header

ગુજરાત ચિત્રકળા ના સાધકો (Seekers of Gujarat Painting)

ગુજરાત ચિત્રકળા ના સાધકો 



( 1 ) રવિશંકર રાવળ ( 1892-1977 ) ,

 જન્મસ્થળ : ભાવનગર

 જ્યારે ચિત્રકલાના અસ્તિત્વનો કોઈને ખ્યાલ પણ ન હતો તે વખતે રવિશંકર રાવળે ગુજરાતમાં ક્લાસંસ્કારનું બીજારોપણ કરી પ્રજાનાં રસ - રુચિ કેળવ્યાં . તેમને બાળે આર્ટ સોસાયટીનો સુવર્ણચંદ્રક મળ્યો હતો . તેમણે અનેક સુંદર ચિત્રો , વ્યક્તિચિત્રો અને પ્રસંગચિત્રો બનાવી ગુજરાતની ક્લાસમૃદ્ધિમાં બહુમૂલ્ય ઉમેરો 

કર્યો . ઈ . સ . 1930 માં રવિશંકર રાવળ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને ઈ . સ . 1965 માં ભારત સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપ્યો હતો . તેઓ ‘ કલાગુરુ ’ તરીકેનું મહત્ત્વનું સ્થાન ધરાવે છે . તેમણે ' કુમાર ' માસિક દ્વારા અનેક ચિત્રકારો તૈયાર કર્યા .

 ( 2 ) કનુ દેસાઈ ( 1907-1980 ) ,

 જન્મસ્થળઃ અમદાવાદ

ગુજરાતમાં ‘ ક્લા ’ શબ્દના પર્યાય તરીકે કનુ દેસાઈનું નામ વર્ષો સુધી ટકી રહ્યું હતું . દિવાળી અંકોના મુખપૃષ્ઠો , દિવાળી કાર્ડ , લેન્ડર ચિત્રો , અર્ધશિલ્પો વગેરે અનેક પ્રકારની કલાભિવ્યક્તિથી તેઓ ગુજરાતભરમાં છવાઈ ગયા હતા . 

તેમણે ઈ.સ. 1930 ની દાંડીયાત્રામાં ભાગ લીધો હતો . ઈ . સ . 1938 માં તેમને જિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો અને ઈ.સ. 1965 માં ગુજરાત રાજ્ય તરફથી તેમનું સન્માન થયું હતું . કનુ દેસાઈની ક્લાનો વ્યાપ ‘ રામરાજ્ય ' જેવી ફિલ્મોમાં ફેલાયેલો છે .

 ( ૩ ) ખોડીદાસ પરમાર ( જન્મ : 1930 ) ,

જન્મસ્થળઃ ભાવનગર

અદના માનવીના અંતરમાંથી , તેમની કોઠાસૂઝથી સહજ રીતે પ્રગટતી ક્લારશૈલીના સિદ્ધહસ્ત કલાકાર છે ખોડીદાસ પરમાર , તેમણે લોકશૈલીની ચિત્રકલા પર હાથ અજમાવ્યો અને ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી . તેમને વીસેક જેટલાં પારિતોષિકો મળ્યાં છે . 

તેમણે ગુજરાતના લોક્સાહિત્ય અને લોકકલાના વિષયો પર દસ પ્રકાશનો પ્રગટ કર્યાં છે . દેશભરનાં અડધો ડઝન જેટલાં મ્યુઝિયમ અને આર્ટ ગલેરીઓમાં તેમનાં ચિત્રો સંગ્રહાયેલાં છે .

( 4 ) પિરાજીસાગરા ( જન્મ : 1931 ) ,

 જન્મસ્થળઃ અમદાવાદ

નિજી શૈલીનાં મબલખ ચિત્રસર્જનોના લીધે ગુજરાતના ચિત્રજગતમાં પિરાનું આગવું સ્થાન છે . સુઘડ અને સફાઈદાર રેખાચિત્રો તેમજ પેઇન્ટિંગથી તેમણે સારી પ્રસિદ્ધિ મેળવી છે . પોતાની કલાકૃતિઓમાં તેમણે રેતી તથા અન્ય પદાર્થોનો ઉપયોગ કર્યો છે . 

