header

(૧૪) બાદશાહનું વચન, (14) Promise of the king,

 

(૧૪) બાદશાહનું વચન

 




એકવાર બાદશાહે બીરબલ પર ખુશ થઈને જાગીર આપવાનું વચન આપી દીધું.વચન આપતા તો આપી દીધું પણ બાદશાહ એ વચન પાળવા ઈચ્છતા ન હતા.

 

થોડા દિવસ થયા ત્યાં તો બાદશાહ એ વચન ભુલી ગયા. બીરબલે એક બે વાર વાત વાતમાં વચનની યાદ અપાવી પણ બાદશાહે ધ્યાન જ ન આપ્યું. બીરબલ સમજી ગયો કે બાદશાહ વચન ભુલી નથી ગયા પણ વચન પાળવા જ નથી ઈચ્છતા.

 

બીરબલે વિચાર્યું કે કાંઈ વાંધો નહીં. બાદશાહને એવો પાઠ ભણાવું કે બાદશાહ પણ જીંદગીભર યાદ રાખે. આમ વિચારી બીરબલ લાગ શોધવા લાગ્યો.

 

બાદશાહને વિચિત્ર પ્રશ્નો પાછવાની આદતો હતી જ. એક દિવસ બાદશાહે ભર્યા દરબારમાં બીરબલને પૂછયું - બીરબલ આ ઉંટની ગરદન વાંકી કેમ હોય છે ?

 

બીરબલે પણ આ મોકો હાથથી જવા ન દીધો.તુરત જ કહીદીધું - “જહાંપનાહ, આને પણ આગલા જન્મમાં કોઈને જાગીર આપવાનું વચન આપ્યું હશે અને પછી દગો કરીને ભુલી ગયો હશે.”

 

આ સાંભળીને બાદશાહને પોતાનું વચન યાદ આવી ગયું અને એ ભોંઠા પડી ગયા. તત્કાળ બીરબલના નામે એક જાગીર લખી દીધી, ત્યારે બીરબલને જાગીર મળી.

READ 

(૧૩) બીરબલનું સપનું   CLICK HERE

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