The Indian Penal Code, 1860 ( ભારતીય દંડ સહિતા 1860),
પ્રકરણ 2 સામાન્ય સ્પષ્ટીકરણો
( કલમ 6 થી 52-A )
IPC ARTICLE 6
અપવાદો ( પ્રકરણ : 4 ) સિવાય આ
અધિનિયમમાં આવેલી વ્યાખ્યાઓ ગુનો ગણાશે અને તે માટે શિક્ષાપાત્ર થશે .
IPC ARTICLE 7
આ અધિનિયમના કોઇ ભાગમાં આપવામાં આવેલ સમજૂતી અનુરૂપ રહીને આ
અધિનિયમના બીજા દરેક ભાગમાં કરવામાંઆવશે.
IPC ARTICLE 8
. જાતિ : પુલ્લીગ વાચક શબ્દ સર્વનામ “ તે ( He ) " અને તેના સાધિત રૂપી , કોઈ પણ વ્યક્તિ પછી તે નર હોય
કેનારી જે હોય તેના માટે
વાપરવામાં આવ્યાં છે . સ્ત્રી માટે " તેણી " શબ્દ વપરાતો નથી.
IPC ARTICLE 9
વચન : સંદર્ભથી કાંઈ વિરુદ્ધનું જણાતું ન હોય , તો
એકવચન દર્શાવતા શબ્દોમાં બહુવચનનો અને બહુવચન દર્શાવતાશબ્દોમાંએકવચનનો સમાવેશ થાય છે .
IPC ARTICLE 10
.પરુષ:શબ્દ ગમે તેવયના માનવ નરનો નિર્દેશ કરે છે .
સ્ત્રી:શબ્દ ગમે તે વયની માનવ નારીનો નિર્દેશ કરે છે .
IPC ARTICLE 11
.વ્યક્તિ : શબ્દમાં સંસ્થાપિત હોય કે ન હોય એવી કોઈ કંપની
અથવા એસોસિયેશન અથવા વ્યક્તિના મંડળનોસમાવેશ થાય છે.
–સજાને ધ્યાનમાં રાખીને વ્યક્તિઓના બે ભાગ પાડવામાં આવ્યા છે . 1. કુદરતી વ્યક્તિ , 2. કૃત્રિમ વ્યક્તિ
કુદરતીવ્યક્તિમાંમનુષ્યનોસમાવેશથાયછે . જેનેઆઅધિનિયમહેઠળનીતમામસજાકરીશકાયછે .
- કૃત્રિમવ્યક્તિઓમાંટ્રસ્ટ , કંપની , શાળા - કોલેજ , હોટલ , બેંક , એસોસિયેશન , વ્યક્તિઓનાસમૂહ . મ્યુનિસિપલકોર્પોરકે અન્ય કોર્પોરેશન વગેરેનો
સમાવેશ થાય છે . કાયદાથી પ્રસ્તાપિત મૂર્તિને પણ વૈધીકવ્યક્તિનો દરજ્જો પ્રાપ્ત છે . કૃત્રિમ વ્યક્તિઓને આ
અધિનિયમ હેઠળની તમામ સજા કરી શકાતી નથી .તેઓનેદંડ,મિલકતજપ્તી,જેવીસજાકરીશકાયછે.
IPC ARTICLE 12
. લોકો : શબ્દમાં લોકોના કોઈ વર્ગનો અથવા કોઈ કામનો સમાવેશ
થાય છે .
IPC ARTICLE 13
રાણીની વ્યાખ્યા રદ
કરી.
IPC ARTICLE 14
સરકારી નોકર :
સરકારી નોકર એ શબ્દો સરકારના અધિકારથી કે તે હેઠળ ભારતનાંનોકરીમાં ચાલુરાખવામાંઆવેલા,નિમેલાકેનોકરીમારાખેલાકોઈપણઅધિકારીઅથવાનોકરનોનિર્દેશકરેછે. સરકારદ્વારાકાયમી નિમણૂક પામેલ વ્યક્તિઓનો
સમાવેશ થાય છે .
IPC ARTICLE 15
બ્રિટિશ ઇન્ડિયાની
વ્યાખ્યા રદ કરી
IPC ARTICLE 16
. ભારત સરકારની વ્યાખ્યા રદ કરી.
