પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પરીક્ષા, 04-03-2017
1. પૈસા ચોરી કરવા માટે Y ના ખિસ્સામાં X હાથ નાખે છે પણ ખિસ્સુ ખાલી હોય છે. X :
(A) ચોરી માટે દોષી
છે.
(B) ચોરીના પ્રયાસ
માટે દોષી નથી.
(C) ચોરીના પ્રયાસ
માટે દોષી છે.
(D) કોઈ પણ ગુના માટે
દોષી નથી.
2. મહિલાની મરજીથી, પુરુષે મહિલા સાથે કરેલો જાતીય સંભોગ, બળાત્કારનો કેસ
ગણવામાં આવશે, જે મહિલાની ઉંમર....... થી ઓછી હોય.
(A) 15 વર્ષ
(B) 16 વર્ષ
(C) 18 વર્ષ
(D) એક પણનહીં
3. B ના ઘરમાં A બારી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરે છે. તે.........ગુનો કરે છે.
(A) તોફાન
(B) ઘરફોડી
(C) લૂંટ
(D) આપેલામાંથી કોઈ
પણ નહીં
4. ભારતીય દંડસંહિતા
કલમ-141ની જોગવાઈ મુજબ, ગેરકાયદેસરમંડળીના ગુના માટે જરૂરી ન્યૂનતમ વ્યક્તિઓની
સંખ્યા કેટલી છે?
(A) 5 વ્યક્તિઓ
(B) ૩ વ્યક્તિઓ
(C) 2 વ્યક્તિઓ
(D) 4 વ્યક્તિઓ
5.ભારતીય દંડસંહિતા1860ની કલમ-420 માં કયાગુનાનીસજાની જોગવાઈ છે ?
(A) છેતરપિંડી
(B) લૂંટ
(C) ખૂન
(D) બળાત્કાર
6. ભારતીય દંડસંહિતા
1860 ની કલમ-11 મુજબ વ્યક્તિ નીવ્યાખ્યા શું છે ?
(A) કોઈ કંપની
(B) કોઈ એસોશિએશન
(C) વ્યક્તિઓનું મંડળ
(D) આપેલા તમામ
7. ભારતીય દંડસંહિતા 1860 ની લમ-18 મુજબ ભારત' એટલે
(A) ભારતનું ક્ષેત્ર
જેમાં બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સામેલ છે.
(B) જમ્મુ અને
કાશ્મીર રાજ્ય સિવાયનું ભારતનું ક્ષેત્ર
(C) અંદમાન અને
નિકોબારટાપુઓ અને લક્ષદ્વીપ સિવાયનું ભારતનું ક્ષેત્ર
(D) આપેલામાંથી કોઈ
પણ નહીં
8. ભારતીય દંડસંહિતા
1860 ની કલમ-21 મુજબ કોણ જાહેર
સેવકની વ્યાખ્યામાં સામેલ છે ?
(A) મુખ્ય
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ
(B) પોલીસ સબ-ઈન્સ્પેક્ટર
(C) મ્યુનિસિપલ
કમિશનર
(D) આપેલા તમામ
9.ભારતીય દંડસંહિતા
1860માં, નીચેનામાંથી કઈ
સજાની જોગવાઈ નથી ?
(A) મોતની સજા
(B) આજીવન કેદ
(C) સામાજિક સેવા
(D) રોકડ દંડ
10. ભારતીય દંડસંહિતા
1860 ની કલમ-307 વિશે નીચેનામાંથી
કયું વિધાન સાચું છે ?
(A) પોલીસ અધિકારનો
ગુનો છે.
(B) ગુનો
બિનજામીનપાત્ર છે.
(C) ગુનો સેસન્સ
કોર્ટમાં ચાલવાલાયક છે.
(D) આપેલા તમામ
11, 2 વ્યક્તિઓ A ના ઘરમાં ચોરી કરવા પ્રવેશ કરે છે અને તેને
રોકતા, A પર લોખંડના સળિયાથી હુમલો કરી રોકડ લઈ જાય છે. તે કયો ગુનો કરે છે ?
