પોલીસ સેવાના અધિકારીઓ અને કર્મચારીઓ
પોલીસ મહાનિર્દેશક ( Director General of Polce - DGP )
DGP રાજ્યના સૌથી ઉચ્ચ પોલીસ અધિકારી અને રાજ્ય પોલીસ વડા હોય છે . રાજ્યમાં માત્ર
એક જ DGP હોય છે .
અલગ - અલગ વિભાગોના વડા તરીકે Add . DGP અને રાજ્યના ક્રમિશનરરેટ વિસ્તારમાં પોલીસ કમિશનર તરીકે Add
. DGP હોય છે .
DGP ના ખભા ઉપર સ્વોર્ડ બેટન
, અશોક સ્તંભ , કૉલર ડૉગ પર કાળી પટ્ટી અને IPS અંકિત કરેલ હોય
છે .
ગુજરાતમાં પોલીસ
મહાનિર્દેશકશ્રીની કચેરી , ગાંધીનગર ખાતે આવેલી છે . DGP ની કચેરી , ખાતે રાજ્ય પોલીસ કન્ટ્રોલરૂમ કાર્યરત હોય છે ,
પોલીસ મહાનિરીક્ષક ( Inspector General of Police - IGP )
રેન્જ સ્તરે IGP ના હોદા હોય છે .
કમિશનરરેટ વિસ્તારમાં Joint Commissioner
of Palice ના હોદ્દા હોય છે .
IGP ના ખભા ઉપર
સ્વોર્ડ બેટન , એક સ્ટાર તથા કોલર ડોગ પર
કાળી પટ્ટી અંક્તિ હોય છે .
નાયબ પોલીસ મહાનિરીક્ષક Deputy Inspector General of Police ( DIGP )
સામાન્ય રીતે IPS અધિકારીશ્રી અથવા રાજ્ય પોલીસ સેવાના અધિકારીઓ , કે જેમણે Senior
Superintendent of police તરીકેની સેવા સફળતાપુર્વક પ્રદાન કરી હોય તેને પ્રમોશન આપીને DIGP બનાવવામાં આવે છે
,
DIGP ના ખભા પર ત્રણ સ્ટાર , અશોક સ્તંભ અને કોલર ડોંગ પર કાળી
પટ્ટી અંકિત કરેલ હોય છે . રેન્જમાં IGP અથવા DIGP ની નિમણૂક થાય છે
.
વરિષ્ઠ પોલીસ
અધીક્ષક (senior Superintendent of Police - SSP )
SSP ભારતીય પોલીસ સેવા ( IPS ) ના અધિકારી હોય છે .
સામાન્ય રીતે જિલ્લા મહાનગરીય પ્રદેશમાં કાનૂન અને વ્યવસ્થા સાચવવાની જવાબદારી તેમને સોંપવામાં આવે છે .
SSP
ની નિમણૂક જિલ્લા અધીક્ષકશ્રી તરીકે થાય છે .
SSP ના ખભા ઉપર અશોક સ્તંભ , બે સ્ટાર , કૉલ ડોગ અને IPS લખેલું હોય છે .
પોલીસ અધીક્ષક ( Suprindentent of Police – SP )
Senior
Suprindentent of Police અને Suprindentent of Police નું કાર્યક્ષેત્ર સમાન જ હોય છે , ફક્ત ગ્રેડ પેમાં તાવત
જોવા મળે છે . SP જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી તરીકે હોદ્દો સંભાળે છે .
કમિશનરરેટ વિસ્તારમાં Deputy
commi ssioner of Police નો હોદ્દો હોય છે .
SP ના ખભા ઉપર અશોક સ્તંભ , એક સ્ટાર , કોલર ડોગ પર કાળી પટ્ટી
અને IPS લખેલું હોય છે .
સહાયક પોલીસ અધીક્ષક ( Assistant Superintendent of Police - ASP )
ASP ભારતીય પોલીસ સેવાના
અધિકારી હોય છે . સામાન્ય રીતે IPS અધિકારી SP
તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરતાં હોય છે .
ASP ના ખભા ઉપર ત્રણ સ્ટાર
અને IPS લખેલું હોય છે .
ટ્રેઇની IPS ના ખભા ઉપર એક સ્ટાર અને IPS લખેલું હોય છે .