IPC ARTICLE 17
. સરકાર : એ શબ્દ કેન્દ્ર સરકાર અથવા કોઈ રાજ્યની સરકારનો
નિર્દેશ કરે છે .
IPC ARTICLE 18
ભારત : એટલે ભારતનું રાજ્યક્ષેત્ર ( 31-10-2019થી સમગ્ર
ભારતમાં જમ્મુ - કાશ્મીરનો પણ સમાવેશ થશે . )
IPC ARTICLE 19
ન્યાયાધીશ : શબ્દ ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવતી દરેક
વ્યક્તિનો નિર્દેશ કરે છે એટલું જ નહિ , પણ કોઈ કાયદેસરની દીવાની કે ફોજદારી
કાર્યવાહીમાં અંતિમ ફેંસલો આપવાની અથવા જેના વિરુદ્ધ અપીલ કરવાની ન આવે તો અંતિમ
ગણાય એવો ફેંસલો આપવાની અથવા જેને બીજા કોઈ સત્તાધિકારી બહાલી રાખે તો અંતિમ ગણાય
એવો ફેંસલો આપવાની કાયદાથી જેને સત્તા આપવામાં આવી હોય તેવી દરેક વ્યક્તિનો અથવા
વ્યક્તિઓના બનેલા જે મંડળને એવો ફેંસલો આપવાની કાયદાથી સત્તા આપવામાં આવી હોય તેવા
મંડળનો સભ્ય હોય તેવી દરેક વ્યક્તિનો નિર્દેશ કરે છે .
IPC ARTICLE 20
ન્યાયાલય ( કોર્ટ ) : શબ્દ જે ન્યાયાધીશને એકલાને ન્યાયિક રીતે કામ
કરવાની કાયદાથી સત્તા આપવામાં આવી હોય , અને તે ન્યાયિક રીતે કાર્ય કરતા હોય
ત્યારે તે ન્યાયાધીશનો અથવા જે ન્યાયાધીશ મંડળને ન્યાયિક રીતે કામ કરવાની કાયદાથી
સત્તા આપવામાં આવી હોય તે મંડળનો નિર્દેશ કરે છે .
IPC ARTICLE 21
રાજ્ય સેવક - એ ભારતના ભૂમિદળનૌકાદળ - હવાઇદાનાકમિશનનો
અધિકારી , ન્યાયમંડળના સભ્ય કે ન્યાયાધીશ , ન્યાયાલયમાં વ્યવસ્થા જાળવવાની
જવાબદારી હોય તેવો અધિકારી , કોઈ ફરજ બજાચવા જેને ન્યાયાલય ખાસ કરી અધિકાર આપેલો
હોય તેવી વ્યક્તિ , જ્યુરી સભ્ય , કોઈ વ્યક્તિને અટકાયતમાં લેવાની જે હોદાની રૂએ
સતા મળેલી હોય તેવી વ્યક્તિ , સલામતી કે સગવડતાનું રક્ષણ કરવાની સરકારી અધિકારી
જેની ફરજ છે તેવી વ્યક્તિ , સરકારવતી જે મિલકતની લેવડ દેવડ કરી શકે , મતદારયાદી તૈયાર
કરવાની ચૂંટણીનું સંચાલન કરવાની ફરજ બજાવતી વ્યક્તિ અથવા જેની ફી અથવા મહેનતાણું
સરકાર આપતી હોય તેવી દરેક વયક્તિ કે સ્થાનિક સત્તા મંડળની , કેન્દ્રના , પ્રાંતના કે
રાજ્યના કોઈ અધિનિયમથી કોઈ કોર્પોરેશનની અથવા કંપની ધિનિયમની
સરકાર કે કંપનીનો નોકર કે પગારદાર દરેક વ્યક્તિ રાજ્ય સેવક કહેવાશે
.( દરેક સરકારી નોકર
રાજ્યસેવક હોઈ શકે , પરંતુ દરેક રાજ્યસેવક સરકારી નોકર નથી . ")
IPC ARTICLE 22
જંગમ મિલત : એ શબ્દમાં જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓ
અને વસ્તુઓ સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની વસ્તુઓ સિવાયની દરેક પ્રકારની મૂર્ત
મિલકતનો સમાવેશ કરવાનો આશય છે , જે સ્થાવર નથી તેવી મિલકતો , (“ ચોરી હંમેશાં જંગમ મિલક્તની
જ થાય છે . ”)
IPC ARTICLE 23
.- ગેરકાયદે લાભ : એટલે લાભમેળવનારી વ્યક્તિએ કાયદેસર રીતે મિલક્તનીપોતે હકદાર ન હોય તે મિલકતનો
ગેરકાયદેસરનાં સાધનો દ્વારા મેળવેલો લાભ
-ગેરકાયદે નુકસાન : એટલે નુકસાન ભોગવનારી વ્યક્તિએ કાયદેસર રીતે જે મિલકતની
પોતે હકદાર હોય તે મિલકતનું ગેરકાયદેસરનાં સાધનો દ્વારા વેઠેલું નુકસાન
- ગેરકાયદે લાભ લેવો : કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ ગેરકાયદે મેળવે
ત્યારે તેમજ તે ગેરકાયદે રાખી મૂકે ત્યારે , તે વ્યક્તિએ ગેરકાયદે લાભ લીધો કહેવાય
.
