( ૫ ) મૂર્ખાઓની યાદી
એક દિવસની વાત છે .
દિલ્હીના પાદરે ઇરાનનો એક શાહ સોદાગર આવ્યો . એ ઘોડાઓનો સોદાગર હતો .
જાત જાતના ઘોડાઓ રાખતો .
વેગીલા , પાણીદાર અને જાતવાન ઘોડાઓનો એની પાસે કાફલો હતો . વળી એ પોતે પણ બાદશાહ
જેવા વૈભવથી રહેતો .
સામાન્ય માણસ તો એની
પાસેથી ઘોડો ખરીદવાનું નામ જ ન લેતો . સોદાગર એક પછી એક રજવાડામાં ફરતો .
નવાબો અને બાદશાહોને
પોતાના ઘોડા દેખાડતો અને રાજાને ઘોડો પસંદ પડી જાય તો ઉંચી કિંમતે વેચતો . આવો આ
ઇરાની સોદાગર બાદશાહ અકબરના દરબારમાં પુરા ઠાઠ - માઠથી આવ્યો ત્યારે ખુદ બાદશાહે
એને માન - પાન આપ્યા .
એની સરભરા કરી . બધા
દરબારીઓ સોદાગરને ઓળખાતા હતા અને બધાને ખાત્રી હતી કે બાદશાહ જાતવાન અશ્વોના શોખીન
છે . એટલે સોદાગર પાસેથી નક્કી ઘોડાઓ ખરીદશે .
સોદાગરે બાદશાહને પોતાની
અશ્વશાળા જોવાનું આમંત્રણ આપ્યું એટલે બાદશાહ બીરબલ તથા પોતાના વફાદાર સેવકો સાથે
સોદાગરની અશ્વશાળા જોવા ગયો . ત્યાં એક ને જુવો ત્યાં બીજાને ભુલો એવા પાણીદાર
અરબી ઘોડા હણ હણાટી કરતા હતા .
બાદશાહે દશ ઘોડા પસંદ કર્યા અને ખુબ ઊંચી કિંમત
આપી દશે દશ ઘોડા ખરીદી લીધા . દશ ઘોડા ખરીદ્યા પછી બાદશાહ પાછો ફરવા જતો હતો.
ત્યાં એની નજર એક
પંચકલ્યાણી ઘોડી પર પડી . એ ઘોડીના રૂપ , રંગ , કાનની ટિશોરી , ધોળા પગ અને
સુંવાળી ત્વચા જોતાં જ બાદશાહ આફિન થઈ ગયો .
જીંદગીમાં ભાગ્યે જ એકાદવાર જોવા મળે એવી આ
પાણીદાર ઘોડી હતી . વળી એ દોડવામાં પણ તીર જેવી હતી . બાદશાહે તો તરત જ સોદાગરને
કહ્યું “ આ અણમોલ ચીજ તો તે મને દેખાડી જ નહીં .
મારે આ ઘોડી ખરીદવી છે . હું માંગે એ કિંમત આપવા
હું તૈયાર છું . હવે તો બસ હું આ ઘોડી પર જ સવારી કરીશ .... ' જવાબમાં સોદાગર
બોલ્યો ‘ જહાંપનાહ , બેઅદબી માફ . હું આ ઘોડી તમને આપી શકું તેમ નથી ... ’ ‘ કારણ
? ’ બાદશાહે પૂછ્યું .
‘ હજુર .... ' સોદાગર નમ્રતાથી બોલ્યો “ આ
ઘોડીનો સોદો થઇ ગયો છે . માળવાના એક ઠાકોરને મેં આ ઘોડી વેચી દીધી છે અને અહીથી હું
સીધો માળવા જ જવાનો છું .
જો હું આ ઘોડી તમને આપી
દઉ તો એ મારી બેઇમાની ગણાય અને આલીજહાં અમારી જવુંપ શાખ બગડે તો અમારે મરી જવું
પડે . પણ તમે ચિંતા ન કરો .
આવી મારી પાસે બીજી બે ઘોડી છે . જો કે હું એ
બંન્ને ઘોડીઓ સાથે નથી લાવ્યો કારણ કે આવા પાણીદાર મોતીના ગ્રાહક અમને ભાગ્યે જ
મળે . તેથી અમે એવો કિંમતી માલ સાથે રાખતા નથી .
પણ હજુરની ઇચ્છા જો આવી
ઘોડી ખરીદવાની હોય તો આવતા ફેરે અવશ્ય સાથે લેતો આવીશ ... ’ .. ‘ ‘ સારું ... આવતા
ફેરે બન્ને ઘોડીઓ લેતો આવજે , હું બન્ને ખરીદી લઇશ .... ' ' બાદશાહ બોલ્યો .
