header

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પરીક્ષા, 02-05-2015 ,Police Sub-Inspector Examination, 02-05-2015

 
પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પરીક્ષા, 02-05-2015

1. સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઈન્ડિયનપીનલ કોડની કઈ ક્લમ હેઠળ કરવામાં આવે છે ?

(A) 168

 (B) 186

 (C) 188

 (D) 166

2, ઈન્ડિયનપીનલ કોડની કલમ-307માં નીચેનામાંથી કઈ સજાની જોગવાઈ કરવામાં આવેલ નથી ?

(A) 10 વર્ષ

(B) આજીવન કેદ

(C) દેહાન્ત દંડ

(D) ઉપરની તમામ

 

3. ઈન્ડિયનપીનલ કોડ મુજબ કોઈ સ્ત્રીને અભદ્ર ટિપ્પણી કરવામાંઆવે તો નીચેનામાંથી કઈ કલમ મુજબ શિક્ષા થઈ શકે ?

(A) 376

 (B) 353

 (C) 352

 (D) 374

નોંધ : બધા વિકલ્પો ખોટા છે. સાચો જવાબ કલમ 509 આવે.

4.જ્યારે કોઈ વ્યક્તિ સ્વબચાવ માટે કોઈ બીજી વ્યક્તિને મારે છે તે બાબતનો ઇન્ડિયન પીનલકોડના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

(A) 6

(B) 5

(C) 4

(D) 7

5.ચોરીનીવ્યાખ્યામાંનીચેનામાંથીકોનો સમાવેશ થાય છે?

(A) ચોરી હંમેશાં જંગમ મિલકતની થાય છે.

(B) ચોરી કરેલી વસ્તુ બીજી કોઈ વ્યક્તિના કબજામાં હોવી જરૂરી છે.

(C) ચોરીમાં ભયનું તત્ત્વ હોતું નથી

(D) ઉપરના તમામ

6.લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

(A) કોઈ ફરક હોતો નથી

(B) લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.

 (C) લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે.

(D) ઉપરમાંથી કોઈ નહીં.

7.ઈન્ડિયનપીનલ કોડ મુજબ કોઈ વ્યક્તિ 15 વર્ષની છોકરી સાથે તેની સંમતિથી સંભોગ કરે તો નીચેનામાંથી કયો ગુનો બને છે ?

(A) વ્યભિચારનો ગુનો બને છે.

 (B) છેડતીનો ગુનો બને છે.

(C) બળાત્કારનો ગુનો બને છે.

(D) કોઈ ગુનો બનતો નથી

8.ચલણી નોટોનાગુનાઓ ઇન્ડિયન પીનલ કોડની કઈ ક્લમ મુજબ બને છે ?

(A) 304 ()

(B) 489 ()

(C) 498 ()

(D) 153 ()

9.ગુનાહિતકાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી ?

(A) ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવી જોઈએ.

(B) ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે.

(C) ગુનાહિત કાવતરાનો અમલ થવો જરૂરી છે.

(D) ઉપરના તમામ

10.જ્યારે કોઈ અસ્થિર મગજની વ્યક્તિ ગુનો કરે છે ત્યારે તે અંગે ઈન્ડિયનપીનલકોડમાં શું જોગવાઈ કરવામાં આવેલ છે ?

(A) ગુનો બને છે

(B) ગુનો બનતો નથી

(C) અડધી સજાની જોગવાઈ છે

(D) ઉપરના એકપણ નહીં

11.ઈન્ડિયનપીનલ કોડ પ્રમાણે નીચેના પૈકી કઈ બાબત સહ ગુનેગાર સાબિત કરવા માટે મહત્ત્વની છે ?

(A) એક જ વાહનનો ઉપયોગ

 (B) એક સરખો ઈરાદો

 (C) એક સરખાંહથિયારો

(D) એક જ સ્થળે હુમલો

12. કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય ?

(A) 30 દિવસ

(B) 20 દિવસ

 (C) 15 દિવસ

(D) 18 દિવસ

 

13. ઈન્ડિયનપીનલકોડમાંકોના રક્ષણ માટે વ્યક્તિને અધિકાર છે

A) મિલકતના

 (B) શરીરના

(C) મિલકત અને શરીરના

 (D) ઉપરનાએકપણ નહીં

 

14. ખાનગી બચાવનો હક્ક નીચેના કયા કિસ્સામાં મળવાપાત્ર નથી ?'

(A) લૂંટ અટકાવવા

(B) બળાત્કાર અટકાવવા

(C) કોઈ બીજી વ્યક્તિના જીવ બચાવવા

(D) રાજ્ય સેવકને ફરજમાં અડચણ

 

15. ગુનાહિત ધમકીની સજાની જોગવાઈ ઈન્ડિયનપીનલ કોડની કઈ કલમમાં કરવામાં આવેલ છે ?

(A) 507

(B) 506

(C) 500

 (D) 510

16. નીચેનામાંથીકયા પ્રકારની ઈજાનો સમાવેશ મહાવ્યથામાંથાય છે ?

(A) શરીરે છાલાં પડી જવાં

(B) પુરુષત્વનો નાશ.

(C) હાથ મચકોડાઈ જવો

(D) શરીર છોલાઈ જવું

17. ઈન્ડિયનપીનલ કોડની કઈ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમકરીને આરોપીનું મોત નીપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ?

 (A) 86

(B) 81

(C) 77

(D) 74

 

જવાબો

1.C 2.D 3. 4.C 5.D 6.C 7.C 8.B 9.C 10.B 11.B 12.B 13.C 14.D 15.B 16.B 17.C


READ IPC CHAPTER 23 CLICK HERE

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