• ગેરકાયદે નુક્સાન થવું : કોઈ વ્યક્તિને કોઈ મિલકતથી ગેરકાયદે દૂર રાખવામાં
આવે ત્યારે તેમજ તેને કોઈ મિલક્તી વંચિત રાખવામાં આવે ત્યારે તે વ્યક્તિને
ગેરકાયદેસર નુકસાન થયું કહેવાય ,
IPC ARTICLE 24
બદદાનતથી : જે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને ગેરકાયદે લાભ
કરવાના અથવા બીજી વ્યક્તિને ગેરકાયદે નુકસાન કરવાના ઈરાદાથી કોઈ કૃત્ય કરે તેને
બદદાનતથી કૃત્ય કર્યું કહેવાય .
IPC ARTICLE 25
કોઈ કૃત્ય કરે તો , તેણે તે કૃત્ય કપટપૂર્વક કર્યું કહેવાય , અન્યથા નહીં .
IPC ARTICLE 26
માનવાને કારણે : કોઈ વ્યક્તિને કોઈ વાત માનવાને પૂરતું કારણ
હોય , તો તેને તે વાત માનવાને કારણ છે એમ કહેવાય , અન્યથા નહીં .
IPC ARTICLE 27
. -કોઈ મિલકત કોઈ
વ્યક્તિ થી તેની પત્ની , કારકુન કે કબજામાંની મિલકત હોય ત્યારે આ અધિનિયમના અર્થ મુજબ તે મિલકત તે વ્યક્તિના
કબજામાં છે .
IPC ARTICLE 28
ખોટી બનાવટ કરવા બાબત:મળતાપણાથીછેતારપિંડી કરવાના
ઈરાદાથી , છેદારપિંડી થવા સંભવ છે તેવું જાણવા છતાં કોઈ વ્યક્તિ એક વસ્તુ બીજી
વસ્તુ સાથે મળતી આવે ત્યારે તેણે ખોટી બનાવટ કરી કહેવાય .
IPC ARTICLE 29
દસ્તાવેજ: શબ્દ કોઈ બાબતના પુરાવા તરીકે વાપરવા ધારેલા કે વાપરી શકાય
તેવા અક્ષરો , અંકો કે નિશાનીઓ વડે અથવા તે પૈકી એકથી વધુ સાધનોવડે કોઈ પદાર્થ ઉપર વ્યક્ત કરેલી
કે વર્ણવેલી બાબતનો નિર્દેશ કરે છે .
IPC ARTICLE 29-A.
ઈલેક્ટ્રોનિક દસ્તાવેજ - ઈ . દસ્તાવેજ I.T. Act . ( Information Technology At - 2000 ) ની કલમ -2 (i)(s)માંથી લેવામાં આવે છે ( ઈ .