“ બેઅદબી માફ હજુર ! પણ તમારે બાના રૂપે મને એકએમનો
બાહ્ય ભપકો એવો હોય છે કે આપણને ડાહ્યા જ લાગે . વળી જહાંપનાહ , આ કામમાં દશેક
હજાર સોનામહોરનું ખર્ચ પણ થશે ..... ‘ એ તને ખજાનચી પાસેથી મળી જશે .
તું યાદી તૈયાર કરવા માંડ
.... ' બાદશાહે હુકમ કર્યો . બીરબલે તો ખજાનચી પાસેથી દશ હજાર સોનામહોર લઈ લીધી
અને એક મહીના સુધી ખાઈ - પીને આરામ કર્યો . મહીનો પુરો થયો પછી બીરબલ દરબારમાં
આવ્યો .
બીરબલને જોતા જ બાદશાહે
પૂછ્યું - ‘ બીરબલ , એક મહીના પહેલાં મેં તને એક કામ સોંપેલું એ કામ તેં પુરું
કર્યું ? ' ‘ જી હાં હજુર .... તમે જાતે જ જોઈલો આ રહી યાદી .... ' કહીને બીરબલે
એક મોટો કાગળ બાદશાહના હાથમાં મૂક્યો .
એમાં ઘણા બધા નામ લખેલાં હતા . બાદશાહે કાગળ
હાથમાં લઈ મૂર્ખાઓના નામ વાંચવાની શરૂઆત કરી ત્યાં જ એને આંચકો લાગ્યો . કારણ કે
પહેલું જ નામ એનું પોતાનું હતું . પોતાનું નામ સૌથીપહેલું જોઈને બાદશાહના રોષ અને
નવાઈનો કોઈ પાર ન રહ્યો .
લાલ આંખે બીરબલ સામે જોઈને પૂછ્યું - ‘
મૂર્ખાઓની યાદીમાં મારું નામ ? અને એમાંય તે મારું નામ પહેલું નામ મુક્યું ? કાં
તો તું જાણી જોઈને મારી મશ્કરી કરી રહ્યો છે અને કાં તો તારી ભુલ થઈ રહી છે .... ’
' ના , નામદાર ... ' બીરબલ એકદમ નમ્ર અવાજે બોલ્યો - ‘ મારી કોઈ ભુલ થતી નથી .
ખુબ સમજીને મેં તમારું
નામ સૌથી ઉપર મુક્યું છે . તમારૂં નામ સૌથી ઉપર ન મુકું તો બીજા મૂર્ખાઓને અન્યાય
થાય કારણ કે તમે પ્રથમ કક્ષાના મૂર્ખ છો .... '
‘ મને તું પ્રથમ કક્ષાનો
મૂર્ખ કઈ રીતે ગણે છે ? મેં એવું તે મૂર્ખામી ભર્યું કામ કર્યું છે ? ’ બાદશાહે
પૂછ્યું . બીરબલને હવે લાગ મળી ગયો .
એ તરત બોલ્યો - જો તમે પ્રથમ કક્ષાના મૂર્ખ ન
હોત તો તમે પેલા ઈરાની શાહ સોદાગરને તેનું નામ ઠામ અને ઠેકાણું જાણ્યા વગર એક હજાર
સોનામહોર આપી ન દીધી હોત .
ધારો કે એ એ સોદાગર ઘોડીઓ
લઈને ન આવ્યો તો તમે એનું શું કરી લેવાના છો ? એનું નામ - ઠામ પૂછ્યા વગર તમે એક
હજાર સોનામહોર આપી દીધી એ તમારી મૂર્ખાઈ નથી તો બીજુ શું છે ?
' બીરબલની આ વાતો સાંભળી બાદશાહ વિચારમાં પડી
ગયો . થોડીકવાર વિચાર કર્યા પછી બોલ્યો - ‘ પણ બીરબલ ! ધારોકે એ વેપારી ઘોડીઓ લઈને
આવ્યો તો ? ’ જ્ બીરબલ હસતા હસતા બોલ્યો - જહાંપનાહ ! પહેલી વાત તો એ છે કે સોદાગર
પાછો આવવાનો જ નથી અને ધારોકે એ પાછો આવ્યો તો હું તમારા નામની જગ્યાએ એનું નામ
લખીશ .
પૈસા મળી ગયા પછી પણ ઘોડીઓ લઈને અહીં આવનાર જેવો
મૂર્ખ જગતમાં શોધ્યો ન મળે ..... ' બીરબલનો જવાબ સાંભળી બાદશાહ ભોંઠો પડી ગયો ,
અને સાચે જ સોદાગર કદી પાછો ન આવ્યો .
0 ટિપ્પણીઓ
Please do not share links in comment