header

IPC 1860 પ્રકરણ 5 દુષ્પ્રેરણ (મદદગારી) કલમ ( 107 થી 120), પ્રકરણ 5-A (ગુનાહીતકાવતરું) કલમ (120A થી120B ), IPC 1860 Chapter 5 Incitement (help) Section (107 to 120), Chapter 5-A (Criminal Conspiracy) Section (120A to 120B)

 IPC 1860
પ્રકરણ 5  દુષ્પ્રેરણ  (મદદગારી)

કલમ ( 107 થી  120)



IPC ARTICLE  107.

દુષ્પ્રેરણ : કોઈ કૃત્ય કરવા માટે બીજી કોઈ વ્યક્તિને ખોટી રીતે પ્રેરે અથવા બીજી વ્યક્તિઓ કોઈ કાવતરામાં સામેલ થાય અથવાટોળકીનોકોઈ કૃત્ય કરવામાં ઈરાદાપૂર્વક મદદ કરે , તે વ્યક્તિ તે કૃત્યનું દુષ્પ્રેરણ કરે છે .

IPC ARTICLE  108.

 દુષ્પ્રેરક : કોઈ વ્યક્તિ ગુનો કરવાનું દુષ્પ્રેરણ કરે અથવા કાયદાની દૃષ્ટિએ કૃત્ય ગુનો બની શકે એવી વ્યકિત, જાણકારીથી કોઈ કૃત્ય કરે તો ગુનો બને એવા કૃત્યનુંદુષ્પ્રેરણ કરે તે વ્યક્તિ દુષ્પ્રેરક છે .

IPC ARTICLE  108-A.

 ભારત બહાર કરેલા ગુનાઓનું ભારતમાં દુષ્પ્રેરણ છે , એવું માની સજા કરવામાં આવે છે .

IPC ARTICLE  109.

દુષ્પ્રેરણ કરવાના પરિણામે કૃત્ય કરવામાં આવે તો તે માટે શિક્ષાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં ન આવી હોય ત્યારે દુષ્પ્રેરણની શિક્ષા તે ગુના માટે ઠરાવેલી શિક્ષા કરવામાં આવશે ,

IPC ARTICLE  110.

 દુષ્પ્રેરિત વ્યક્તિ દુષ્પ્રેરકનો ઇરાદો હોય તેથી જુદા ઈરાદાથી કૃત્ય કરે તોદુષ્પ્રેરણની શિક્ષા તે ગુના માટે ઠરાવેલીશિક્ષ કરવામાં આવશે .

IPC ARTICLE  111.

 એક કૃત્યનુદુષ્પ્રેરણ કર્યું હોય અને તેથી જુદુકૃત્ય  થાય ત્યારે દુષ્પ્રેરકની જવાબદારી થાય છે .

IPC ARTICLE  112.

 દુષ્પ્રેરિતકૃત્ય અને થયેલાકૃત્ય માટે દુષ્પ્રેરકએકત્રિતશિક્ષાને પાત્ર ગણાય છે .

IPC ARTICLE  113.

દુષ્પ્રેરિતકૃત્યથીદુષ્પ્રેરકે ધાર્યું હોય તેથી જુદા પરિણામ માટે દુષ્પ્રેરક જવાબદાર છે .

IPC ARTICLE  114.

 ગુનો કરવામાં આવે ત્યારે દુષ્પ્રેરકની હાજરી હોય તો તેણે પોતે તે કૃત્ય અથવા ગુનો કર્યો છે એમ ગણાશે .

IPC ARTICLE  115.

 મોત અથવા આજીવન શિક્ષાને પાત્ર ગુનામાંદુષ્પ્રેરણ જો ગુનો કરવામાં આવ્યો ન હોય તો પણ તે 7 વર્ષ સુધીની બેમાથીકોઈ પણ પ્રકારની કેદની શિક્ષા અને દંડને પાત્ર થશે અને જો વ્યથા થાય તો 14 વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદ અને દંડનેપાત્ર થશે .

IPC ARTICLE  116.