નાયબ પોલીસ અધિક્ષક Deputy Superintendent of Police ( Dy . SP )
પ્રોબેશન પિરિયડ દરમિયાન IPS
અધિકારી DySP જેવું કામ કરે છે
.
Dy SP ના ખભા પર ત્રણ સ્ટાર અને GPS લખેલું હોય છે .
સામાન્ય રીતે રાજ્ય જાહેર
સેવા આયોગ દ્વારા સીધી ભરતીથી અને PI ને પ્રોશન આપીને Deputy Superintendent
of Police તરીકે નિમણૂક થાય છે .
પોલીસ ઈન્સ્પેક્ટર Police Inspector ( PI )
રાજ્ય જાહેર સેવા આયોગ
દ્વારા સીધી ભરતીથી ઉપરાંત PSI ને પ્રમોશન આપીને PI તરીકે નિમણૂક થાય
છે .
સામાન્ય રીતે તેમની
નિમણૂક 200 થી વધુ વાર્ષિક ગુનાવાળા પોલીસ સ્ટેશનના ઇનચાર્જ તરીકે થતી હોય છે .
PI ના ખભા ઉપર ત્રણ સ્ટાર
અને GPS અંકિત કરેલું તથા લાલ અને વાદળી પટ્ટી હોય છે
પોલીસ સબ ઈન્સ્પેક્ટર Police Sub - Inspector ( PSI ]
રાજ્યમાં PSI ના હોદ્દા માટે સીધી ભરતીનું આયોજન કરવામાં આવે છે , ઉપરાંત
ખાતાકીય પરીક્ષા પાસ કરીને પણ PSI તરીકે નિમણૂક મેળવી શકાય છે .
PSI ની નિમણૂક વાર્ષિક 200 થી ઓછા ગુનાવાળા પોલીસ
સ્ટેશનના ઇનચાર્જ તરીકે થતી હોય છે .
PSI ના ખભા ઉપર બે સ્ટાર અને GP
અંકિત કરેલ હોય છે તથા વાદળી અને લાલ પટ્ટી હોય છે . .
મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર Assistant Sub - Inspector ( ASI )
હેડ કોન્સ્ટેબલ તરીકે સફળતાપૂર્વક સેવા પૂરી પાડ્યા બાદ પ્રમોશન આપીને ASI તરીકે નિમણૂક
કરવામાં આવે છે.ઉપરાંત ASI ના હોદ્દા માટે
સીધી ભરતીનું આયોજન પણ કરવામાં આવે છે .
ASI પોલીસ સ્ટેશન ઇનચાર્જ દ્વારા સોંપવામાં આવતી
કામગીરી તથા ગુનાઓની તપાસ સંબંધિત કામગીર કરતા હોય છે .
ASI ના ખભા
ઉપર એક સ્ટાર અને GP અંકિત કરેલું હોય છે તથા વાદળી અને લાલ પટ્ટી
હોય છે .
હેડ કોન્સ્ટેબલ Head Constable ( HC )
Police Constable ને પ્રમોશન મળ્યા
બાદ તેમની નિમણૂક હેડ કોન્સ્ટેબલ તરીકે થતી હોય છે .
હેડ કોન્સ્ટેબલ પોલીસ
સ્ટેશન ઇનચાર્જ દ્વારા સોંપવામાં આવતી કામગીરી કરતા હોય છે ,
હેડ કોન્સ્ટેબલના ખભા ઉપર
ડિસ્ટ્રિક લેટર તથા બાજુમાં લાલ અને વાદળી ફીત હોય છે .
પોલીસા કોન્સ્ટેબલ Police Constable ( PC )
લોકરક્ષક તરીકે સફળતાપૂર્વક સેવા પૂરી પાડ્યા બાદ પોલીસ કોન્સ્ટેબલ તરીકે
પ્રમોશન મળતું હોય છે .
પોલીસ કોન્સ્ટેબલના ખભા
ઉપર ડિસ્ટ્રિક લેટર હોય છે .
લોકરક્ષક દળ
રાજ્યમાં Lok Rakshak Dal માટે સીધી ભરતીનું આયોજન કરવામાં આવે છે .
લોકરક્ષકના ખભા ઉપર ડિસ્ટ્રિક લેટર હોય છે .
0 ટિપ્પણીઓ
Please do not share links in comment