રેકર્ડ એટલે જેને ડેટા , રેકર્ડ અથવા કોઈ અવાજ કે આકૃતિ જેને કોઈ માઇક્રો ચીપ
દ્વારા સંગ્રહી શકાય . )
IPC ARTICLE 30
કિંમતી જામીનગીરી : એ શબ્દો દસ્તાવેજથી કોઈ કાયદેસર હક્ક
ઉત્પન્ન થયો હોય , વિસ્તૃત થયો હોય , તબદીલ થતો હોય , મર્યાદિત થતો હોય , નષ્ટ થતો
હોય કે તે કરવામાં આવતો હોય અથવા જેનાથી કોઈ વ્યક્તિ પોતાની કાયદેસર જવાબદારી
હોવાનું કે પોતાને અમુક કાયદેસર હક્ક ન હોવાનું સ્વીકારતી હોય , એવા દસ્તાવેજનો
અથવા એવો દસ્તાવેજ હોવાનું અભિપ્રેત હોય તે દસ્તાવેજનો નિર્દેશ કરે છે .
IPC ARTICLE 31
. વીલ :શબ્દ કોઈ પણ વસિયતી દસ્તાવેજનો નિર્દેશ કરે છે .
IPC ARTICLE 32
. સંદર્ભથી વિરુદ્ધ ઈરાદો જણાતો ન હોય તો કરેલા ફૂછ્યનો
ઉલ્લેખ કરતા શબ્દો ગેરાયદેસરનાકાર્યલોપને પણ લાગુ પડે છે.
IPC ARTICLE 33
.કૃત્ય: શબ્દ જેમ કોઈ એક જ કૃત્યનો નિર્દેશ કરે છે તેમ અનેક
કૃત્યનો પણ નિર્દેશ કરે છે .
-કાર્યલોપ : શબ્દ કોઈ એક જ કાર્યલોપનો નિર્દેશ કરે છે તેવી જ રીતે અનેક કાર્યલોપનો પણ
નિર્દેશ કરે છે .
IPC ARTICLE 34
જુદી જુદીવ્યક્તિઓએ સામાન્ય ઈરાદો બર લાવવા કરેલાં કૃત્યો
દરેક વ્યક્તિએ પોતે એકલાએ જ કર્યું છે તે રીતે કૃત્યમાટે જવાબદાર છે ,
IPC ARTICLE 35
- ગુનાહિત જાણકારી સાથે કે ઈરાદાથી કર્યું હોવાના કારણે
એવું કૃત્ય ગુનાહિત હોય ત્યારે તે કૃત્ય માટે જવાબદાર છે .
IPC ARTICLE 36
.અંશતઃ કૃત્યથી અને અંશતઃકાર્યલોપથી નીપજેલું પરિણામ ગુનો બનતો હોય તો તે ગુનો જ છે .
IPC ARTICLE 37
જે કૃત્યથી ગુનો બનતો હોય તેવા જુદાં જુદાંકૃત્યોપૈકીનું એક કૃત્ય કરીને સાથ આપે તે વ્યક્તિ તે
ગુનો કરે છે . ( ઉદા , ઝેર આપવાથી મૃત્યુ થવાના કિસ્સામાં ઝેર લાવી આપનાર પણ
દોષિત છે . )
IPC ARTICLE 38
.-ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલી વ્યક્તિઓ જુદા જુદાગુનાઓ માટે
દોષિત હોઈ શકે .
IPC ARTICLE 39
- સ્વેચ્છાપૂર્વક : કોઈ વ્યક્તિ એવાં સાધનો વડે કોઈ પરિણામ
નીપજાવે કે જેનાથી તે નીપજાવવાનો તેનો ઈરાદો હોય અથવા તે જાણતો હોય અથવા તેને
માનવાને કારણ હોય કે તેથી તેવું પરિણામ નીપજવાનો સંભવ છે ત્યારે તેણે સ્વેચ્છાપૂર્વક
તે પરિણામ નીપજાવ્યું કહેવાય
IPC ARTICLE 40
- ગુનો : એ શબ્દ આ અધિનિયમથી શિક્ષાપાત્ર ઠરાવેલ કૃત્યનો
નિર્દેશ કરે છે .
IPC ARTICLE 41
ખાસ કાયદો : એ અમુક ચોક્કસ બાબર્તાને લાગુ પડતો કાયદો છે .
IPC ARTICLE 42
.સ્થાનિક કાયદો : એ ભારતના અમુક ભાગને જ લાગુ પડતો કાયદો છે
.
IPC ARTICLE 43.
ગેરકાયદેસર : એ શબ્દ જે કૃત્ય ગુનો હોય અથવા જે કૃત્યની કાયદાથી મનાઇ કરવામાં આવી હોય અથવા જે કૃત્યથી દીવાની રાહે પગલું ભરવાનું કારણ મળતું હોય તેવા દરેક કૃત્યને લાગુ પડે છે .
