header

દિલ્હીના કાગડા (Crows of Delhi)

 

( ૬ ) દિલ્હીના કાગડા




ના કાગડા એક દિવસની વાત છે . અકબર બાદશાહ દરબાર ભરીને બેઠો છે . બાદશાહને ઘણીવાર તુક્કા સુઝતા અને એ એવા વિચિત્ર સવાલો પૂછતો કે બધાયના મોં સીવાઈ જતા .

એમાંય બાદશાહ બીરબલની બુદ્ધિની તો અનેકવાર પરીક્ષા કરતો અને બીરબલ પણ બાદશાહના વિચિત્ર સવાલોના એવા જડબાતોડ જવાબ આપતો કે બાદશાહ ખુશ થઈ જતો . આજે બાદશાહ ઘણો ખુશ હતો.રાજકાજથી પરવાર્યા પછી અલક - મલકની વાતો થવા લાગી ત્યારે બાદશાહે એક અત્યંત વિચિત્ર સવાલ પૂછયો - ‘ દિલ્હી શહેરમાં કાગડા કેટલા ?

 ’ બાદશાહ અવાર નવાર આવા પ્રશ્ન પૂછતો , પણ આવો વિચિત્ર પ્રશ્ન પૂછશે એવી તો કોઈએ કલ્પના પણ કરી ન હતી . દિલ્હી શહેરમાં માણસો કેટલા ? એમ પૂછે તો ગણતરી કરીને કહી પણ શકાય પણ કાગડાની ગણતરી શી રીતે કરવી ? બધા દરબારીઓ મુંઝાઈને એકબીજાના મોં સામે જોવા લાગ્યા .

 જવાબ શું આપવો ? અકબર બાદશાહે ફરી આ સવાલ પૂછયો અને કહ્યું કે જે કોઈ આ સવાલનો સાચો જવાબ આપશે એને સો સોનામહોરનું ઈનામ આપવામાં આવશે પણ જો જવાબ ખોટો હશે તો એનું માથું ધડથી જુદું કરવામાં આવશે .

સો સોનામહોરની લાલચ ઘણાંને થઈ આવી પણ સજા પણ એવી જ ભયંકર હતી . એટલે બધા મોં સીવેલા રાખીને બેસી ગયા . કેટલાક બીરબલ સામે જોવા લાગ્યા .

છેવટે બાદશાહે પણ બીરબલ સામે જોયું પછી મૂછમાં હસતા બોલ્યા ‘ બીરબલ , બધા તારી બુદ્ધિના અને તારી હજાર જવાબીના ઘણાં વખાણ કરે છે . તારી પાસે તો મારા સવાલનો જવાબ હશે જ ને . ’ ‘ જરૂર છે ... ’ ’ બીરબલ જરાપણ ડર વગર બોલ્યો , એને તો ખાત્રી હતી કે છેલ્લે બાદશાહ એને જ પ્રશ્ન પૂછવાના છે . “ તો બોલ દિલ્હીમાં કાગડા કેટલા છે ? જરા સમજી વિચારીને જવાબ આપજે .

જો જવાબ ખોટો હશે તો મારે તારું માથું ધડથી અલગ કરી દેવું પડશે .... ' બાદશાહ બોલ્યા . અવશ્ય નામદાર ! પણ મારો જવાબ ખોટો હોઈ જ ન શકે.કારણ કે હજું મેં એક મહીના પહેલા જ રૂપિયા ૨૦ હજાર ખર્ચીને કાગડાની ગણતરી કરાવી છે . મારે હજું એ પૈસા પણ રાજ પાસેથી લેવાના છે .

ગયા મહીને દિલ્હીમાં કાગડાની સંખ્યા પંદર હજાર નવસો ચોર્યાસી હતી .... ' બીરબલ બોલ્યો .  ‘ તને પાક્કી ખાત્રી છે ? ’ બાદશાહે આશ્ચર્યથી પૂછ્યું . ‘ નામદાર , ખત્રી વગર હું બોલું જ નહિ .

મેં હજુ ગયા મહિને જ કાગડાની વસ્તી ગણતરી કરાવી છે . કાગડા પંદર હજાાર નવસો ચાર્યાસી જ થયા છે . “ અને ધારોકે કાગડાની સખ્યા વધારે થઈ તો બાદશાહે પૂછ્યું . હાજર જવાબી બીરબલે તરત જવાબ આપ્યો - ‘ આલીજહાં , તો આપણા શહેરના કાગડાઓને તેમના સગાઓ બહારગામથી મળવા આવ્યા હશે.

 અને કદાચ સંખ્યા ઓછી થાય તો આપણા શહેરના કાગડાઓ તેમના સગાઓને મળવા બહારગામ ગયા હશે .... ’ બીરબલના આ જવાબથી બધા હસી પડયા . બીરબલને સો સોનામહોર ઈનામમાં તો મળી જ ઉપરથી એણે કાગડાની વસ્તી ગણતરીમાં કરેલા ખર્ચના વીસ હજાર રૂપિયા પણ લીધા .


 બાદશાહ નો દરબાર વાર્તા વાંચો

 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