header

(૧૮) બે ગધેડાનો બોઝ, (18) The burden of two donkeys

 

(૧૮) બે ગધેડાનો બોઝ 

 



ને એક દિવસ બાદશાહ, બીરબલ અને શાહજાદો ત્રણે યમુનામાં સ્નાન કરવા ગયા. નદીના કિનારે પહોંચીને બાદશાહે તથા શાહજાહાએ પોત પોતાના વસ્ત્રા ઉતારી બીરબલને આપી દીધા અને બને સ્નાન કરવા લાગ્યા.

 

બીરબલ હસતા હસતા બન્નેના કપડા પોતાના ખભા પર મુકી આંટા મારવા લાગ્યો. એ વખતે બાદશાહને બીરબલની મજાક કરવાનું સૂઝયું એટલે હસતા હસતા બોલ્યો - “બીરબલ, “ તારા ખભા પર તો પુરા એક ગધેડાનો બોઝ લદાયેલો છે.

 

બીરબલે તરત જવાબ આપ્યો - ‘તમારી વાત અર્ધી સાચી છે નામદાર, મારા ખભા પર એક નહીં બે ગધેડાનો બોઝ છે. બીરબલના આ જવાબથી બાદશાહ ભોંઠો પડી ગયો.


READ (૧૭) વાહ બીરબલ, વાહ ,CLICK HERE



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