તો હાજર જવાબી હતો કે
બાદશાહ ખુદ એના જવાબથી ચકિત થઇ જતા .
રાજનું કામ પુરુ થાય એટલે બાદશાહ બે ઘડી હળવાશ
અનુભવવા આવા સવાલો પૂછતા . એક દિવસ બાદશાહ રાજ - કાજથી પરવારી ને નિરાંતે બેઠા હતા
.
આડી અવળી વાતો ચાલી રહી
હતી . અચાનક બાદશાહે પૂછ્યું ‘ ગીષ્મ , વર્ષા , શિયાળો , હેમંત , શિશિર અને વસંત આ
છ ૠતુઓમાંથી સર્વોત્તમ ૠતુ કંઇ ? ” કે સવાલ સાવ સહેલો હતો .
કોઇએ કહ્યું કે ગીષ્મ ઋતુ
સર્વોત્તમ છે . તો કોઇએ કહ્યું કે વર્ષા જેવી કોઇ ૠતુ નહીં . તો વળી કોઇએ વસંતના
વખાણ કર્યા . આમ સૌ પોત પોતાની પસંદ પ્રમાણે સર્વોત્તમ ૠતુ જણાવવા લાગ્યા .
છેલ્લે બાદશાહે ચુપચાપ
બેઠેલા બીરબલ સામે જોઇને પૂછ્યું - ‘ બીરબલ સર્વોત્તમ ગાતુ કંઇ ? ’ બીરબલે તરત
જવાબ આપ્યો
- જહાંપનાહ , પેટભરાની ઋતુ સારી હોય . ભુખ્યાને
એક પણ ઋતુ સારી નથી હોતી , એટલે કે ભરપેટ હોય તો એ તુ સર્વોત્તમ . ' આવી જ રીતે
બાદશાહે એક દિવસ વિચિત્ર સવાલ પૂછેલો ‘ રાત - દિવસ કોણ ચાલતુ રહે છે ?
' જવાબમાં કોઇએ કહ્યું કે
સૂર્ય સતત ચાલતો રહે છે . તો કોઇએ પૃથ્વી કહ્યું , તો વળી કોઇએ જવાબમાં ચંદ્ર
કહ્યું . છેલ્લે ખાદશાહે બીરબલને આ સવાલ પૂછયો તો બીરબલ બોલ્યો- ‘ અલી જહાં ....
વાણીયાનું વ્યાજ સતત ચાલતું રહે છે .
એને કયારેય થાક લાગ્યો છે
. દિવસે બમણું તો રાતે ચાર ગણું ચાલતું રહે છે . બીરબલના આ જવાબથી બાદશાહ ઘણાં ખુશ
થઇ ગયા હતા .
વળી એક દિવસની વાત છે .
બાદશાહ અને બીરબલ રાજમહેલમાં વિનોદની વાતો કરતા બેઠા હતા ત્યાં બાદશાહે પૂછ્યું ‘
‘ બીરબલ ! કયારેય એવુ બન્યું છે ખરું કે કોઇના જવાબથી તું ખડખડાટ હસી પડયો હોય અને
તને એમ લાગ્યું હોય કે એ માણસ તારા કરતા વધુ બુદ્ધિશાળી છે ?
‘ હાં જહાંપનાહ ... ’
બીરબલ બોલ્યો - મથુરાના ચોબા ઘણાં બુદ્ધિશાળી હોય છે , વળી હાજર જવાબી પણ મારા
જેવાજ હોય છે . હું મારી જ વાત તમને કહી સંભળાવું .
એક દિવસ હું ભરપેટ મોજન કરીને મારા પેટ પર હાથ
ફેરવતો બેઠો હતો ત્યાંજ એક મથુરાના ચોબાની નજર મારા
પર પડી અને બોલ્યો- “ વાહ વાહ ! કેટલું સરસ પેટ છે .... ’ " " એના આ
શબ્દો સાંભળી મને એની મશ્કરી કરવાનું મન થયું
એટલે હું બોલ્યો- “ પેટ
તને એટલુ બધું ગમી ગયું હોય તો તું રાખી લે . ’ જવાબમાં મથુરાનો ચોળો હસતા હસતા
બોલ્યો- “ આ તો મારું જ છે . '
' હું એનો આ જવાબ સાંભળીને ખડખડાટ હસી પડેલો .
