ભાવનગરજિલ્લો
ગુજરાતના જિલ્લઓની સફરે
1.ભાવનગર : જિલ્લાનું મુખ્ય મથક છે . ભાવનગરની સ્થાપના ઈ.સ. 1723 માં મહારાજ ભાવિસહજી પહેલાએ કરી હતી . ગાંધી સ્મૃતિ , સરદાર સ્મૃતિ , ગૌરીશંકર તળાવ , બાર્ટન મ્યુઝિયમ , બંદર પરનો લાગેઇટ , દરબારગઢ , તખતેશ્વરનું મંદિર , રૂવાપરીનું મંદિર વગેરે મુખ્ય જોવાલાયક સ્થળો છે .
2. પાલિતાણા : પાલિતાણા પાસેની 603 મીટર ઊંચી શેત્રુંજયપર્વતમાળામાંજેનોનાં 863 પ્રસિદ્ધ મંદિરો આવેલાં છે . જેન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવજીનું આ સ્થાનક મનાય છે . આધુનિક યુગમાં બંધાયેલું ‘ સમવસરણ મંદિર ' ગિરિરાજની તળેટીમાં આવેલું છે . આ શહેર ‘ મંદિરોના શહેર ’ તરીકે વિખ્યાત છે . જૈન મંદિરો
૩. વલભીપુર : મૈત્રકોના સમયમાં આ સમૃદ્ધ અને જાહોજલાલીવાળું નગર હતું . વલભીપુર વિદ્યાપીઠ જગમશહૂર હતી . અહીંના સંગ્રહાલયમાંસિક્કાઓ અને તામ્રપત્રોસચવાયેલાં છે .
4. ઘોઘા : પુરાણું બંદર છે . નવખંડાપાર્શ્વનાથજીનું મંદિર છે .
5. રાજપરા ખોડિયાર : ખોડિયાર માતાનું પ્રસિદ્ધ મંદિર અને દાતણિયો ધરો છે .
6. વેળાવદર:કાળિયાર માટેનો દુનિયાનો સૌથી મોટો રાષ્ટ્રીય પાર્ક અહીં છે .
7. ગોપનાથ:દરિયાકિનારેગોપનાથનું ભવ્ય શિવમંદિર આવેલું છે . શ્રાવણ માસમાં અહીં મેળો ભરાય છે . જન્મસ્થળ છે .
8. તલગાજરડા: ગુજરાતના લોકપ્રિય સંત મોરારીબાપુનુંજન્મસ્થળછે
9. મહુવાઃ ફળ - ફળાદિના બગીચા માટે જાણીતું છે . અહીં લાકડાનાંરમકડાંનો ઉદ્યોગ વિકસ્યો છે .
10. તળાજા:નરસિંહમહેતાનુંજન્મસ્થળછે.અહી જૈન મંદિરોઅનેબૌધ્ધગુફાઓછે
11.શિહોર : આ શહેર તાંબા - પિત્તળનાંવાસણોનાં ગૃહઉદ્યોગ - જાણીતું છે . ગોમતેશ્વરનું મંદિર અને બ્રહ્મકુંડજાણીતાં છે
12. હાથબઃ રમણીય દરિયાકિનારો છે . દરિયાકિનારેકાચબારકેન્દ્ર છે .
13. અલંગ :ગુજરાતનું બંદર છે . એશિયાનું સૌથી મોટું શીપબ્રેકિંગ યાર્ડ ( બિનઉપયોગી જહાજ ભાંગવાનો ઉદ્યોગ ) અહીં આવેલું છે .
14. બગદાણા : સંતશ્રીબજરંગદાસબાપાનો આશ્રમ છે . બગડ ના કિનારે બગડેશ્વરમહાદેવનું પ્રાચીન મંદિર છે .
Download PDF click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment