ગુજરાત સ્થાપત્ય કળા ના કસબીઓ
(1 પ્રભાશંકર સોમપુરા ( 1896-1978 )
સોમપુરા શિલ્પીઓ પોતાની શિલ્પકલા માટે ભારતભરમાં ખૂબ જાણીતા છે . તેઓ શૈવ , વૈષ્ણવ અને જૈન ધર્મનાં અનેક રમણીય અને અમૂલ્ય કલાકૃતિથી શોભતાં મંદિરોના સર્જકો છે .
પ્રભાસપાટણના સોમનાથ મંદિરનું નિર્માણ કરવા માટે મુખ્ય સ્થપતિ તરીકે પ્રભાશંકર સોમપુરાની વરણી થઈ હતી . તેમણે ગુજરાત , મહારાષ્ટ્ર , આંધ્ર પ્રદેશ , કેરલ , મધ્ય પ્રદેશ , પશ્ચિમ બંગાળ , પંજાબ વગેરે રાજ્યોમાં ભવ્ય દેવાલયો બાંધ્યાં છે .
તેઓ ગુજરાતમાં સોમનાથ મંદિર (
પુનરોદ્વાર – પ્રભાસપાટણ ) , શામળાજી મંદિર ( જીર્ણોદ્ધાર – શામળાજી ) , રાણી સતી
મંદિર ( અમદાવાદ ) , લકુલીશ મંદિર ( કાયાવરોહણ ) , અંબાજી માતાનું મંદિર ( અંબાજી
) , હસ્તગીરી દેરાસર 72 જિનાલય ( પાલિતાણા ) , પંચાસરા જૈન મંદિર ( પાટણ ) વગેરે
સ્થાપત્યોના નિર્માતા છે . ઈ.સ. 1973 માં ભારત સરકારે તેમને પદ્મશ્રીનો અવૉર્ડ
આપીને સન્માન્યા હતા .
( 2 ) કાન્તિભાઈ પટેલ ( જન્મ : 1925 )
શિલ્પકલા ક્ષેત્રે ગુજરાત અને ભારતનું ગૌરવ વધારનાર કાન્તિભાઈએ તિલક વિદ્યાપીઠના શિલ્પાચાર્ય શ્રી મધે ગુરુજી પાસે કલાસાધના કરી હતી .
તેમણે 27 વર્ષની ઉંમરે
વલ્લભવિદ્યાનગર ખાતેની સરદાર પટેલની 4 મીટર ઊંચી કાંસ્ય પ્રતિમાનું સર્જન કર્યું
હતું . ગાંધીજીની 117 મી જન્મજયંતિ પ્રસંગે કાન્તિભાઈએ બનાવેલું ગાંધીજીનું 2.5
મીટર ઊંચું બાવલું ન્યૂ યૉર્કના મેનહટન વિસ્તારમાં ઊભું કરાયું છે .
( ૩ ) બાલકૃષ્ણ દોશી ( જન્મ : 1927 )
સીનિયર ડિઝાઇનર તરીકે ચંડીગઢ અને ગાંધીનગરના નિર્માણમાં મુખ્ય ભાગ ભજવનાર શિલ્પી બાલકૃષ્ણ દોશીને લંડન અને અમેરિકાનાં અનેક મંડળો તરફથી અવૉર્ડ મળેલા છે .
ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા છે . અમદાવાદમાં સ્કૂલ ઑફ આર્કિટેક્ચરની સ્થાપના અને એ સંસ્થાએ પ્રાપ્ત કરેલી પ્રતિષ્ઠા એ તેમનું અમૂલું પ્રદાન છે .
તેમણે અનેક ભવનોના નિર્માણમાં
મહત્ત્વની કામગીરી બજાવી છે . શ્રી દોશી ગુજરાતના , દેશના અને આંતરરાષ્ટ્રીય
કક્ષાના ઉત્તમ સ્થપતિ છે .
............................................................................................................................
0 ટિપ્પણીઓ
Please do not share links in comment