બીરબલે મથુરાના ચોબાની હાજર જવાબી અને બુદ્ધિના બહુ વખાણ કર્યા . ત્યારબાદ બાદશાહે
કહ્યું
‘ બીરબલ , તું મારા
દરબારના નવ અણમોલ રત્નોમાંથી એક રત્ન તો છે જ . સાથે જ ચતુર અને બુદ્ધિમાન પણ છે .
તારી હાજર જવાબી પર તો હું આફ્રિન છું પણ તે હમણાં કહ્યું કે મથુરાના ચોબા તારા
જેવા જ હાજર જવાબી હોય છે એ વાત સાચી છે . ’
‘ સાવ સાચી , જહાંપનાહ
...’’- બીરબલ બોલ્યો . ‘ તો એવો કોઇ ચોબો મળે તો એને દરબારમાં લઇ આવજે.હું એની
બુદ્ધિની કસોટી કરવા માગુ છું ’
બાદશાહ બોલ્યા . લઇ આવીશ
....’’- બીરબલ બોલ્યો . ‘ ઘણું સારું ... એવો કોઇ ચોબો મળશે તો હું જરૂર દરબારમાં
બીજા જ દિવસે બીરબલ એક ચોબાને દરબારમાં લઇ આવ્યો અને બાદશાહને સલામ કરીને કહેવા
લાગ્યો
‘ બાદશાહ સલામત , તમારી
આજ્ઞા પ્રમાણે એક મથુરાના કે ચોબાને લઇ આવ્યો છું . કરીલો કસોટી પછી તમને ખાત્રી
થઇ જશે મથુરાના ચોબા પણ મારા જેવા જ હાજર જવાબી હોય છે .
બાદશાહે પહેલા તો ચોબાને
પગથી માથા સુધી નિહાળ્યો પછી પૂછ્યું - ‘ ચોબાજી , અહીંથી તમે કયાં જવાના છો ? '
‘ મહારાજ , અહીંથી હું
સીધો મારા ઘેર મથુરા જઇશ ચોબાજી નમ્ર અવાજે બોલ્યા . સલામ કહેજો .... ‘ એમ ... ’ ’
બાદશાહ બોલ્યો - તો મથુરા ભાભીને અમારા ‘ ઘણું સારું .
' ચોબાજી બોલ્યા - ‘ પણ રસ્તામાં તમારા બનેવી
વૃંદાવન મળશે , એને શું કહું ? ’ બાદશાહ આ વાતનો જવાબ ન આપી શક્યા અને પ્રસન્ન
થઇને ચોબાજીને ઇનામ આપીને વિદાય કર્યા .
આવી જ રીતે એક દિવસ
બાદશાહ બીરબલને સાથે લઇને જમુના નદીના કિનારે હવા ખાવા નિકળેલા .
ત્યાં ફરતાં ફરતાં એક
જરૂરી વાત યાદ આવી ગઇ અને બીરબલને પૂછવા લાગ્યા ‘ બીરબલ ! સંસારમાં એવી કંઇ ચીજ છે
જેને આપણે બધા જોઇ શકીએ છીએ પણ ચંદ્રની નજર એના પર નથી પડતી , સૂર્ય પણ એને નથી
જોઇ શકતો .
’ હાજર જવાબી બીરબલે તરત
જવાબ આપી દીધો- “ હજુર , એ ચીજ છે અંધકાર . ” બીરબલની બુદ્ધિ પર બાદશાહ ફીદા થઇ
ગયા . એક દિવસ બાદશાહના દરબારમાં વાત ચાલી રહી હતી કે ‘ પતિ ’ પાંચ છે .
ઇન્દ્રપત , સોનીપત , પાણીપત , બાણપત અને બલપત ,
બીરબલે આ વાતમાં વધારો કરતાં કહ્યું કે હજુ બે પત છે આલીજહાં , એક છે રખપત અને
બીજી છે રખાપત .
બાદશાહને એ બંનેનો અર્થ
જાણવાની ઇચ્છા થઇ તો બીરબલે સમજાવ્યું કે એ જ બન્ને પતથી શરાફત ઓળખાય છે .
