મહીસાગર જિલ્લો
ગુજરાતના જિલ્લાઓની સફરે
1. લુણાવાડા : જિલ્લાનું મુખ્ય મથક છે . આ શહેરનું નામ ‘ લુપ્તેશ્વર ’ મહાદેવના મંદિર પરથી પડ્યું છે .
પાંડવો વનવાસ દરમિયાન અહીંના મંદિરમાં રહ્યા હતા તેવી લોકમાન્યતા છે . આ ઉપરાંત ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ , જવાહર ગાર્ડન , કાલકા માતાની ટેકરી , ત્રિવેણી સંગમ જોવાલાયક સ્થળો છે
2. રૈયાલી : બાલાસિનોરથી 10 કિમીના અંતરે આવેલા આ સ્થળેથીપ્રાગ ઐતિહાસિક સમયનાં મહાકાય પ્રાણીઓનાં અસ્થિ - અક્ષકો મળી આવ્યાં હતાં . સમગ્ર વિશ્વમાં ડાયનાસોરનાંઈંડાં પહેલી વાર આ જગ્યાએથી મળ્યાં હતાં .
૩. વીરપુર : જૂનું સોલંકી સમયનું સંસ્થાન હતું . અહીં શ્રી ગોકુળનાથજીનાં પગલાં અને પવિત્ર દરગાહે શરીફ છે .
4. બાલાસિનોર : બાબરી વંશનારાજાઓનું રજવાડું હતું . નવાબનો ગાર્ડન પૅલેસ જોવાલાયક છે .
મહેસાણા જિલ્લો
1. મહેસાણા : જિલ્લાનું મુખ્ય મથક છે . અહીંની ' દૂધસાગર ડેરી ’ અને ‘ સીમંધર જૈન દેરાસર ’ પ્રખ્યાત છે . મહેસાણાની ભેંસો વખણાય છે . પશુદાણ માટે જાણીતું છે
2. તારંગા:બૌદ્ધધર્મીઓની દેવી તારાના નામ પરથી ઓળખાતા તારંગા ડુંગર પર કુમારપાળના સમયમાં બંધાયેલ અજિતનાથનું જેન મંદિર આવેલું છે . આ ઉપરાંત તારણ માતાનું મંદિર અને હનુમાનજીનું મંદિર છે .
૩. મોઢેરા:પુષ્પાવતી નદીના કિનારે આવેલા પ્રાચીન સૂર્યમંદિર માટે મોઢેરા જાણીતું છે . રાજા ભીમદેવના સમયમાં બંધાયેલું આ મંદિર મધ્ય યુગની શિલ્પકલાનો ઉત્તમ નમૂનો છે .
મોઢેરાનું સૂર્યમંદિર સભાગૃહ તથા ગર્ભગૃહની કોતરણીથી શોભાયમાન છે . મંદિરની
સામે રામકુંડની ચારે બાજુ પગથિયાં છે . મોઢ જ્ઞાતિની કુળદેવીમોઢેશ્વરી માતાનું
મંદિર પણ પ્રખ્યાત છે .
4. વડનગર : વડનગરાનાગરોનું આ મૂળ વતન છે . અહીં નાગરોના કુળદેવતા હાટકેશ્વર મહાદેવનું પ્રાચીન વિશાળ મંદિર છે .
અહીં રાજ્ય સરકાર તરફથી તાના - રીરીની સમાધિ પાસે પ્રતિવર્ષ શાસ્ત્રીય સંગીતના
ખ્યાતનામ કલાકારોનો મેળો ભરાય છે .
વડનગરનાઅર્જુનબારી દરવાજામાં આવેલા
શિલાલેખમાં વડનગરનીભવ્યતાનું વર્ણન છે . વડનગરની મધ્યમાં ‘ શર્મિષ્ઠા તળાવ ' અને '
શામળશાની ચોરી ' નામે ઓળખાતાં બે તોરણો છે .
14 મીટર ઊંચો કીર્તિસ્તંભ તેમજ શહેરને ફરતો કોટ
તથા દરવાજાનાખંડેરોવડનગરના ભવ્ય ભૂતકાળનો અણસાર આપે છે .
0 ટિપ્પણીઓ
Please do not share links in comment