(A) ચોરી
(B) ઘરફોડી
(C) લૂંટ
(D) ધાડ
12.પુરુષપોતાની
પત્ની સાથે જાતીય સંભોગ કરે તો તે બળાત્કારનો
ગુનો ત્યારે બને છે જ્યારે પત્નીની ઉંમર :
(A) 18 વર્ષથી ઓછી હોય
(B) 16 વર્ષથી ઓછી હોય
(C) 15 વર્ષથી ઓછી હોય
(D) 13 વર્ષથી ઓછી હોય
13. ગુજરાત જુગાર પ્રતિબંધક અધિનિયમ 1887 મુજબ, નીચેનામાંથી કઈ
બાબત ગૂનો છે ?
(A) IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમવો
(B) વરલીમટકા
(C) (A) અને (B) બંને
(D) આપેલામાંથી કોઈ પણ
નહીં
14. સામાન્ય રીતે કોઈ
ફોજદારી કેસ માટે ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિને રિમાન્ડ પર પોલીસ હિરાસતમાંઅધિકતમ........દિવસ રાખી શકાય છે.
(A) 7
(B) 15
(C) 21
(D) 10
15. નીચેનામાંથી કઇ
મહાવ્યથા નથી ?
(A) કોઈ પણ આંખની
દૃષ્ટિનું કાયમી નુકસાના
(B) કોઈ પણ કાનના
શ્રવણનું કાયમી નુકસાન
(C) શીર્ષ અથવા
મુખનું કાયમી વિરૂપીકરણ
(D) કોઈ પણ ઈજા જેને 10થી અધિક ટાંકા લાગે
16. ભારતીય દંડસંહિતાના કયા પ્રકરણમાં
શરીરસંબંધીગુનાનો ઉલ્લેખ છે ?
(A) 14
(B) 15
(C) 16
(D) 17
17. ભારતીય
દંડસંહિતામાં એક પ્રકરણ એવું છે જેમાં એક માત્ર કલમ છે. તે કલમ કઈ છે ?
(A) 376_c
(B) 302
(C) 420
(D) 498
18. ભારતીય દંડસંહિતાના કયા પ્રકરણમાં વ્યાખ્યાઓ છે
?
(A) 1
(B) 2
(C) ૩
(D) 4
19.ભારતીયદંડસંહિતાનીછેલ્લીકલમ :
(A) કોમી હિંસા બદલ
સજા બાબતે છે.
(B) ગુનાનો પ્રયાસ
કરવા બદલ સજા બાબતે છે.
(C) આતંકવાદી ગતિવિધિ માટે સજા બાબતે છે.
(D) રાષ્ટ્ર વિરુદ્ધ
ગુનો કરવા બદલ સજા બાબતે છે.
20. જો કોઈ બાળક ગુનો કરે, તો ભારતીય
દંડસંહિતા મુજબ કઈ ઉંમર સુધી તેને ગુનો નહીં માનવામાં આવે ?
(A) 5વર્ષ
(B) 6 વર્ષ
(C) 7 વર્ષ
(D) 8 વર્ષ
21, બેદરકારીથી વાહન હાંકવા બદલ સજા માટેની જોગવાઈ
ભારતીય દંડસંહિતાની કઈ કલમમાં છે ?
(A) 179
(B) 279
(C) 379
(D) 479
22.અધિકૃત પોલીસ
અધિકારી નીચેનામાંથી કયા સંજોગોમાં વાહનને જપ્ત ન કરી શકે ?
(A) ડ્રાઈવર પાસે
ડ્રાઈવિંગ લાયસન્સ ન હોય
(B) વાહનનુંરજિસ્ટ્રેશન ન હોય
(C) જો વાહક પાસે જરૂરી પરમિટ ન હોય
(D) વાહન ગતિ મયદાનું
ઉલ્લંઘન કરતી હોય
જવાબો:-
1.C 2.C 3.B 4.A 5.A 6.D 7.B 8.D 9.C 10.D 11.C 12.C 13.C
14.B 15.D 16.C 17.D 18.B 19.B 20.C 21.B 22.D
0 ટિપ્પણીઓ
Please do not share links in comment