પોતાની ઇજ્જત રખેવાળી પરાયાની ઇજ્જતથી જ થઇ શકે
છે . બાદશાહ આ અર્થ જાણીને ખુશ થઇ ગયા . આવી જ રીતે એક વાર બાદશાહે પૂછેલું - ‘
બ્રાહ્મણ તરસ્યો કેમ અને ગધેડો ઉદાસ કેમ ?
આ બે સવાલ છે . આ બન્ને
સવાલનો મારે એક જ જવાબ જોઇએ . ’ દરબારીઓ તો એક બીજા સાથે જોવા લાગ્યા . છેલ્લે
બાદશાહે બીરબલ સાથે જોયું તો બીરબલ તરત બોલી ઉઠયો –
‘ લોટા ન થા ’ અર્થાત
બ્રાહ્મણ પાસે લોટો ન હતો તેથી એ તરસ્યો રહ્યો અને ગધેડો આળોટયો ( લોટા ન થા ) ન
હતો તેથી એ ઉદાસ હતો . બે સવાલનો એક જ જવાબ સાંભળી બાદશાહ ખુશ થઇ ગયા .
આવી અજોડ બુદ્ધિ , વાક
ચાતુર્ય ધરાવતા બીરબલને તમાકું ખાવાની ટેવ હતી . બીરબલની આ ટેવ બાદશાહને જરાય ન
ગમતી . એક દિવસ અકબરને ફરવા જવાની ઇચ્છા થઇ .
બીરબલને સાથે લીધો .
બન્ને ફરવા ઉપડયા . રસ્તામાં તમાકુના ખેતરમાં ગધેડાને ઘાસ ખાતો જોઇ બાદશાહે કહ્યું
નથી ખાતા . ‘ જો બીરબલ , તમાકુ કેટલી ખરાબ ચીજ છે . ગધેડા પણ એ જવાબમાં બીરબલ હસતા
હસતા બોલ્યો - ‘ હાં આલીજહાં ! સાવ સાચી વાત છે .
ગધેડા જ તમાકુ નથી ખાતા
... ’ બીરબલના આ જવાબથી બાદશાહ ભોંઠા પડી ગયા . આવી જ રીતે એક દિવસ બીરબલે બધાની
બોલતી બંધ કરી દીધેલી .
વાત એમ બનેલી કે બાદશાહે
તમામ દરબારીઓને એક સવાલ પૂછયો ‘ ઉત્તમ જળ કંઇ નદીનું છે ? ’ બધા જ દરબારીઓએ એક
અવાજે જવાબ આપ્યો ‘ ગંગાનું જળ ઉત્તમોત્તમ છે .
' બીરબલ ચુપ બેઠો હતો
એટલે બાદશાહ બોલ્યા - ‘ બીરબલ ! તું તો કાંઇક બોલ ... ’ બીરબલે પોતાની આદત પ્રમાણે
સાવ ઉલ્ટો જવાબ આપ્યો જહાંપનાહ , નદીઓમાં યમુના નદીનું જળ સૌથી ઉત્તમ છે . ’ તરત જ
બાદશાહ બોલ્યા –
‘ તારું દિમાગ તો ખરાબ
નથી થઇ ગયું ને ! કે પછી તારી બુદ્ધિ કયાંક ગીરો મૂકીને આવ્યો છે તું ? તમારા
ધાર્મિક ગ્રંથોમાં તો ગંગાજળનો વિશેષ મહિમા છે અને તું યમુનાનાં જળને સૌથી ઉત્તમ
જણાવી રહ્યો છે ? ’ બીરબલ તરત બોલ્યો –
‘ જહાંપનાહ ! મેં જે કાંઇ
કહ્યું છે એ સમજી વિચારીને કહ્યું છે . ગંગાજળ તો અમૃત છે . એની જળ સાથે તુલના કરી
જ ન શકાય . એજ વિચારીને મેં યમુના જળને સર્વોત્તમ ગણાવ્યું છે . ’
બીરબલના આ જવાબથી અકબર બાદશાહ અને બીજા દરબારીઓ
પણ ઘણાં ખુશ થઇ ગયા .
0 ટિપ્પણીઓ
Please do not share links in comment