header

ગુજરાતરાજ્યના જિલ્લાઓની સફરે (ગીર સોમનાથ) (A trip to the districts of Gujarat)

 

 ગીરસોમનાથજિલ્લો
     ગુજરાતના જિલ્લાઓની સફરે 



1. વેરાવળ : જિલ્લાનું મુખ્ય મથક અને મોટું બંદર છે . અહીં મત્સ્યોદ્યોગનો સારો વિકાસ થયો છે .

 

2. સાસણગીર : ગીરનાં જંગલોમાં આવેલું આ સ્થળ સિંહનોઅભ્યારણ્ય ( ગીર નેશનલ પાર્ક ) તરીકે વિશ્વભરમાં જાણીતું છે . ગુજરાત સરકારના પ્રવાસન ખાતા તરફથી અહીં સિંહદર્શનની વ્યવસ્થા છે . સિંહદર્શનઃસાસણગીર

 

3. તુલસીશ્યામગીરના પ્રદેશની મધ્યમાં આવેલા આ સ્થળે ગરમ પાણીના સાત કુંડો અને શ્યામ મહારાજનું મંદિર છે .

 

4. અહમદપુર - માંડવી : અહમદપુર - માંડવી દરિયાકિનારે આવેલું અને નૈસર્ગિક સૌંદર્ય ધરાવતું નયનરમ્ય સ્થળ છે . અહીં નૌકાવિહાર અને વૉટર સાઇકલિંગ તરણ વગેરેની સગવડ છે . નજીકમાં દીવ ટાપુ છે.

 

5. સોમનાથ : સોમનાથ શૈવપંથનું અત્યંત પુરાતન , સમૃદ્ધ અને મહત્ત્વનું કેન્દ્ર છે . બાર જ્યોતિર્લિંગોમાંસોમનાથનું મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ ગણાય છે . હિરણ નદી અને સમુદ્રનો સંગમ પવિત્ર ત્રિવેણીતીર્થ ગણાય છે . તેનાથી થોડે દૂર દેહોત્સર્ગ તીર્થ છે . અહીં શ્રીકૃષ્ણના દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હોવાનું મનાય છે . સોમનાથનું મંદિર

 

6. ભાલકા તીર્થ : અહીં એક મોક્ષ પીપળો છે . આ પીપળાની નીચે શ્રીકૃષ્ણ આરામ કરવા બેઠા હતા ત્યારે એક પારધીએ તીર માર્યું હતું , જે શ્રીકૃષ્ણને પગમાં વાગ્યું અને તેમણે દેહત્યાગ કર્યો હતો એવી માન્યતા છે .

 


Download PDF click here


પાટણ જિલ્લો


 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