header

ગુજરાતરાજ્યના જિલ્લાઓની સફરે (જુનાગઢ, ડાંગ)(A trip to the districts of Gujarat)

 

 જૂનાગઢ


ગુજરાતના જિલ્લાઓની સફરે



 

 1. જૂનાગઢ ગિરનાર પર્વતની તળેટીમાં વસેલું જૂનાગઢ શહેર જિલ્લાનું મુખ્ય મથક છે . 

ગુજરાતના આદિકવિ ભક્ત નરસિંહ મહેતાનાંમાતાપિતાનું અવસાન થતાં ભાઈભાભી પાસે જૂનાગઢમાં રહ્યા હતા . 

ઉપરકોટમાંરાણકદેવીનો મહેલ છે . આ ઉપરાંત અડી - કડીની વાવ અને નવઘણ કૂવો , સક્કર બાગ , 

દરબાર હૉલ મ્યુઝિયમ , નરસિહ ચોરો , અશોકનો શિલાલેખ , હસ્તક્લા ઉદ્યોગની સંસ્થા ' રૂપાયતન ' અહીંનાં જોવાલાયક સ્થળો છે .

 

2. ગિરનાર પર્વત ગિરનારની તળેટીમાં અશોકનો શિલાલેખ , રુદ્રદામનનો શિલાલેખ , દામોદર કુંડ , રૈવતી કુંડ , ગોરખનાથનું મંદિર વગેરે જોવાલાયક છે 

. ગિરનાર પર્વતની પહેલી ટૂંક પર બારમી સદીનુંનૈમિનાથજીનું જૈન મંદિર છે . બીજી ટૂંક પર અંબાજીનું મંદિર છે .

 દત્તાત્રેયની ટૂંક સુધી પહોંચવા આશરે દસ હજાર પગથિયાં છે .

 

3. સતાધાર : સૌરાષ્ટ્રના સુવિખ્યાત સંત આપાગીગાની સમાધિનું સ્થળ છે .

 

4. ચોરવાડ : અહીંનોદરિયાકિનારોપ્રવાસીઓ માટે આહ્લાદક છે . ઉનાળામાં જૂનાગઢના નવાબ અહીં રહેતા હતા .

 નવાબનો મહેલ હોલી -ડેહોમમાંફેરવાઈ ગયો છે .


ડાંગ જિલ્લો
 

 1. આહવા : જિલ્લાનું મુખ્ય મથક છે . આદિવાસી વિદ્યાર્થીઓ માટે અહીં આશ્રમશાળા છે . ઇમારતી લાકડાના વેપારનું મોટામાં મોટું મથક છે .

 

 2. સાપુતારા:આયોજનપૂર્વક વિકાસ પામેલું , સહ્યાદ્રિપર્વતમાળામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે .

‘ સાપુતારા ’ શબ્દનો અર્થ ‘ સાપનો નિવાસ ’ થાય છે . ડાંગનાઆદિવાસીઓ હોળી તથા દિવાળીનાતહેવારોમાંસર્પગંગા નદીના કિનારે ભેગા થઈ સાપની પૂજા કરે છે .

હોળીના સમયે અહીં ' ડાંગ દરબાર ' ભરાય છે . ‘ ડાંગ દરબાર ' ડાંગી પ્રજાનો સૌથી મોટો લોકોત્સવ છે .

સાપુતારાનાં જોવાલાયક સ્થળોમાંસનરાઇઝ પૉઇન્ટ , સનસેટ પૉઇન્ટ , ઇકો પૉઇન્ટ , બોટિંગ , દીપકલા ઉદ્યાન , ઋતંભરા વિશ્વ વિદ્યાલય , સાપુતારા સંગ્રહસ્થાન ,

વાઘબારી , મધમાખી ઉછેરકેન્દ્ર , ત્રિફ્ફા વન વગેરે મુખ્ય છે . બારડીપાડાનું અભયારણ્ય અહીં છે . પૂર્ણિમા પકવાસાએ અહીં સુંદર વિદ્યાધામ વિકસાવ્યું છે .

 

૩. વધઈ : ડાંગનું પ્રવેશદ્વાર ગણાતું વધઈ એક અગત્યનું વેપારકેન્દ્ર છે . વધઈ નજીકના ‘ બૉટનિકલગાર્ડન’માંવનસ્પતિનું સંવર્ધન અને સંશોધન થાય છે .


 છોટાઉદેપુર, જામનગર જિલ્લાઓ


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