પિરાને સંખ્યાબંધ પારિતોષિકો પ્રાપ્ત થયાં છે . એમાં કોલકાતાની ફાઇન આર્ટ્સ અકાદમીના સુવર્ણચંદ્રકો તેમજ લલિતકલા અકાદમીનો નેશનલ એવોર્ડ મુખ્ય છે . પિરા સાગરાનાં ચિત્રો દેશમાં તેમજ પરદેશમાં અનેક સ્થળોએ પહોંચ્યાં છે .

( 5 ) ભૂપેન ખખ્ખર ( 1934–2003 ) ,

 જન્મસ્થળઃ મુંબઈ

 ભૂપેન ખખ્ખરે પોતાની એક નવતર ચિત્રશૈલીનો આવિષ્કાર કરી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે . ઈ.સ. 1965 માં પોતાનાં ચિત્રોનું પ્રદર્શન યોજી તેમણે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો . ઈ . સ . 1968 માં ભારતના પ્રથમ ‘ ત્રિનાલે’માં તેમની કૃતિઓ દર્શાવાઈ હતી .

 ઈ . સ . 1976 માં તેમણે લંડન ખાતે એક સફળ પ્રદર્શન યોજ્યું હતું . ઈ . સ . 1984 માં ભારત સરકારે તેમને પદ્મશ્રીનો અવૉર્ડ આપ્યો હતો .

( 6 ) બંસીલાલ વર્મા ' ચકોર ' ( 1917-2003 ) ,

જન્મસ્થળઃ ચોટિયા

મૌલિક  વિચાર , વેધક કટાક્ષ અને ધારદા પછીના સ્વામી બંસીલાલ વ ' ચકોર ' ઉપનામથી જાણીતા છે . તેમણે ‘ નવસૌરાષ્ટ્ર ' , ' પ્રજાબંધુ ' , ' ગતિ ' , ' રેખા ' , ' હિન્દુસ્તાન ' , ' જનશક્તિ ' , ' જન્મભૂમિ ' બંસીલાલ વર્મા વગેરે અનેક પત્ર - પત્રિકાઓમાં કાર્યો દ્વારા રાજકરણીઓ અને સમાજ વિરોધી તત્ત્વોને હચમચાવી મૂક્યાં હતાં .

 ઈ . સ . 1978 થી તેઓ ' સંદેશ ' દૈનિકમાં પોતાની કાર્ટૂનલા પિરસી રહ્યાં હતાં . કાર્ટૂન ઉપરાંત તેમણે ગતિશીલ ભાવાત્મક પ્રસંગચિત્રો પણ દોય છે . બંસીભાઈને તેમના કાર્ટૂનો માટે અનેક પારિતોષિકો પ્રાપ્ત થયાં છે . તેમાં મોન્ટ્રીયલના કાર્ટૂન પ્રદર્શનમાં મળેલું પારિતોષિક યશકલગી સમાન છે .

 ( 7 ) ચંદ્ર ત્રિવેદી ( 1922-1994 ) ,

 જન્મસ્થળઃ ભાવનગર

ગુજરાતી વર્તમાનપત્રમાં સંખ્યાબંધ કાર્ટૂનો આપનાર ચંદ્ર ત્રિવેદી ‘ રાયજી’ના હુલામણા નામથી ઓળખાતા હતા . સુંદર આયોજન , કમનીય નારીપાત્રો અને સૌષ્ઠવપૂર્ણ પુરુષપાત્રોના આલેખનથી તેમનાં પ્રસંગચિત્રો ખૂબ જીવંત અને કથાસૌંદર્યને પૂરક બન્યાં હતાં .

 તેમનું મોટું પ્રદાન ચિત્રવાર્તાઓનું હતું . તેમણે ' ઝગમગ ' બાલસાપ્તાહિકમાં ચિત્રવાર્તાઓથી બાળકોને ઘેલું લગાડ્યું હતું . તેમણે ચિત્રકામ ઉપરાંત કિશોરો માટેની વાર્તાઓ અને રાજકારણ સંબંધી લેખો પણ લખ્યાં હતાં .


ગુજરાતના જાણીતાં લેખકો 4


.............................................................................................................................................




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