દેવભૂમિ દ્વારકા જિલ્લો
ગુજરાતના જિલ્લાઓની સફરે
1. ખંભાળિયા : જિલ્લાનું મુખ્ય મથક છે . આરાધના ધામ , ઝાડેશ્વર ટેકરી , જોધપુર ગેટ , દરબારગઢ જોવાલાયક છે . ખંભાળિયા શુદ્ધ ઘી માટે પ્રખ્યાત છે . સમગ્ર દેશમાં અહીંથી ઘીની નિકાસ થાય છે .
2. દ્વારકા દ્વારકાહિન્દુઓનાં ચાર યાત્રાધામોમાંનું એક યાત્રાધામ અને મોક્ષદાયિની સાત નગરીઓમાંનીએકનગરી છે .
ભગવાન શ્રીકૃષ્ણના પાટનગર દ્વારકા
નગરમાં આશરે 2500 વર્ષ જૂનું દ્વારકાધીશનું મંદિર છે .
60 મીટર ઊંચું પાંચ માળનું આ વિશાળ
મંદિર 60 સ્તંભો પર ઊભું છે . મંદિરના ગર્ભગૃહમાં દ્વારકાધીશની 1 મીટર ઊંચી
ચતુર્ભુજ શ્યામમૂર્તિ છે .
આદિ શંકરાચાર્યેસ્થાપેલો શારદાપીઠ
આશ્રમ નજીકમાં જ આવેલો છે . આ ઉપરાંત અહીં અનેક મંદિરો અને ધર્મશાળાઓ છે ,
૩. શંખોદ્વારબેટઃ બેટ દ્વારકા તરીકે ઓળખાતા આ સ્થળે દ્વારકાધીશ તથા તેમની પટરાણીઓના આઠ મહેલો આવેલા છે .
અહીંના ગૌપી તળાવની માટી ગોપીચંદન તરીકે ઓળખાય છે . શિવનાં બાર
જ્યોતિલિંગોમાંનું એક નાગેશ્વરનું જ્યોતિર્લિંગ મંદિર અહીં સરકાવનમાં આવેલું છે .
4. મીઠાપુર : ટાટાનું કેમિકલ અને મીઠાનું કારખાનું છે .
5. ધુમલી : ભાણવડ પાસે આવેલું અત્યંત પ્રાચીન નગર અને મંદિરોનાખંડેરો એટલે ધુમલી . અહીંનુંનવલખા મંદિર અગિયારમી - બારમી સદીમાં બંધાયેલું છે . મંદિરનું શિખર અને ગર્ભગૃહનો ઘણો ભાગ નષ્ટ થયો છે .
નર્મદા જિલ્લો
1. રાજપીપળાઃ જિલ્લાનું મુખ્ય મથક છે . રાજપીપળા દેશી રજવાડાની રાજધાનીનું શહેર હતું . અહીંનો એક હજાર બારીવાળો રાજમહેલ જોવાલાયક છે .
આ સ્થળ તેની રમણીયતાને કારણે અનેક ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ સ્થળ બન્યું છે . હરસિદ્ધિ માતાનું પ્રસિદ્ધ મંદિર છે . ઇમારતી લાકડાના વેપારનું મોટું કેન્દ્ર છે .
0 ટિપ્પણીઓ
Please do not share links in comment