IPC ARTICLE 44
.- ઈજા - એ શબ્દ કોઈ વ્યક્તિના શરીરને , મનને , પ્રતિષ્ઠાને
કે મિલકતને ગેરકારાદેસર રીતે પહોંચાડાયેલિકોઈપણ હાનિનો નિર્દેશ કરે છે .
IPC ARTICLE 45
.જીવન: સંદર્ભથી કોઈ વિરુદ્ધનો ઈરાદો જણાતો ન હોય તો જીવન એ શબ્દ ,
માનવીના જીવનનો નિર્દેશ કરે છે .
IPC ARTICLE 46
.- મૃત્યુ - સંદર્ભથી કોઈ વિરુદ્ધ ન હોય તો મૃત્યુ એ શબ્દ
માનવીનાં મૃત્યુનો નિર્દેશ કરે છે .
IPC ARTICLE 47
- પશુ :એ શબ્દ માણસ સિવાયના કોઈ પણ પ્રાણીનો નિર્દેશ કરે છે . ( પશુનું મૃત્યુ “ બગાડ
” કહેવાય છે . )
IPC ARTICLE 48
.- વહાણ: એ શબ્દ માણસોને કે માલનેજળમાર્ગે લાવવા લઈ જવા માટે
બનાવેલા સાધનનો નિર્દેશ કરે છે .
IPC ARTICLE 49.
- વર્ષ , મહિનો : એ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યાં
તે વર્ષ અથવા મહિનો બ્રિટિશ કેલેન્ડરને અનુસરીને ગણીને સમજવાનો છે એમ ગણવાનું છે .
IPC ARTICLE 50
.કલમ : એ શબ્દ આ અધિનિયમના કોઈ પ્રકરણની આગળ આંકડા મૂકીને
જુદો દર્શાવવામાં આવ્યો હોય , તેવા કોઇ એક ભાગનો નિર્દેશ કરે છે .
IPC ARTICLE 51
- સોગંદ એ શબ્દમાં સોગંદના બદલે કાયદાથી ગંભીરતાપૂર્વક
લેવાની પ્રતિજ્ઞાનું અને કોઈ રાજ્ય સેવક સમક્ષ જે કરવાનું કાયદા મુજબ આવશ્યક હોય
કે કાયદાથી અધિકૃત કરેલ હોય તેવા અથવા કોઈ ન્યાયાલયમાં કે તેની બહાર સાબિત માટે
ઉપયોગમાં લેવાનાએકરારનો સમાવેશ થાય છે . આ માટેનો અલગ કાયદો પણ છે . જ્યારે ખોટા
શપથ લેવામાં આવેત્યારે " ઇન્ડિયન ઓથ્સ એક્ટ - 1873 " પ્રમાણે સજા
થાય છે . ( ન્યાયાલયમાંહિન્દુ વ્યક્તિ “ ગીતા ” પર હાથ મૂકી સોગંદ કે શપથ લે છે તે
)
IPC ARTICLE 52.
શુદ્ધ બુદ્ધિ : યોગ્ય કાળજી અને ધ્યાન રાખી કરેલી કે માનેલી
બાબત શુદ્ધ બુદ્ધિથી કરી છે તેમ કહેવાય . ( Good Falthજનરલ ક્લોઝીઝ એક્ટ અનુસાર “
પ્રામાણિકતા અને ઉમદા હેતુનાંતત્ત્વોની હાજરી " ,
IPC ARTICLE 52-A
આશરો આપવો : એ શબ્દમાં કોઈ વ્યક્તિને પકડાઈ જતી બચાવવા માટે આશ્રય , ખોરાક , પીણું , નાણાં , હથિયારો અથવા વાહન પૂરું પાડવાનો કે સાધનો વડે મદદ કરવાનો સમાવેશ થાય છે , જેમાં કલમ -157 અને ક્લમ -130 મુજબ આશરો પામેલી વ્યક્તિને પત્ની કે પતિને આશરો આપ્યો હોય તો અપવાદ રહેશે.
IPC 1860 CHAPTER 1 CLICK HERE
0 ટિપ્પણીઓ
Please do not share links in comment