 કેદની શિક્ષાપાત્ર ગુનાનુંદુષ્પ્રેરણ જો , ગુનો કરવામાં આવ્યો ન હોય તો તે ગુના માટે ઠરાવેલી વધુ મુદતના ભાગનીમુદત સુધી બેમાંથી કોઈ કેદ કે દંડની અથવા બંને શિક્ષા કરવામાં આવશે ,

-આવી વ્યક્તિ રાજ્ય સેવક હોય અને ગુનો અટકાવવો ફરજ હોય તો તેને એટલી શિક્ષા કરવામાં આવશે .

IPC ARTICLE  117.

 લોકોને અથવા 10 થી વધુ વ્યક્તિઓને ગુના કરવામાં દુષ્પ્રેરણ કરવા માટે ૩ વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા બંને કરવામાં આવશે .

-સજા કલમ -505 મુજબ કરવામાં આવે છે . સામાન્યતઃ કલમ -117 ના કૃત્ય માટે 505 પ્રમાણે સજા કરવામાં આવે છે .

IPC ARTICLE  118.

  મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની યોજના છુપાવવા માટે જો ગુનો કરવામાં આવે તો 7 વર્ષ સુધીની કોઈ કેદની શિક્ષા અને ગુનો કરવામાં ન આવે તો ૩ વર્ષ સુધીની કોઈ કેદની શિક્ષા અને દંડને પાત્ર પણ થશે .

IPC ARTICLE  119.

   ગુનો થતો અટકાવવાની પોતાની ફરજ હોય તે ગુનો કરવાની યોજના રાજ્યસેવકેછુપાવવા માટે ગુનો કરવામાં આવે તો તે ગુના માટેની વધુમાં વધુ મુદતની મુદ્દત સુધીની કેદ અને દંડને પાત્ર થશે . જો ગુનો ન બને તો મુદત સુધીની કેદ અને દંડ થશે .

IPC ARTICLE  120.

  કેદની શિક્ષાને પાત્ર ગુનો છુપાવવા માટે કોઈ વ્યક્તિને તે ગુના માટેની 1/4 મુદત સુધીની કેદ , અને ગુનો કરવામાં ન આવે તો મુદત સુધીની કેદ અને દંડને પાત્ર થશે .




..................................................................................................................................................................................

IPC 1860


પ્રકરણ  5-A (ગુનાહીતકાવતરું)


કલમ (120A થી120B )


IPC ARTICLE 120-A

-ગુનાહિત કાવતરાની કલમ વર્ષ 1913 થી ઉમેરવામાં આવી છે .

-ગુનાહિત કાવતરામાં બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે સમજૂતી હોય છે . કૃત્ય ગેરકાયદેસર હોઈ શકે અથવા કાયદેસરનું હોય , તો પછી તેમાં સાધનો ગેરકાયદેસર વાપરવામાં આવેલ હોય છે .

 - ગુનો કરવાની કાવતરા અંગેની સમજૂતી પણ ગુનો બનશે . ગુનો કર્યા સિવાયની સમજૂતી સજાને પાત્ર નથી .

 -ગુનાહિત કાવતરામાં સામેલ તમામ વ્યક્તિને કાવતરાની સંપૂર્ણ વિગતો ખ્યાલ હોય તે પણ આવશ્યક નથી . દરેકને કાવતરા સંલગ્ન અમુક કાર્ય સોંપવામાં આવ્યું હોય ત્યારે દરેકે કરેલ કાર્ય તે કાવતરાના હેતુને પાર પાડવા માટે કરવામાં આવ્યું છે તેમ માની સજાને પાત્ર ઠરશે .

 
IPC ARTICLE 120-B

-ગુનાઈત કાવતરું મોતની , આજીવન કેદની અથવા બે કે તેથી વધુ વર્ષ સુધીની કેદની શિક્ષાને પાત્ર ગુનો કરે કે તેમાં સામેલ થાય ત્યારે એવા ગુનામાં તેને દુષ્પ્રેરણ કર્યું હોય એ રીતે શિક્ષા કરવામાં આવશે . ( દુષ્પ્રેરણ જેવી જ સજા ગુનાહિત કાવતરામાં છે . )

 

READ IPC 1860 CHAPTER 4 CLICK HERE

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