ગુજરાતના જિલ્લાઓની સફરે (બોટાદ, ભરૂચ)(A trip to the districts of Gujarat)
ઑક્ટોબર 29, 2021
બોટાદજિલ્લો
ગુજરાતના જિલ્લાઓની સફરે
1. બોટાદ : જિલ્લાનું મુખ્ય મથક છે .
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદમેઘાણીની કર્મભૂમિ છે .
2. સાળંગપુર:હનુમાનજીનું મોટું અને
પ્રખ્યાત મંદિર છે . અહીંનુંસ્વામિનારાયણનું મંદિર ભવ્ય અને જોવાલાયક છે .
૩. ભીમનાથ:નીલકા નદીના કાંઠે મહાદેવનું
મોટું અને પ્રખ્યાત દેવાલય છે .
4. ગઢડા : સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્ત્વનું તીર્થસ્થળ છે . ભગવાન
સ્વામિનારાયણની મૂળ જગ્યા અને અક્ષર પુરુષોત્તમ સંસ્થાએ બનાવેલું ભવ્ય મંદિર છે .
ભરૂચ જિલ્લો
1. ભરૂચ : નર્મદા નદીના કિનારે ભૃગુ ઋષિએ વસાવેલું ‘ ભૃગુતીર્થ ’ , કાળક્રમે
અપભ્રંશ થઈને ભરૂચ થયું . જિલ્લાનું મુખ્ય મથક છે . પ્રાચીન સમયમાં ભરૂચ ગુજરાતનું
સમૃદ્ધ બંદર હતું . અહીં આવેલો ' વિક્ટોરિયા ક્લૉક. ટાવર ’ ભરૂચની શોભા વધારે છે .
પ્રખ્યાત ત ગોલ્ડન બ્રિજ ‘ નદીના બંને કિનારાને જોડે છે
2. ભાડભૂત: અહીં દર 18 વર્ષે કુંભમેળો
ભરાય છે .
3. શુક્લતીર્થ : ભરૂચથી 16 કિમી દૂર આવેલા આ સ્થળનું પ્રાકૃતિક સૌંદર્ય માણવા
જેવું છે . અહીં દર કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાય છે .
4. કબીરવડ : શુક્લતીર્થ નજીક , નર્મદા નદીના પટની મધ્યમાં કબીરવડ આવેલો છે .
એવી માન્યતા છે કે કબીરજીએ ફેંકી દીધેલાવડનાદાતણમાંથી આ વિશાળ વડ થયો છે . તે આશરે
600 વર્ષ જૂનો છે .
5. અંક્લેશ્વર : અંક્લેશ્વર કુદરતી ગૅસ અને તેલના ભંડારને કારણે વિશ્વવિખ્યાત
છે . રાસાયણિક બનાવટોના વિવિધ ઉદ્યોગોખીલ્યા છે .
6. ગંધાર : અહીંથી તેલ અને કુદરતી ગૅસના ભંડાર મળ્યા છે .
7. દહેજ : ભારતનું એકમાત્ર લિક્વિડ કેમિકલ માટેનું બંદર અહીં આવેલું છે .
8. અલિયાબેટ : ભારતનું પ્રથમ સાગરીય ખનીજ તેલ ( ઈ.સ. 1970 ) નું ક્ષેત્ર અહીં
આવેલું છે .
0 ટિપ્પણીઓ
Please do not share links in comment